માલદીવ સંકટ ગંભીર: 2 ભારતીય પત્રકારોની ધરપકડ કરવામાં આવી

માલદીવ સંકટમાં બે ભારતીય પત્રકારોની પણ ધરપકડ કરવામાં આવી છે. પત્રકાર પ્રખ્યાત ન્યૂઝ એજન્સી એએફપી માટે કામ કરતા હતા. અહેવાલો અનુસાર અમૃતસરનાં મની શર્મા અને લંડનનાં રહેવાસી ભારતીય મુળનાં પત્રકાર આતિશ રાવજી પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. તેને માલદીવની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 9, 2018, 08:46 PM IST
માલદીવ સંકટ ગંભીર: 2 ભારતીય પત્રકારોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી : માલદીવ સંકટમાં બે ભારતીય પત્રકારોની પણ ધરપકડ કરવામાં આવી છે. પત્રકાર પ્રખ્યાત ન્યૂઝ એજન્સી એએફપી માટે કામ કરતા હતા. અહેવાલો અનુસાર અમૃતસરનાં મની શર્મા અને લંડનનાં રહેવાસી ભારતીય મુળનાં પત્રકાર આતિશ રાવજી પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. તેને માલદીવની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા માલદીવનાં સાંસદ અલી જહીરે કહ્યું કે, હવે અહીં પ્રેસની સ્વતંત્રતાપણ બચી નથી. ગત્ત રાત્રે એક ટીવી ચેનલને પણ બંધ કરી દેવામાં આવી હતી. અમે તત્કાલ તેમને છોડવા તથા દેશમાં લોકશાહી ભરીથીસ્થાપિત કરવાની માંગ કરીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનાં પાડોશી દેશ માલ - દિવસમાં હાલ રાજકીય કટોકટી પેદા થઇ છે. માલદીવ સુપ્રીમ કોર્ટે વિપક્ષનાં 9 નેતાઓને છોડવાનો આદેશ આપ્યો હતો.

રાષ્ટ્રપતિ યામીનની સરકારે આ આદેશને માનવાનો ઇન્કાર કરી દીધો હતો. રાષ્ટ્રપતિએ માલદીવમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી.  સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ અબ્દુલ્લા સઇદ અને એક અન્ય જજ અલી હમીદની ધરપકડ કરી લેવામાં આવી તી. ત્યાર બાદ સરકારે દબાણમાં આવીને સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો ફેરવવો પડ્યો હતો. ભારત અને ચીન બંન્ને માટે માલદીવનું સંકટ ઘણુ મહત્વનું છે. બંન્ને દેશ બારીકીથી ઘટના ક્રમ પર નજર રાખી રહ્યા છે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ પણ ફોનમાંવાતચીત દરમિયાન માલદીવનાં રાજનીતિક પરિસ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, બંન્ને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનની સ્થિતી અંગે અને હિન્દ પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા વધારવા અંગે ચર્ચા થઇ હતી.