84 લાખ આપીને પણ ફસાયા US રાષ્ટ્રપતિ, પોર્ન સ્ટારે કર્યો કેસ

થોડા દિવસ પહેલા જ એક પોર્ન સ્ટાર સાથેના સંબંધને લઈને ચર્ચામાં આવેલા ટ્રમ્પ ફરીથી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે.

Viral Raval Viral Raval | Updated: Mar 7, 2018, 03:04 PM IST
84 લાખ આપીને પણ ફસાયા US રાષ્ટ્રપતિ, પોર્ન સ્ટારે કર્યો કેસ
ફાઈલ તસવીર

લોસ એન્જલસ: અમેરિકાના રાષ્ટ્રપતિ પદે બિરાજમાન થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. થોડા દિવસ પહેલા જ એક પોર્ન સ્ટાર સાથેના સંબંધને લઈને ચર્ચામાં આવેલા ટ્રમ્પ ફરીથી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. પોર્ન ફિલ્મોની અભિનેત્રી સ્ટેફની ક્લિફોર્ડે અમેરિકી રાષ્ટ્રપતિ પર કેસ દાખલ કર્યો છે. આ સાથે જ અભિનેત્રીએ કેલિફોર્નિયાના જજ પાસે વર્ષ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીના થોડા દિવસો પહેલા જ હસ્તાક્ષર કરાયેલા નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટને પણ રદ કરવાની માગણી કરી છે.

લોસ એન્જલસમાં આજે (7માર્ચ)ના રોજ દાખલ કરવામાં આવેલા કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સમજૂતિ 'ગેરકાયદેસર અને કોઈ પણ પરિણામ ન આપનારી' છે. કેસમાં પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડે કોહેને ઉપર પોતાનું 'મોઢું બંધ રાખવાની ધમકી આપવાનો આરોપ' પણ લગાવ્યો છે.

પોર્ન સ્ટારનો દાવો-બંને વચ્ચે હતા સંબંધ
સ્ટેફની ક્લિફોર્ડ ઉર્ફે સ્ટોર્મી ડેનિયલે દાવો કર્યો છે કે ટ્રમ્પ અને તેની વચ્ચે એકવાર શારીરિક સંબંધ બંધાયા હતાં અને લાંબા સમય સુધી બંને વચ્ચે સંબંધ પણ રહ્યો હતો. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ તેમણએ પોતાના વકીલ દ્વારા બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાતને નકારી હતી.

સમાધાન માટે અપાયા હતાં 1,30,000 ડોલર
ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને કહ્યું કે તેમણે પોર્ન સ્ટારને 1,30,000 ડોલર એટલે કે લગભગ 84 લાખ રૂપિયા સમાધાન પેટે આપ્યા હતાં. અત્રે જણાવવાનું કે આ રકમ તે એગ્રીમેન્ટનો ભાગ હતી.