તાનાશાહ કિમની સંપત્તિ જાણી આંખો પહોળી થશે, જાણો કેવી રીતે કરે છે અધધધ..કમાણી

દુનિયાના સૌથી રહસ્યમય દેશ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને અનેક પ્રતિબંધો હોવા છતાં કમાણીના અનેક તરીકાઓ શોધી કાઢ્યા છે.

Viral Raval Viral Raval | Updated: Jun 13, 2018, 03:18 PM IST
તાનાશાહ કિમની સંપત્તિ જાણી આંખો પહોળી થશે, જાણો કેવી રીતે કરે છે અધધધ..કમાણી
ફાઈલ ફોટો

નવી દિલ્હી: દુનિયાના સૌથી રહસ્યમય દેશ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને અનેક પ્રતિબંધો હોવા છતાં કમાણીના અનેક તરીકાઓ શોધી કાઢ્યા છે. જેમાં તસ્કરીથી લઈને ગેરકાયદેસર ધંધા સુદ્ધા સામેલ છે. સીએનએનના એક રિપોર્ટ મુજબ કિમ જોંગના શોખ પૂરા કરવા માટે ઉત્તર કોરિયાના અધિકારીઓ દાણચોરી સુદ્ધા કરે છે. યુએન, અમેરિકા સહિત દુનિયાના તમામ દેશો તરફથી ટ્રેડ પ્રતિબંધો હોવા છતાં કિમ જોંગ અલગ અલગ રીતે કમાણી કરી જ લે છે.

 

દાણચોરીથી લવાય છે સિગારેટ
લિમોઝિન કારથી લઈને ફ્રાન્સીસી સિગારેટ જેવી ચીજો ઉત્તર કોરિયાના અધિકારીઓ પોતાના તાનાશાહ માટે દાણચોરીથી લાવે છે. એક રિપોર્ટ મુજબ દુનિયાના દેશોમાં ફેલાયેલી ઉત્તર કોરિયાની એમ્બેસીના અધિકારીઓ કિમના એજન્ટ તરીકે કામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવ્યાં છે. જેના કારણે દુનિયા ભારના દેશો ઉત્તર કોરિયાને ફક્ત જરૂરી ચીજો જ સપ્લાય કરી શકે છે. આથી પોતાના સુપ્રીમ લીડરના શોખ પૂરા કરવા માટે ઉત્તર કોરિયાના અધિકારીઓએ આવા કામો કરવા પડે છે.

200 કરોડનો દારૂ પીવે છે કિમ
એશોઆરામથી જીવવું, પોતાની મરજી પ્રમાણે નિર્ણયો લેવા, વિરોધીઓને કચડી નાખવા.. એ કિમની આદતો છે. ઉત્તર કોરિયા એક બાજુ દારૂણ ગરીબી અને ભૂખમરા સામે ઝઝૂમી રહ્યું છે, ત્યાં બીજી બાજુ તાનાશાહ  કિમ જોંગ ઉન એશોઆરામનું જીવન જીવે છે. તેનો પુરાવો છે આ રહ્યો... કિમ વર્ષમાં 200 કરોડ રૂપિયાનો દારૂ પી જાય છે. ઉત્તર કોરિયામાં આજે પણ હજારો લોકોના ભૂખમરાથી મોત થાય છે. પરંતુ તેની આ કમાણીનું રહસ્ય કદાચ જ કોઈને ખબર હોય.

किम जोंग-उन, Kim Jong-Un, Kim Jong Net worth, Kim Jong-Un expense, TrumpKimSummit

કેટલી મિલ્કતનો માલિક છે કિમ
રિપોર્ટ મુજબ કિમ જોંગ ઉનની સંપત્તિ લગભગ 10,000 કરોડ ડોલર છે. ભારતીય રૂપિયામાં વાત કરીએ તો કિમની કમાણી લગભગ 65,000 કરોડ રૂપિયા છે. કિમ જોંગની કમાણી દેશની કમાણી દ્વારા જ છે. તે તેનાથી જ પોતાની કમાણી કરી લે છે. આ સાથે સાથે અનેક પ્રકારના ગેરકાયદેસર ધંધાઓથી તે કાળા ધંધાનું સામ્રાજ્ય ચલાવે છે.

કેવી રીતે કરે છે કમાણી?

  • કિમ જોંગ ઉન દેશની કમાણીમાંથી જ પોતાની કમાણી ઊભી  કરે છે
  • ગેરકાયદેસર રીતે હાથી દાંતના સપ્લાયનો ગેરકાયદે કારોબાર.
  • આફ્રીકી દેશોમાં દારૂ ઉપરાંત અનેક ચીજોની દાણચોરી કરે છે કિમ જોંગ ઉન.

કિમ ક્યાં છૂપાવે છે પોતાના પૈસા
રિપોર્ટ્સ મુજબ કિમ જોંગ ઉનના પૈસા સેન્ટ્રલ અમેરિકાની બેંકોમાં જમા છે. આ ઉપરાંત યુરોપ અને એશિયાની પણ અનેક બેંકોમાં કિમ જોંગ ઉનના નાણા છૂપાયેલા છે. કિમને હંમેશા ડર રહે છે કે તેના પૈસા જો દેશમાં રહેશે તો કોઈ તેને લૂંટી શકે છે. આ સાથે જ તેના સાથી જ તેના દુશ્મન બની શકે છે. આથી તે તમામ પૈસા વિદેશની બેંકોમાં રાખે છે.

 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close