16 વર્ષની ઉંમરે થયો બળાત્કાર, શા માટે 32 વર્ષ સુધી મૌન રહી પદ્માલક્ષ્મી, જાણો

તાજેતરમાં જ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી એક ટ્વીટ બાદ અમેરિકાની મોડલ અને લેખિકા પદ્માલક્ષીએ પોતાની સાથે થયેલી ઘટનાનો ખુલાસો કર્યો છે

16 વર્ષની ઉંમરે થયો બળાત્કાર, શા માટે 32 વર્ષ સુધી મૌન રહી પદ્માલક્ષ્મી, જાણો

ન્યુયોર્કઃ અમેરિકાની મોડલ અને લેખિકા પદ્માલક્ષ્મીએ લગભગ 32 વર્ષ બાદ હવે ખુલાસો કર્યો છે કે, માત્ર 16 વર્ષની કુમળી વયે તેના ઉપર બળાત્કાર થયો હતો. ન્યુયોર્ક ટાઈમ્સ અખબારમાં લખેલા એક લેખમાં અમેરિકાની ટીવી એન્કરે આટલા લાંબા સમય સુધી આ ઘટના અંગે મૌન બાબતે ખુલાસો કર્યો છે. 

પદ્માલક્ષ્મીએ લખ્યું છે કે, લોસ એન્જેલસના સબઅર્બમાં તે જ્યારે રહેતી હતી ત્યારે તેણે એક 23 વર્ષના 'ચાર્મિંગ અને હેન્ડસમ' યુવક સાથે ડેટિંગ શરૂ કર્યું હતું. કેટલાક મહિનાના ડેટિંગ બાદ નવા વર્ષની રાત્રે તેના ઉપર એ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. 

તાજેતરમાં જ અમેરિકાની સુપ્રીમ કોર્ટના નોમિની બ્રેડ કાવાનોઘ સામે થયેલા જાતિય અત્યાચારાના આરોપો બાદ પદ્માલક્ષ્મીને પોતાની સાથે થયેલી એ ઘટનાની યાદો તાજી થઈ હતી. અમેરિકન મોડેલ કે જે લેખક સલમાન રશદીની પૂર્વ પત્ની પણ છે તેણે ન્યૂયોર્ક ટાઈમ્સના લેખમાં લખ્યું છે કે, તે સમજી શકે છે કે શા માટે ક્રિસ્ટિન બ્લેઝી ફોર્ડ અને દેબોરાહ રેમિરેઝે તેમની સાથે થયેલી ઘટનાનો આટલો મોડો ખુલાસો કર્યો છે. 

આ બાબતને સમજાવવા માટે તેણે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટ્વીટનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં ટ્રમ્પે સવાલ કર્યો છે કે શા માટે ડો. ફોર્ડે તેના ઉપરી સામે વર્ષો અગાઉ ફરિયાદ ન કરી કે આ બાબતનો ખુલાસો ન કર્યો. ટ્રમ્પે લખ્યું છે કે, 'મને એ બાબતે જરા પણ શંકા નથી, જે પ્રમાણે ડો. ફોર્ડે જણાવ્યું છે કે તેના પર હુમલો થયો છે, તેમનાં આરોપોને આધારે તાત્કાલિક દોરણે સ્થાનિક સત્તામંડળોએ ફરિયાદ દાખળ કરવી જોઈએ. હું તેને જણાવ્યું છે કે, ફરિયાદની એ નકલો આગળ મોકલી આપે, જેથી અમે સમય, તારીખ અને સ્થળ અંગે જાણી શકીએ.'

પદ્માલક્ષ્મીએ જણાવ્યું કે, સાત વર્ષ પહેલાં થયેલી એક ઘટના આ બાબતે મૌન રહેવા અને તેની માતાને પણ ન જણાવવા માટે જવાબદાર છે. તેના સાવકા પિતાના એક સંબંધિએ તે જ્યારે સાત વર્ષની ઉંમરની હતી ત્યારે તેની સાથે અશ્લીલ છેડછાડ કરી હતી. તેણે જ્યારે આ ઘટના અંગે તેની માતાને જાણ કરી તો તેની માતાએ તેને તાત્કાલિક ધોરણે દાદા-દાદી પાસે એક વર્ષ સુધી રહેવા માટે ભારત મોકલી આપી હતી. 

આ અનુભવમાંથી તેણે બોધપાઠ લીધો કે, 'જો તમે બોલો છો તો, તેનું પરિણામ તમારે જ ભોગવવું પડે છે.' આથી કોના ઉપર વિશ્વાસ મુકવો એ બાબતે પણ સવાલ ઊભા થાય છે. પદ્માલક્ષ્મીએ લખ્યું છે કે, તેની સાથે થયેલી બળાત્કારની ઘટના પહેલાં તેનું કૌમાર્ય ભંગ થયું ન હતું, એટલે કે તે વર્જિન હતી. અત્યારે આ કમનસીબ ઘટના અંગે લખવાના કારણ વિશે પદ્માલક્ષ્મીએ જણાવ્યું છે કે, 'આપણી દિકરીઓઓ તેમની સાથે થયેલી આવી ઘટનાઓ અંગે ક્યારેય ભયની લાગણી કે શરમની લાગણી ન અનુભવવી જોઈએ.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news