ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશપ્રધાન રેક્સ ટિલરસનને હટાવ્યા, CIA પ્રમુખ માઇક પોમ્પિયો લેશે તેનું સ્થાન

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જાણકારી આપી માઇક પોમ્પિયોની જગ્યાએ સીઆઈએના નવા પ્રમુખ જીના હાસ્પેલ હશે. ટ્રમ્પે જણાવ્યું કે જીના હાસ્પેલ અમેરિકાની પગેલી મહિલા સીઆઈએ પ્રમુખ હશે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 13, 2018, 07:22 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશપ્રધાન રેક્સ ટિલરસનને હટાવ્યા, CIA પ્રમુખ માઇક પોમ્પિયો લેશે તેનું સ્થાન
રેક્સ ટિલરસન (ફાઇલ ફોટો - સાભાર રોયટર્સ)

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશપ્રધાન રેક્સ ટિલરસનને તેમના પદેથી હટાવી દીધા છે. તેમનું સ્થાન સીઆઈએના નિદેશક માઇક પોમ્પિયો લેશે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જાણકારી આપી કે માઇક પોમ્પિયોની જગ્યાએ સીઆઈએના નવા પ્રમુખ જીના હાસ્પેલ બનશે. ટ્રમ્પે જણાવ્યું કે જીના હાસ્પેલ અમેરિકાની પહેલી મહિલા સીઆઈએ પ્રમુખ બનશે. 

ટ્રમ્પે ટ્વીટ કર્યું, '' માઇક પોમ્પિયો, સીઆઈના નિદેશન અમારા નવા વિદેશ મંત્રી બનશે. તે શાનદાર કાર્ય કરશે.'' તેમણે લખ્યું, રેક્સ ટિલરસનને તેમની સેવાઓ માટે ધન્યવાદ. ગિના હાસપેલ સીઆઈએની નવા પ્રમુખ હશે અને તે આ પદ પર પસંદ થનારી પ્રથમ મહિલા હશે. તમામને શુભેચ્છાઓ..