રૂઢીવાદીઓનાં કારણે અમારી પેઢી અને દેશને ઘણુ નુકસાન થયું, મહિલાઓને સમાનતા જરૂરી: સાઉદી પ્રિન્સ

જો કે હવે મહિલાઓને છૂટછાટ આપવા ઉપરાંત સમાન વેતન માટેનાં નિયમો અંગે પણ વિચારણાં છે

રૂઢીવાદીઓનાં કારણે અમારી પેઢી અને દેશને ઘણુ નુકસાન થયું, મહિલાઓને સમાનતા જરૂરી: સાઉદી પ્રિન્સ

વોશિંગ્ટન : સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સોમવારે અમેરિકા પહોંચ્યા. અહીં તેઓ 17 દિવસની મુલાકાતમાં તેઓ મંગળવારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. રવિવારે એક અમેરિકન ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સલમાનને સાઉદી વિશે એક તીખો સવાલો પુછવામાં આવ્યા હતા. તેઓએ મહિલાઓને લઇને સાઉદીમાં ચાલી રહેલા પોતાનાં વલણ સામે પોતાનો મત્ત રજુ કર્યો હતો.

પ્રિન્સ સલમાને કહ્યું કે, સાઉદી અરેબિયાની શરૂઆતથી જ રૂઢીવાદ ઇસ્લામની રાહે ચાલી રહ્યું છે. જે બિન મુસ્લિમોથી સાવધાન રહેવાનું શીખવે છે, મહિલાઓને તેમનાં મૂળભુત અધિકારોથી દુર રાખે છે અને લોકોનાં સામાજિક જીવન પર અનેક પ્રતિબંધો લગાવે છે, કારણ કે તેઓ ફિલ્મ નથી જોઇ શકતા. થિયેટર નથી જઇ શકતા અને ગીતો પણ સાંભળી નથી શકતી. તેઓએ આ પ્રતિબંધનાં કારણે અમારી પેઢીને સૌથી વધારે ભોગવવાનું આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉદીમાં 1979માં રૂઢીવાદી લહેરનાં કારણે મનોરંજનનાં તમામ સાધનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા. જો કે તેમનાં વિઝન 2030 હેઠળ પ્રિન્સ સલમાન સાઉદીને સોફ્ટ ઇસ્લામ તરફ લઇ જવા ઇચ્છે છે. હાલમાં જ તેઓએ દેશમાં મનોરંજનનાં સાધો શરૂ કરવા માટેનો આદેશ આપ્યો છે. મહિલાઓનાં અધિકાર વિશે પુછતા તેમણે કહ્યું કે,મહિલાઓ સંપુર્ણ રીતે પુરૂષ સમોવડી છે. અંતે આપણે મનુષ્ય છીએ. જેનાં અનુસાર મહિલાઓ અને પુરૂષોમાં કોઇ જ ફરક નથી.

પ્રિન્સે કહ્યું કે, સરકાર ટુંક સમયમાં જ મહિલાઓ અને પુરૂષોને સરખુ વેતન આપવાનો નિયમ બનાવવા માટેનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઉન પ્રિન્સ બનાવ્યા બાદથી જ સલમાને મહિલાઓ પર લાગુ કરેલા અનેક કડક નિયમો ખતમ કરી દીધા છે. કાયદામાં ફેરફારનાં કારણે હવે સાઉદીમાં મહિલાઓએ કાર ડ્રાઇવિંગ, સ્ટેડિયમમાં એન્ટ્રી, પોતાની મરજીથી બિઝનેસ ચાલુ કરવા અને પહેરવેશ બાબતે આઝાદી આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news