લંડનમાં CHOGM સમિટ માટે પહોંચ્યા PM, થેરેસા મેએ કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની ચાર દિવસીય યાત્રા પર છે. અહીં કોમનવેલ્થ દેશોનાં રાષ્ટ્રાધ્યક્ષોની વાર્ષિક બેઠક (CHOGM Summit)માં ભાગ લેવા માટે પહોંચ્યા છે. લંડનમાં આયોજીત CHOGM સમિટમાં સમગ્ર વિશ્વનાં 53 શાસનાધ્યક્ષો ભાગ લેશે. CHOGM સમિટ માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા મે અને કોમનવેલ્થનાં મહાસચિવ પેટ્રીસિયા સ્કોટલેન્ડે સ્વાગત કર્યું હતું. 

લંડનમાં CHOGM સમિટ માટે પહોંચ્યા PM, થેરેસા મેએ કર્યું સ્વાગત

લંડન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની ચાર દિવસીય યાત્રા પર છે. અહીં કોમનવેલ્થ દેશોનાં રાષ્ટ્રાધ્યક્ષોની વાર્ષિક બેઠક (CHOGM Summit)માં ભાગ લેવા માટે પહોંચ્યા છે. લંડનમાં આયોજીત CHOGM સમિટમાં સમગ્ર વિશ્વનાં 53 શાસનાધ્યક્ષો ભાગ લેશે. CHOGM સમિટ માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા મે અને કોમનવેલ્થનાં મહાસચિવ પેટ્રીસિયા સ્કોટલેન્ડે સ્વાગત કર્યું હતું. 

સમિટ બાદ મહારાણી બકિંઘમ પેલેસમાં ભવ્ય રાત્રીભોજનનું આયોજન કરશે. 2017માં પ્રિંસ ચાલ્સે પોતાની ભારત મુલાકાત પર વડાપ્રધાન મોદીને કોમનવેલ્થ સમિટીમાં ભાગ લેવા માટે આમંત્રીત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ હોલ બેસ્ટરમિંસ્ટરમાં 1931માં મહાત્મા ગાંધીએ ભાષણ આપ્યું હતું. મહાત્મા ગાંધી ઉપરાંત માર્ટિન લૂથર કિંગ, દલાઇ લામા અને પ્રિંસેસ ડાયેલા પણ અહીં ભાષણ આપી ચુક્યા છે. 

— PIB India (@PIB_India) April 19, 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે લંડનનાં સેન્ટ્રલ હોલ વેસ્ટરમિંસ્ટરમાં ભારત કી બાત સબકે સાથ કાર્યક્રમમાં ભારતીય મુળનાં નાગરિકોનું સંબોધન કર્યું હતું. બુધવારે સવારે તેમણે મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે તેમનાં બર્કિંઘમ પેલેસ ખાતે મુલાકાત કરી અને પરસ્પરનાં હિતોનાં મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. 

LIVE અપડેટ્સ
- લંડન પહોંચેલા વડાપ્રધાન મોદીએ CHOGM 2018 સમિટ પહેલા યુગાંડાનાં રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની સાથે મુલાકાત કરી હતી.
- CHOGM સમિટ માટે પહોંચેાલ વડાપ્રધાન મોદીનું બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે અને કોમનવેલ્થનાં મહાસચિવ પેટ્રીસિયા સ્કોટલેન્ડે સ્વાગત કર્યું હતું. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news