Stephen Hawking death : સ્ટીફન હોકિંગ મોતને મુઠ્ઠીમાં લઇ ચાલ્યા, ઘણા રહસ્યો ઉકેલ્યા, જાણો

ખ્યાતનામ ભૌતિકવિદ્દ સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે નિધન થયું છે. પરંતુ જીવનભર અનેક હાડમારીઓ વચ્ચે જીવન જીવનાર સ્ટીફન હોકિંગનું જીવન સૌના માટે પ્રેરણાદાયી છે. તબીબોએ તો એમના જીવવાની આશા સામે સવાલ ઉભા કર્યા હતા. પરંતુ દ્રઢ મનોબળ અને આત્મ વિશ્વાસથી એમણે તબીબોને તો ખોટા ઠેરવ્યા સાથોસાથ ભલે તેઓનું શરીર લકવાગ્રસ્ત હતું પરંતુ બ્રહ્માંડના અનેક રહસ્યો પણ ઉકેલ્યા. 

Haresh Suthar Haresh Suthar | Updated: Mar 14, 2018, 12:10 PM IST
Stephen Hawking death : સ્ટીફન હોકિંગ મોતને મુઠ્ઠીમાં લઇ ચાલ્યા, ઘણા રહસ્યો ઉકેલ્યા, જાણો

નવી દિલ્હી : ખ્યાતનામ ભૌતિકવિદ્દ સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે નિધન થયું છે. પરંતુ જીવનભર અનેક હાડમારીઓ વચ્ચે જીવન જીવનાર સ્ટીફન હોકિંગનું જીવન સૌના માટે પ્રેરણાદાયી છે. તબીબોએ તો એમના જીવવાની આશા સામે સવાલ ઉભા કર્યા હતા. પરંતુ દ્રઢ મનોબળ અને આત્મ વિશ્વાસથી એમણે તબીબોને તો ખોટા ઠેરવ્યા સાથોસાથ ભલે તેઓનું શરીર લકવાગ્રસ્ત હતું પરંતુ બ્રહ્માંડના અનેક રહસ્યો પણ ઉકેલ્યા. 

જાણીતા વૈજ્ઞાનિક ભૌતિકવિદ્દ અને કોસ્મોલોજિસ્ટ સ્ટીફન હોકિંહનું 76 વર્ષની વયે નિધન થયું છે. પરિવારે આ વાતને સમર્થન આપ્યું છે. સ્ટીફનના બાળકોમાં લૂસી, રોબર્ટ અને ટીમે પિતાના મોત અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી છએ. એક નિવેદનમાં કહ્યું કે, અમે પિતાના નિધનથી ઘણા વ્યથિત અને દુખી છીએ. તેઓ એક મહાન વૈજ્ઞાનિકની સાથોસાથ તેઓ એક પ્રભાવશાળી અને લાગણીશીલ વ્યક્તિ હતા. એમના કાર્યો અને વિરાસત હંમેશા જીવંત રહેશે. તેઓ સદાય પ્રેરણા આપતા રહેશે પિતાના જવાથી અમને મોટી ખોટ પડી છે. 

અ બ્રીફ ઓફ હિસ્ટ્રી ઓફ ટાઇમ...
સ્ટીફન હોકિંગનો જન્મ 8 જાન્યુઆરી 1942માં  ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં થયો હતો. તે ભૌતિક વૈજ્ઞાનિક, બ્રહ્યાંડ વિજ્ઞાની અને લેખક હતા. તે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સેન્ટર ફોર થિયેરોટીકલ કોસ્મોલોજીના રિસર્ચ વિભાગના ડાયરેક્ટર હતા. તેમણે હોકિંગ રેડિએશન, પેનરોડ હોકિંગ થિયોરમ્સ, બેકેસ્ટીન હોકિંગ ફોર્મ્યુલા, હોકિંગ એનર્જી સહિત ઘણા મહત્વના સિધ્ધાંત આપ્યા હતા. એમના ઘણા કાર્યો સંશોધન માટે મહત્વના સાબિત થયા છે. સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેંગ સિધ્ધાંત સમજાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

બ્રહ્માંડના અનેક રહસ્યો ઉકેલ્યા
એમની પાસે 12 જેટલી માનદ ડિગ્રીઓ હતી. એમને અમેરિકાની સૌથી ઉચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા હતા. બ્રહ્માંડના રહસ્યો પરનું એમનું પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ ઘણું ચર્ચાસ્પદ રહ્યું હતું. આ પુસ્તકમાં એમણે બિગ બેંગ સિધ્ધાંત, બ્લેક હોલ, પ્રકાશ શંકુ અને બ્રહ્માંડના વિકાસ અંગે ઘણી મહત્વની બાબતો અંગે પ્રકાશ પાડ્યો હતો. એમના આ સંશોધને જાણે દુનિયામાં તહેલકો મચાવી દીધો હતો. એમના આ પુસ્તકની અંદાજે એક કરોડ કરતાં પણ વધુ નકલ વેચાઇ હતી. 

મોટર ન્યૂરોન બિમારીથી પીડાતા હતા
સ્ટીફન હોકિંગ મોટર ન્યૂરોન બિમારીથી પીડાતા હતા. આ બિમારીમાં એમનું સમગ્ર શરીર લકવાગ્રસ્ત હતું. તેઓ માત્ર પોતાની આંખો મારફતે જ ઇશારાથી વાત કરી શકતા હતા. આ બિમારી અંગે 1963માં જાણકારી મળી હતી. જોકે ત્યારે તબીબોએ કહ્યું હતું કે સ્ટીફન માત્ર બે વર્ષ જીવતા રહી શકશે પરંતુ પોતાના આત્મ વિશ્વાસ અને દ્રઢ મનોબળથી તેઓ આગળ અભ્યાસ કરતા ગયા અને એક મહાન વૈજ્ઞાનિક તરીકે ખ્યાતિ પામ્યા અને મોતને હાથ તાળી આપતા રહ્યા. 

આલ્બર્ટ આઇન્સ્ટાઇનના અનુગામી બન્યા
માત્ર 32 વર્ષની ઉંમરે વર્ષ 1974માં હોકિંગ બ્રિટનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીના સૌથી નાની ઉંમરના સભ્ય બન્યા હતા. પાંચ વર્ષ બાદ એમને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસરના રૂપમાં નિયુક્તિ આપવામાં આવી હતી. આ પદ પર અગાઉ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન કામ કરી ચૂક્યા હતા. 

આખુ શરીર હતું લકવાગ્રસ્ત
સ્ટીફન હોકિંગનું આખું શરીર લકવાગ્રસ્ત હતું, તેઓ જાતે હલનચલન પણ કરી શકતા ન હતા. એમના મગજ સિવાય અન્ય તમામ બરોબર કાર્ય કરી શકતા ન હતા. જોકે હોકિંગનો આત્મવિશ્વાસ ગજબનો હતો. તેઓએ એક ખાસ ચેર બનાવી હતી. જે ખાસ હતી. જેમાં વિશેષ પ્રકારના ઉપકરણ લગાવાયા હતા. જેની મદદથી તેઓ રોજીંદા કામ ઉપરાંત પોતાના સંશોધન કાર્ય કરતા હતા. આ ઉપકરણો સ્ટીફન હોકિંગની ભાવનાઓને અભિવ્યક્ત કરવામાં મદદ કરતા હતા.