PAK: બાળકીનો રેપ કરી હત્યા કરાઈ, ઘટના બાદ ફાટી નિકળેલા તોફાનોમાં 2ના મોત

પાકિસ્તાનમાં એક માસૂમ બાળકી સાથે કથિત રીતે હેવાનિયત આચરવામાં આવ્યાની ઘટના બહાર આવ્યાં બાદ હાહાકાર મચ્યો છે. 

PAK: બાળકીનો રેપ કરી હત્યા કરાઈ, ઘટના બાદ ફાટી નિકળેલા તોફાનોમાં 2ના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક માસૂમ બાળકી સાથે કથિત રીતે હેવાનિયત આચરવામાં આવ્યાની ઘટના બહાર આવ્યાં બાદ હાહાકાર મચ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કસૂર વિસ્તારમાં પહેલા તો બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ દુષ્કર્મની વારદાતને અંજામ આપવામાં આવ્યો. હવસખોરોએ દુષ્કર્મ કર્યા બાદ બાળકીનું ગળું ઘોંટીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. બાળકી સાથે થયેલી આ વારદાત બાદ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં લઈને ડેપ્યુટી કમિશનરના કાર્યાલય પર પહોંચ્યા અને હલ્લાબોલ કર્યો હતો. 

ઘટના બાદ પોલીસ અને જનતા વચ્ચે ઝડપ થઈ હતી. આ ઝડપમાં બે લોકોના મોત થયા હતાં. સ્થાનિક પોલીસ અધિકારી (કાસુર) ઝુલ્ફીકાર હમીદે મીડિયાને જણાવ્યું કે બુધવારે મોડી રાતે શહેરના સદ્દાર બજારમાં બાળકીનો મૃતદેહ કચરાના ઢગલા પર પડેલો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકી છેલ્લા કેટલાક સમયથી તેના સંબંધીઓ સાથે રહેતી હતી. કારણ કે તેના માતાપિતા ઉમરાહ (ઈસ્લામિક તીર્થયાત્રા) પર ગયા હતાં. તેમણે જણાવ્યું કે પોસ્ટમોર્ટમના અહેવાલથી ખુલાસો થયો છે કે બાળકી ઉપર રેપ કરીને તેનુ ગળું દબાવીને મારી નાખવામાં આવી હતી. 

વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમારાના ફૂટેજની ચકાસણી બાદ પોલીસે 4 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે આ શંકાસ્પદ વ્યક્તિઓ બાળકીને લઈને જતા જોવા મળ્યા હતાં. ત્યારબાદ એવી અટકળો કરવામાં આવી રહી છે કે આ જ લોકોએ સમગ્ર વારદાતને અંજામ આપ્યો હોવો જોઈએ. હાલ પોલીસ ચારેય શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે. 

બાળકી સાથે દુષ્કર્મની ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. પાકિસ્તાનની ફિલ્મ હસ્તીઓ અને ક્રિકેટ ખેલાડીઓએ મૃતક બાળકીને ન્યાય મળે તેની માગણી કરી છે. પાકિસ્તાનના અનેક લોકોએ સોશિયલ મીડિયા દ્વારા ન્યાયની ગુહાર લગાવી છે. 

મામલાની ગંભીરતા જોતા લાહોર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મંસૂર અલી શાહે પંજાબ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. બીજી બાજુ પંજાબના સીએમ શાહબાજ શરીફનું કહેવું છે કે તેઓ આ મામલાની પોતે જાતે તપાસ કરશે અને અપરાધીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહીની માંગમી કરશે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news