ટ્રમ્પનો ફિયાસ્કો, ઉત્તરકોરિયાએ નવા 16 પરમાણુ મિસાઇલના બેઝ બનાવ્યા

ઉત્તર કોરિયા ભલે અગાઉ પરમાણુ હથિયારોના અભિયાનથી પાછળ હટવાની વાત કરતી હોય, પરંતુ હકીકત તેનાથી સંપુર્ણ અલગ છે. નવા સેટેલાઇટ તસ્વીરોથી તે વાત સામે આવી છે કે ઉત્તર કોરિયા 16 ગુપ્ત સ્થળો પર બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને આગળ વધારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મીટિંગ દરમિયાન ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ ઉને પરમાણુ નિરસ્ત્રીકરણની વાત કરી હતી. એવામાં તેના આ અભિયાનથી કિમજોંગ ઉન પોતાનું વચન વિરુદ્ધ ગયા હોવાનું જણાવાઇ રહ્યું છે. 
ટ્રમ્પનો ફિયાસ્કો, ઉત્તરકોરિયાએ નવા 16 પરમાણુ મિસાઇલના બેઝ બનાવ્યા

વોશિંગ્ટન : ઉત્તર કોરિયા ભલે અગાઉ પરમાણુ હથિયારોના અભિયાનથી પાછળ હટવાની વાત કરતી હોય, પરંતુ હકીકત તેનાથી સંપુર્ણ અલગ છે. નવા સેટેલાઇટ તસ્વીરોથી તે વાત સામે આવી છે કે ઉત્તર કોરિયા 16 ગુપ્ત સ્થળો પર બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને આગળ વધારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મીટિંગ દરમિયાન ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ ઉને પરમાણુ નિરસ્ત્રીકરણની વાત કરી હતી. એવામાં તેના આ અભિયાનથી કિમજોંગ ઉન પોતાનું વચન વિરુદ્ધ ગયા હોવાનું જણાવાઇ રહ્યું છે. 

સેટેલાઇટ તસ્વીરમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, ઉત્તર કોરિયા મોટા પરમાણુ અભિયાનમાં જોડાયેલું છે. ઉત્તકોરિયાનાં એક મોટા લોન્ચિંગ સાઇટને ખતમ કરવાની વાત કરી હતી, જેને તેણે હાલમાં જ તૈયાર કર્યા હતા. જો કે હવે તેણે તેને અટકાવતા આશરે એક ડઝલ નવી સાઇટ્સને પણ ડેવલપ કરવાનું ચાલુ કર્યું છે. અખબારી અહેવાલ અનુસાર ઉતર કોરિયા એકવાર ફરીથી પરંપરાગત હથિયારોનો ખજાનો તૈયાર કરવા લાગ્યું છે. 

ઉત્તર કોરિયામાં બેલેસ્ટિક મિસાઇલોનો બેઝ મેળવો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં તે વચનોની વિપરિત છે, જેમાં તેમણે કહ્યું હતું કે, તેમની ડિપ્લોમસીના કારણે કિમ જોંગ ઉન પરમાણુ નિસસ્ત્રીકરણની તરફ આગળ વધી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કિમ જોંગ ઉન ઘણીવાર પરમાણુ હુમલા થકી અમેરિકાને બર્બાદ કરવાની ધમકી પણ ઉચ્ચારી ચુક્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news