VIDEO: પાકિસ્તાનની આ જાહેરાત જોઈને સલમાન-કેટરીના પણ પેટ પકડીને હસશે

ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ'નું ગીત 'સ્વેગ સે સ્વાગત' રિલીઝ થવાની સાથે જ લોકોમાં ખુબ પોપ્યુલર થઈ ગયું હતું. આ ગીતે લાઈક્સ અને હિટ્સના મામલે અનેક રેકોર્ડ બનાવ્યાં હતાં. હવે આ ગીતની રીમેક કરતા પાકિસ્તાનની એક મોબાઈલ શોપે જાહેરાત તૈયાર કરી છે.

Viral Raval Viral Raval | Updated: Mar 4, 2018, 02:01 PM IST
VIDEO: પાકિસ્તાનની આ જાહેરાત જોઈને સલમાન-કેટરીના પણ પેટ પકડીને હસશે
તસવીર-વીડિયો ગ્રેબ

નવી દિલ્હી: ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ'નું ગીત 'સ્વેગ સે સ્વાગત' રિલીઝ થવાની સાથે જ લોકોમાં ખુબ પોપ્યુલર થઈ ગયું હતું. આ ગીતે લાઈક્સ અને હિટ્સના મામલે અનેક રેકોર્ડ બનાવ્યાં હતાં. હવે આ ગીતની રીમેક કરતા પાકિસ્તાનની એક મોબાઈલ શોપે જાહેરાત તૈયાર કરી છે. ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું જે ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે. વીડિયો પર અનેક લોકો આ અંગે ફની કોમેન્ટ આપતા જોવા મળ્યાં. કેટલાકે તો પોતાના મિત્રોને ટેગ કરીને તેમની મજાક કરી તો કોઈએ જાહેરાતમાં જોવા મળી રહેલા વ્યક્તિને રશિયાનો સલમાન ખાન ગણાવ્યો.

ચીમા મોબાઈલની જાહેરાત
મળતી માહિતી મુજબ આ વીડિયો જાહેરાત પાકિસ્તાનની એક શોપ ચીમા મોબાઈલની છે. જેને નદીમ ચીમા ફિલ્મ્સના સીઈઓએ બનાવી છે. નદીમ ચીમા, ચીમા મોબાઈલના પણ ચીફ એક્ઝિક્યુટિવ છે. પોતાની શોપના પ્રમોશન માટે તેમણે બોલિવૂડના ભાઈ એટલે કે સલમાન ખાનના સુપરહિટ સોંગ 'સ્વેગ સે સ્વાગત'નો ઉપયોગ કર્યો છે.

જો કે આમ કરવામાં તેમણે ગીતના શબ્દો બદલી નાખ્યા છે અને તેને પોતાની શોપના પ્રમોશન કરતી લાઈન્સ સાથે રિપ્લેસ કરી દીધી. એડમાં મ્યુઝિક જરૂર અસલી ગીતને જ રાખવામાં આવ્યું છે. આ ગીતના લિરિક્સ કઈક એવા છે...'યે ચીમા મોબાઈલ સેન્ટર, હો જાઓ ઈસમે એન્ટર, સીઝન સમર હોય કે વિન્ટર ડીલ કરેંગે સબસે બેટર....'

લોકોએ આપ્યાં એવા રિએક્શન

VIDEO: પાકિસ્તાનની આ જાહેરાત જોઈને સલમાન-કેટરીના પણ પેટ પકડીને હસશે

વીડિયોને અનેકવાર નદીમ ચીમાએ પોતાના ફેસબુક પ્રોફાઈલ પર શેર કર્યો છે. આ જાહેરાતને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે.