કિમ જોંગ સાથેની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાતથી પેન્ટાગોન પણ હેરાન !

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચેની સિંગાપોર બેઠક સારી રહી, જોકે સૈન્ય અભ્યાસ બંધ કરવાને લઇને પેન્ટાગોનમાં પણ આંશિક મતભેદ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. 

Updated: Jun 13, 2018, 12:21 PM IST
કિમ જોંગ સાથેની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાતથી પેન્ટાગોન પણ હેરાન !

વોશિંગ્ટન : અમેરિકા અને ઉત્તર કોરિયાના બે દિગ્ગજ નેતાઓની શાંતિ બેઠકને લઇને વિશ્વમાં જાણે રાહતનો દમ લેવાયો છે. જોકે આ બેઠક બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરિયાઇ પ્રાયદ્વિપમાં સૈન્ય અભ્યાસ બંધ કરવાની જાહેરાત કરતાં ન માત્ર એમના સહયોગી દેશો પણ ખુદ પેન્ટાગોન પણ અચંબિત થયું હતું. 

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ મુલાકાત : વિશ્વ મોટું પરિવર્તન જોશે, અમે ફરી મળીશું...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે મંગળવારે સિંગાપોર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં બંને દેશોએ બેઠક ધાર્યા કરતાં વધુ સારી રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરંતુ અમેરિકી પ્રમુખે કરેલી એક જાહેરાતને લઇને અન્ય દેશો તો ઠીક પરંતુ અમેરિકી પેન્ટાગોન પણ હેરાન રહ્યું છે. જોકે ટ્રમ્પની આ જાહેરાતના કેટલાક કલાકો બાદ દક્ષિણ કોરિયામાં તૈનાત અમેરિકી સૈનિકાએ કહ્યું કે, હજુ તેઓ સૈન્ય અભ્યાસની તૈયારીઓ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ મામલે કોઇ નિર્દેશ નહીં મળે ત્યાં સુધી તેઓ આ ચાલુ જ રાખશે. 

આ પણ વાંચો : સિંગાપુરમાં ઐતિહાસિક બેઠક પૂર્ણ, પરમાણુ નિશસ્ત્રીકરણ મુદ્દે યોજાઇ ચર્ચા

અહીં નોંધનિય છે કે, અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના વણસેલા સંબંધોને લઇને અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સૈન્ય સમજૂતી થઇ હતી અને એ અંતર્ગત વર્ષ 2015 થી અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે થનાર સૈન્ય અભ્યાસને Ulchi Freedom Guardain (UFG) કહેવામાં આવે છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close