પાકિસ્તાનમાં હિંદુ મહિલાએ રચ્યો ઈતિહાસ, ચૂંટણીમાં બધાને પછાડીને બની સેનેટર

પાકિસ્તાનમાં ઈતિહાસ રચાયો છે. એક મુસ્લિમ બહુમતીવાળા દેશમાં પહેલીવાર કોઈ હિંદુ મહિલા સેનેટર પદ માટે ચૂંટાઈ આવી છે. આ પદ માટે તેમણે 12 ઉમેદવારોને હરાવ્યાં. આ ઉપલબ્ધિ મેળવનાર મહિલાનું નામ છે કૃષ્ણા કોહલી. સત્તારૂઢ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ અલ્પસંખ્યક માટેની સેનેટની એક સીટ પર તેમને ઉમેદવાર બનાવ્યાં હતાં. આ સીટ માટે 3જી માર્ચે ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં કૃષ્ણા કોહલી જીત્યાં. તેમની જીતના અહેવાલ સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેમના માટે શુભેચ્છાઓનું પૂર આવી ગયું છે.

Viral Raval Viral Raval | Updated: Mar 4, 2018, 03:40 PM IST
પાકિસ્તાનમાં હિંદુ મહિલાએ રચ્યો ઈતિહાસ, ચૂંટણીમાં બધાને પછાડીને બની સેનેટર
તસવીર--Facebook@KrishKumari

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઈતિહાસ રચાયો છે. એક મુસ્લિમ બહુમતીવાળા દેશમાં પહેલીવાર કોઈ હિંદુ મહિલા સેનેટર પદ માટે ચૂંટાઈ આવી છે. આ પદ માટે તેમણે 12 ઉમેદવારોને હરાવ્યાં. આ ઉપલબ્ધિ મેળવનાર મહિલાનું નામ છે કૃષ્ણા કોહલી. સત્તારૂઢ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ અલ્પસંખ્યક માટેની સેનેટની એક સીટ પર તેમને ઉમેદવાર બનાવ્યાં હતાં. આ સીટ માટે 3જી માર્ચે ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં કૃષ્ણા કોહલી જીત્યાં. તેમની જીતના અહેવાલ સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેમના માટે શુભેચ્છાઓનું પૂર આવી ગયું છે.

કૃષ્ણા કોલી સિંધ પ્રાંતમાં થારના નગરપારકર જિલ્લામાં એક દૂરના ગામના રહીશ છે. તેમના લગ્ન માત્ર 16 વર્ષની ઉંમરે કરી દેવાયા હતાં. આ જ  કારણે તેમનો અભ્યાાસ પણ પૂરો થઈ શક્યો નહતો. પરંતુ વિવાહ બાદ કૃષ્ણાના પતિએ તેમને ખુબ સપોર્ટ કર્યો અને આગળ ભણાવ્યાં. કૃષ્ણાવર્ષ 2005માં સામાજિક કાર્યોમાં જોડાયા. તેમના કામને જોતા વર્ષ 2007માં ઈસ્લામાબાદમાં આયોજિત ત્રીજા મેહરગઢ માનવાધિકાર નેતૃત્વ તાલિમ શિબિર માટે તેમની પસંદગી થઈ. ત્યારબાદ માનવાધિકાર કાર્યકર્તા તરીકે પાકિસ્તાનમાં મોટા ચહેરા તરીકે ઊભરી આવ્યાં.

પીપીપીએ ત્રીજીવાર પસંદ કર્યા દલિત સેનેટર
સેનેટર બનનાર કૃષ્ણા કોહલી ભલે પહેલા મહિલા હિંદુ સેનેટર હોય પરંતુ તેઓ પહેલા દલિત સેનેટર નથી. મળતી માહિતી મુજબ પહેલા બિનમુસ્લિમ સેનેટરને ઉમેદવાર બનાવવાનો શ્રેય પણ પીપીપીને જ જાય છે. જેમણે 2009માં એક દલિત ડો.ખાટૂમલ જીવનને સામાન્ય બેઠક પરથી સેનેટર તરીકે પસંદ કર્યા હતાં.  વર્ષ 2015માં પણ દલિત એન્જિનિયર જ્ઞાનીચંદની સેનેટર તરીકે પસંદગી થઈ હતી. તેમને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ જનરલ સીટ પરથી ઊભા રાખ્યા હતાં.

 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close