જોર્ડનમાં ભારત માતા કી જયનાં નારા લાગ્યા: જોર્ડન કિંગે પોતે કર્યું મોદીનું સ્વાગત

વડાપ્રધાન પેલેસ્ટાઇન ઉપરાંત જોર્ડન, સંયુક્ત આરબ અમિતાર અને ઓમાનની પણ મુલાકાત લેશે

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 9, 2018, 11:08 PM IST
જોર્ડનમાં ભારત માતા કી જયનાં નારા લાગ્યા: જોર્ડન કિંગે પોતે કર્યું મોદીનું સ્વાગત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પેલેસ્ટાઇન અને પશ્ચિમ એશિયાની ચાર દિવસની યાત્રા પર જવા માટે રવાના થયા. તેઓ જોર્ડન, સંયુક્ત અરબ અમીરાત અને ઓમાન પણ જશે. પોતાની પહેલા ચરણમાંવડાપ્રધાન જોર્ડનની રાજધાની ઓમાન પહોંચ્યા. ઓમાન પહોંચ્યા બાદ તેમનાં સ્વાગત માટે જોર્ડનનાં કિંગ જોર્ડનનાં કિંગ અબ્દુલ્લા દ્વિતીય હાજર હતા. વડાપ્રધાન ત્યાં રહી રહેલા ભારતીયોને પણ મળ્યા. વડાપ્રધાને મુલાકાત દરમિયાન ત્યાં હાજર ભારતીયોએ ભારત માતા કી જયનાં નારા લગાવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોર બાદ ઓમાન પહોંચ્યા. હવાઇ મથક પર તેમની આગેવાની ખુદ જોર્ડન કિંગ અબ્દુલ્લા દ્વિતિયએ કરી હતી. ત્યાર બાદ બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય ચર્ચા પણ થઇ હતી. મંત્રણા બાદ વડાપ્રધાને કહ્યું કે, બંન્ને દેશોની વચ્ચે એક શાનદાર અને યાદગાર મુલાકાત થઇ છે. તેમની આ વાર્તા ભારત અને જોર્ડનનાં સંબંધો અને વધારે મજબુતી પ્રદાન કરશે.

ત્યાર બાદ વડાપ્રધાન ત્યાં રહેલા ભારતીય સમુદાયનાં લોકો સાથે મુલાકાત કરી. મુલાકાત દરમિયાન ભારતીયોએ ભારત માતા કી જયનાં નારા લગાવ્યા હતા. શનિવારે સવારેવડાપ્રધાને પેલેસ્ટાઇન માટે રવાના થશે. ત્યાં તેઓ રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસ સાથે મુલાકાત કરશે. પેલેસ્ટાઇનની યાત્રા પર વડાપ્રધાને એક ટ્વીટ સંદેશમાં કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ અબ્બાસ સાથે ચર્ચા કરવા કરવા અને પેલેસ્ટાઇનનાં લોકો તથા પેલેસ્ટાઇનનાં વિકાસ પ્રત્યે અમારા સમર્થનની ફરીથી પૃષ્ટી કરવાની રાહ જોઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ત્રણ દેશ ઓમાન, પેલેસ્ટાઇન, યુએઇની ચાર દિવસની મુલાકાત પર શુક્રવારે રવાનાં થયા હતા. વડાપ્રધાને ગુરૂવારે કહ્યું કે, ભારત માટે ખાડી અને પશ્ચિમ એશિયા ક્ષેત્ર મુખ્ય પ્રાથમિકતા છે અને તેમની આ મુલાકાત આ ક્ષેત્રમાં ભારતનાં સંબંધો વધારે મજબુત કરશે.