જાપાનના વૈજ્ઞાનિકોએ શોધ્યા 15 નવા ગ્રહ, ત્રણને કહેવામાં આવી રહ્યા છે 'સુપર અર્થ'

સુદૂર અંતરિક્ષમાં જીવનની શોધ કરવા એકઠા થયેલા વૈજ્ઞાનિકોને મોટી સફળતા લાગી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં નવા 15 ગ્રહો શોધ્યાનો દાવો કર્યો છે. તેમાંથી ત્રણને સુપર અર્થ કહેવામાં આવી રહ્યા છે. તેમાંથી એકમાં વૈજ્ઞાનિકોને પાણી હોવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Mar 13, 2018, 11:23 AM IST
જાપાનના વૈજ્ઞાનિકોએ શોધ્યા 15 નવા ગ્રહ, ત્રણને કહેવામાં આવી રહ્યા છે 'સુપર અર્થ'
જાપાનના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં નવા 15 ગ્રહો શોધ્યાનો દાવો કર્યો છે (પ્રતિકાત્મક તસવીર)

ટોક્યો: સુદૂર અંતરિક્ષમાં જીવનની શોધ કરવા એકઠા થયેલા વૈજ્ઞાનિકોને મોટી સફળતા લાગી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં નવા 15 ગ્રહો શોધ્યાનો દાવો કર્યો છે. તેમાંથી ત્રણને સુપર અર્થ કહેવામાં આવી રહ્યા છે. તેમાંથી એકમાં વૈજ્ઞાનિકોને પાણી હોવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. આ પહેલાં પણ વૈજ્ઞાનિક સુદૂર અંતરિક્ષમાં હાજર કેટલાક ગ્રહો પર પાણી હોવાની સંભાવના વ્યક્ત કરી ચૂક્યા છે.  મંગળ ગ્રહ પર પણ પાણીની શોધ થઇ રહી છે અને ત્યાં માણસોની વસ્તી વસવાટને લઇને પણ અધ્યન ચાલી રહ્યું છે. 

વૈજ્ઞાનિકોએ લીધો ઘણા ટેલીસ્કોપનો સહારો
આ શોધ જાપાનના ટોક્યો ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કર્યું છે. આ ઉપરાંત તેમણે દુનિયાના કેટલાક સારા ટેલીસ્કોપોનો સહારો લીધો. તેમાં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનું K2, હવામાં હાજર સુબારુ ટેલિસ્કોપ અને સ્પેનમાં હાજર નોરડિક ઓપ્ટિકલ ટેલિસ્કોપની મદદ લીધી અને તમામ આંકડા એકઠા કર્યા. ત્યારબાદ આ આંકડાઓના અધ્યન બાદ આ ગ્રહોની શોધ કરી. ઘણા અત્યાધુનિક ઉપકરણોની પણ મદદ લેવી પડી.

VIDEO: હવે મંગળ પર દોડશે કાર

લઘુ લાલા તારાઓના લગાવી રહ્યા છે ચક્કર
જાપાનના વૈજ્ઞાનિકોના અનુસાર, શોધવામાં આવેલા બધા 15 ગ્રહો આપણા સૌરમંડળથી બહાર સ્થિત છે એટલે કે એક્સોપ્લેનેટ છે. આ બધા ગ્રહ લાલ રંગના લઘુ તારાઓના ચક્કર લગાવી રહ્યાં છે. લાલ તારા આકારમાં સામાન્ય રીતે નાના અને વધુ ઠંડા હોય છે. વૈજ્ઞાનિકોના અનુસાર લાલ તારાઓના રિસર્ચથી એક્સોપ્લેનેટ સાથે સંકળાયેલી રોચક જાણકારીઓ મળી શકે છે. તેના અધ્યયનથી બ્રહ્માંડમાં હાજર ગ્રહોના વિકાસ સંબંધી જાણકારીઓ એકઠી કરી શકાય છે. 

ત્રણ ગ્રહોને કહેવામાં આવી રહ્યાં છે સુપર અર્થ
આ તાજેતરના રિસર્ચમાં શોધવામાં આવેલા 15 ગ્રહોમાંથી ત્રણ ગ્રહોને સુપર અર્થ કહેવામાં આવી રહ્યાં છે. આ ગ્રહ પૃથ્વીથી 200 પ્રકાશ વર્ષ દૂર સ્થિત કે1-155 નામના તારાના ચક્કર લગાવી રહ્યાં છે. ત્રણે ગ્રહ આકારમાં પૃથ્વી કરતાં મોટા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ જ તારાના ચક્કર લગાવી રહેલા સૌથી મોટા બહારી ગ્રહના કે2-155 ડી પર પાણી હોઇ શકે. વૈજ્ઞાનિકો હવે આ ગ્રહો પર વધુ રિસર્ચ કરવાની યોજના બનાવી રહ્યાં છે. જેમાં ભવિષ્યમાં સુદૂર અંતરિક્ષમાં જીવનની સંભાવના મળી શકે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close