ઉત્તર કોરિયા નહી આ 5 દેશ દુનિયામાં ગમે ત્યાં મિસાઇલ એટેક કરવામાં છે સક્ષમ

રૂસ, અમેરિકા, ચીન, બ્રિટન અને ફ્રાંસ જ એવા દેશ છે જે દુનિયાના કોઇપણ ખૂણામાં હુમલો કરવામાં સક્ષમ છે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Feb 12, 2018, 05:02 PM IST
ઉત્તર કોરિયા નહી આ 5 દેશ દુનિયામાં ગમે ત્યાં મિસાઇલ એટેક કરવામાં છે સક્ષમ
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર કોરિયા સતત અમેરિકન ધરતી પર મિસાઇલ હુમલાની ધમકી આપી રહ્યું છે. તેનું કહેવું છે કે તેને ક્ષમતા વિકસીત કરી લીધી છે કે તે અમેરિકન જમીન સુધી પોતાની મિસાઇલોના માધ્યમથી હુમલો કરી શકે છે. જો કે તેના આ દાવા પર રક્ષા વિશ્લેષકોને શંકા છે. સામાન્ય રીતે વિશેષજ્ઞ આ મામલે એક મત ધરાવે છે કે કોરિયા, ઇરાન જેવા દેશ હજુ આ સ્તરે પહોંચ્યા નથી કે તે દુનિયાના કોઇપણ ખૂણે મિસાઇલ હુમલાને સફળતાપૂર્વક અંજામ આપી શકે. આ વિષેષજ્ઞોના જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્રની પાંચ વીટો પાવર શક્તિઓ આ મુદ્દે કામ કરવામાં સક્ષમ છે. એટલે કે રૂસ, અમેરિકા, ચીન, બ્રિટન અને ફ્રાંસ જ એવા દેશ છે જે દુનિયાના કોઇપણ ખૂણામાં હુમલો કરવામાં સક્ષમ છે. 

મિસાઇલ ટેક્નોલોજી
ધ ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ ગત વર્ષે બિઝનેસ અને પર્યાવરણ બાદ ત્રીજા નંબર પર સૌથી વધુ વૈશ્વિક ચર્ચા મિસાઇલોની ક્ષમતાને લઇને થઇ. તેનું એક મોટું કારણ એ રહ્યું કે ઉત્તર કોરિયાએ ગત વર્ષે ઘણા મિસાઇલ ટેસ્ટ કરી દુનિયાના પારને ચઢાવ્યો. તે સતત પોતાની મિસાઇલ ક્ષમતા અને સટીકતાને વધારવાના પ્રયત્નોમાં લાગેલ છે. આ મામલે ઉત્તર કોરિયા હકિકતમાં ભારત, પાકિસ્તાન, ઇઝરાયેલ, ઇરાન, સાઉદી અરબ, તાઇવાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની શ્રેણીમાં સામેલ થવા ઇચ્છુક છે કારણ કે આ દેશ પણ આ દિશામાં સતત પ્રયત્ન કરી રહ્યાં છે. તેમાંથી ઘણા એવા દેશ છે જેમણે ગત 20 વર્ષોમાં સૌથી વધુ પૈસા મિસાઇલો પર ખર્ચ્યા છે. 

ક્ષેત્રીય સંતુલન સાધનોનો પ્રયત્ન
રક્ષા વિશ્લેષકોના અનુસાર પશ્વિમ એશિયા અને એશિયા ઉપમહાદ્રીપના ઘણા દેશોમાં ક્ષેત્રીય તણાવને ઓછો કરવા તથા સંતુલન બનાવવા અને પડોશીને ડરાવવા માટે સતત મિસાઇલ પરિક્ષણ થતા રહે છે. ભારત અને પાકિસ્તાન તેનું ઉદાહરણ છે. ભારત પાસે એડવાન્સ ટેક્નોલોજી સિસ્ટમ છે. પોતાની આધુનિકતાના લીધે પાકિસ્તાનના કોઇપણ ભાગને ટાર્ગેટ બનાવવામાં સક્ષમ છે. ચીનના મોટા વિસ્તારમાં પણ મિસાઇલ હુમલા કરવામાં સક્ષમ છે. આ પ્રકારે ચીન, ભારતનું ક્ષેત્રીયઅ વિરોધી ગણવામાં આવે છે. ભારતે રૂસના સહયોગથી ક્રૂજ મિસાઇલોનું નિર્માણ કર્યું છે. હવે ભારત પનડુબ્બીથી લોંચ અથનાર મિસાઇલ ક્ષમતા પર કામ કરી રહ્યું છે. જો આમ થાય છે કે તો ભારતનું સુરક્ષા કવચ એકદમ મજબૂત થઇ જશે અને આ કોઇપણ પ્રકારના હુમલાનો જવાબ આપવામાં સક્ષમ થઇ જશે.  

આ પ્રકારે પાકિસ્તાન, ઇરાન અને ઉત્તર કોરિયા પણ પોતાના મિસાઇલ કાર્યક્રમને મજબૂત કરવાના પ્રયત્નો કરવામાં સતત લાગેલ છે. પાકિસ્તાને 1990ના દાયકાથી ચીનના સહયોગથી મિસાઇલ વિકાસ કાર્યક્રમ પર વધુ પૈસા ખર્ચ કરવાનું શરૂ કર્યું. આમ તો પાકિસ્તાન, ઇરાન અને ઉત્તર કોરિયાની ટેક્નોલોજીમાં ઘણી સમાનતાઓ પણ મળે છે. એટલા માટે ઘણા રક્ષા વિશ્લેષકોનું આંકલન છે કે એવું લાગે છે કે આ દેશોને ટેક્નોલોજી એકબીજા સાથે શેર કરી છે. જો કે આ બધાની વચ્ચે સૌથી મોટી ચિંતા મિસાઇલ ટેક્નોલોજીની સુરક્ષાને લઇને છે. આતંકવાદી સમૂહ સતત તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે.