મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી સઈદ વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે પાકિસ્તાન 'એકદમ ચૂપ'

પાકિસ્તાને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ગણાતા હાફિઝ સઈદ વિરુદ્ધ કાર્યવાહીને લઈને ગુરુવારે એકદમ ચૂપ્પી સાંધી લીધી. 

Viral Raval Viral Raval | Updated: Jan 12, 2018, 08:38 AM IST
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી સઈદ વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે પાકિસ્તાન 'એકદમ ચૂપ'
ફાઈલ તસવીર

ઈસ્લામાબાદ: પાકિસ્તાને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ગણાતા હાફિઝ સઈદ વિરુદ્ધ કાર્યવાહીને લઈને ગુરુવારે એકદમ ચૂપ્પી સાંધી લીધી. તેણે કહ્યું કે તે પોતાની 'આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ'ને ખુબ ગંભીરતાથી લે છે. વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે પોતાની સાપ્તાહિક બ્રિફિંગ દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું કે પાકિસ્તાન સઈદ સહિત સૂચીબદ્ધ  વ્યક્તિઓ અને સમૂહો વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોને લાગુ કરવા અંગે ગંભીર છે. 

તેમણે કહ્યું કે જ્યાં સુધી હાફિઝ સઈદનો સંબંધ છે તો પાકિસ્તાન પોતાની જવાબદારીઓને ખુબ ગંભીરતાથી લેક છે. અમે સૂચિબદ્ધ વ્યક્તિઓ અને સંસ્થાઓની સંપત્તિઓને ફ્રીઝ કરવાની, હથિયારો પર પ્રતિબંધ અને પ્રવાસ પર રોક સંબંધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધોને લાગુ કરી રહ્યાં છીએ. પાકસ્તાને પ્રતિબંધિત લશ્કર એ તૈયબાના સંગઠન જમાત ઉદ દાવાના ફાળો ભેગો કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 

ફૈસલે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર સહિત ભારતના તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત માટે તૈયાર છે પરંતુ "આ અંગે કશું કરી શકાય નહીં." કારણ કે ભારત વાર્તા માટે તૈયાર નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાન સતત કહી રહ્યું છે કે તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમાધાન માટે એક સમગ્ર પરિણામ ઉન્મુખ, નિર્વિધ્ન વાતચીતના માધ્યમથી આગળ વધી શકાય છે. 

હાફિઝ સઈદની તસવીરવાળા કેલેન્ડર પર અમેરિકાની ચેતવણી
હાલમાં જ પાકિસ્તાનના એક અખબારે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદની તસવીરવાળુ કેલેન્ડર છાપ્યું હતું. આ કેલેન્ડરમાં અમેરિકા દ્વારા ઈનામ જાહેર કરાયેલા વોન્ટેડ આતંકીની મોટી તસવીર લગાવવામાં આવીહતી જેના પર અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ફટકાર અને સૈન્ય મદદ રોકી દીધા બાદ પાકિસ્તાને પોતાની ધરતી પર હાજર આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરતા મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત ઉદ દાવા અને ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન સહિત 72 પ્રતિબંધિત સંગઠનોને બ્લેકલિસ્ટેડ  કર્યા છે.