પાકિસ્તાનઃ ટ્રાન્સજેન્ડર માટે ખુલી પ્રથમ શાળા, 30 લોકોએ લીધો પ્રવેશ

પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે અહીં પ્રથમ સ્કૂલ ખુલી છે. ડોનની રિપોર્ટ પ્રમાણે, એક બિન સરકારી સંગઠન (એનજીઓ) એક્સપ્લોરિંગ ફ્યૂચર ફાઉન્ડેશન (ઈએફએફ)એ રવિવારે ધ જેન્ડર ગોર્ડિયન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું હતું.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Apr 16, 2018, 05:49 PM IST
પાકિસ્તાનઃ ટ્રાન્સજેન્ડર માટે ખુલી પ્રથમ શાળા, 30 લોકોએ લીધો પ્રવેશ
ફાઇલ ફોટો

લાહોરઃ પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે અહીં પ્રથમ સ્કૂલ ખુલી છે. ડોનની રિપોર્ટ પ્રમાણે બિન સરકારી સંગઠન (એનજીઓ) એક્સપ્લોરિંગ ફ્યૂચર ફાઉન્ડેશન (ઈએફએફ) રવિવારે ધ જેન્ડર ગોર્ડિયન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઈએફએફની આ પ્રકારની આ પ્રથમ પરિયોજના છે. ઈએફએફના મેનેજિંગ ડિરેક્ટર મોઇજાહ તારિકે કહ્યું, સ્કૂલમાં પ્રવેશ લેનારા ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને અમે કૌશલ આધારિત પ્રશિક્ષણ અને પાઠ્યક્રમ ઉપલબ્ધ કરાવશું. 

તેમણે કહ્યું, તેમાંથી વધુએ કોસ્મેટિક, ફેશન ડિઝાઇનિંગ, ભરતકામ અને સિલાઇ શિખવાની સાથે ફેશન ઉદ્યોગમાં રૂચી દર્શાવી છે, જ્યારે કેટલાકે ગ્રાફિક ડિઝાઇન અને પાક કલામાં રૂચી દર્શાવી છે. સ્કૂલના માલિક આસિફ શહજાદે કહ્યું કે, 30 લોકોએ શાળામાં પ્રવેશ મેળવવા માટે નામ નોંધાવ્યું છે. 

તેમણે જણાવ્યું કે, ઈન્ડોનેશિયામાં 2016માં એક ટ્રાન્સજેન્ડર સ્કૂલ પર બોંબ વિસ્પોટને જોઈને હું ચોંકી ગયો હતો. વિશ્વમાં કોઈપણ ઈસ્લામિક દેશમાં આ પ્રકારની આ પ્રથમ સ્કૂલ હતી. ત્યારબાદ અમે તેને શિક્ષિત કરવાનો અને મુખ્યધારામાં લાવવાનો નિર્ણય લીધો. વિદ્યાર્થીઓને ડિપ્લોમાં કોર્સ કરાવવાની યોજના છે, જેથી તે નોકરી કરી શકે કે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને એનજીઓ બંન્ને મામલામાં તેની મદદ કરશે. 

સ્કૂલમાં પ્રવેશ લેવા માટે કોઇ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ડોન અનુસાર, 2017માં છઠ્ઠી જનસંખ્યા તથા આવાસની ગણતરીમાં પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર સમુદાયની વસ્તી 10,418 જણાવવામાં આવી હતી. પંજાબ પ્રાંતમાં દેશના ટ્રાન્સજેન્ડર સમુદાયની કુલ વસ્તીના 64.4 ટકા લોકો રહે છે. 

પ્રથમવાર દેખાઇ ટ્રાન્સજેન્ડર એન્કર
પાકિસ્તાનમાં પ્રથમવાર એક ટ્રાન્સજેન્ડરને એન્કરના રૂપમાં પસંદ કરવામાં આવી છે.  આ એન્કરે હાલમાં તેનું પ્રથમ ન્યૂઝ બુલેટિન વાંચ્યું હતું. લોકોએ તેને જ્યારે ટીવી પર જોઈ ત્યારે ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયામાં આને લઈને ખૂબ ચર્ચા થઈ હતી. ટ્વીટર પર લોકોએ પાકિસ્તાન ચેનલ દ્વારા એક ટ્રાન્સજેન્ડરને પસંદ કરીને તેને એન્કર બનાવવા માટે તેની પ્રશંસા કરી હતી. યૂજર્સે તેને એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું. સોશિયલ મીડિયાની સાતે દુનિયાભરના મૂડિયામાં પણ પાકિસ્તાની ચેનલની એન્કર ચર્ચામાં છે. 

આ ચેનલે કરી ટ્રાન્સજેન્ડરની પસંદગી
જાણકારી પ્રમાણે, પાકિસ્તાનની એક ખાનગી ટીવી ન્યૂઝ ચેનલ કોહેનૂર ન્યૂઝ પર શુક્રવારે એક ટ્રાન્સજેન્ડર એન્કરે ન્યૂઝ બુલેટિન વાંચ્યું. પાકની આ પ્રથમ ટ્રાન્સજેન્ડર એન્કરનું નામ માવિયા મલિક જાણવા મળી રહ્યું છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close