નવા વર્ષે તાનાશાહની વિશ્વને ધમકી, 'પરમાણુ બટન હંમેશા 'મારા ડેસ્ક' પર રહે છે'

ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉને પોતાના નવા વર્ષના સંદેશમાં સોમવારે ચેતવણીના સૂરોમાં કહ્યું કે પરમાણુ બટન હંમેશા 'મારા ડેસ્ક' ઉપર રહે છે.

નવા વર્ષે તાનાશાહની વિશ્વને ધમકી, 'પરમાણુ બટન હંમેશા 'મારા ડેસ્ક' પર રહે છે'

સિઓલ: ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉને પોતાના નવા વર્ષના સંદેશમાં સોમવારે ચેતવણીના સૂરોમાં કહ્યું કે પરમાણુ બટન હંમેશા 'મારા ડેસ્ક' ઉપર રહે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તાનાશાહના પરમાણુ કાર્યક્રમોને લઈને વિશ્વભરમાં તણાવની સ્થિતિ છે. ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્ર હોવાના પોતાના દાવાને દોહરાવતા કિમે કહ્યું કે પરમાણુ હથિયારોનું લોન્ચ બટન હંમેશા મારી પહોંચમાં છે. પરમાણુ બટન હંમેશા 'મારા ડેસ્ક' પર રહે છે. આ કોઈ બ્લેકમેઈલિંગ નથી પરંતુ વાસ્તવિકતા છે. 

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા વર્ષ 2018માં પણ પોતાની પરમાણુ શક્તિને વિક્સિત કરવાનું અભિયાન ચાલુ રાખશે. સરકારી મીડિયાએ 30 ડિસેમ્બર શનિવારે જારી કરેલા એક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. સીએનએનએ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ)ના રિપોર્ટના હવાલે જણાવ્યું હતું કે તેમની નીતિમાં કોઈ પણ પ્રકારના ફેરફારની અપેક્ષા ન કરે. રિપોર્ટમાં કહેવાયું હતું કે એક અજેય શક્તિ તરીકે ઉત્તર કોરિયાના અસ્તિત્વને ન તો કમજોર કરી શકાય છે અને ન તો નકારી શકાય છે. એક જવાબદાર પરમાણુ શક્તિ તરીકે ઉત્તર કોરિયા તમામ વિધ્નોને પાર કરીને સ્વતંત્રતા અને ન્યાયના રસ્તે ચાલશે. રિપોર્ટમાં વર્ષ 2017ના સમયગાળા દરમિયાન દેશની પરમાણુ ઉપલબ્ધિઓની પણ જાણકારી આપવામાં આવી. 

રિપોર્ટમાં જણાવાયું કે જ્યાં સુધી અમેરિકા અને તેને આધીન પરમાણુ શક્તિઓ જોખમ બની રહેશે ત્યાં સુધી ઉત્તર કોરિયા આત્મરક્ષા માટે અને હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોતાની પરમાણુ શક્તિઓનો વિસ્તાર કરતું રહેશે. રિપોર્ટમાં 'અમેરિકાના પ્રમુખ સ્થાનો' પર હુમલા કરવાની પ્યોંગયાંગની નવી ક્ષમતાઓ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ તેમાં ઉત્તર કોરિયાને 'વિશ્વ સ્તરની પરમાણુ શક્તિ' ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઉત્તર કોરિયા અમેરિકા તરફથી યુદ્ધની ક્રુરતમ જાહેરાતનો ચોક્કસપણે જવાબ આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news