કેરળ પુર પીડિતોને 700 કરોડ રૂપિયાની સહાય કરશે UAE

યુએઇના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે કહ્યું હતું કે પુર પ્રભાવિત લોકોની મદદ કરવી તેમનાં દેશની જવાબદારી છે

કેરળ પુર પીડિતોને 700 કરોડ રૂપિયાની સહાય કરશે UAE

કોચ્ચિ : સંયુક્ત આરબ અમીરાત (UAE)એ કેરળમાં પુર પીડિતોની મદદ માટે આશરે 700 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને આ મદદ માટે UAEની સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી પિનારાયી વિજયને કહ્યું કે, ઘણા લોકો કેરળની મદદ માટે આગળ આવ્યા છે. અલગ-અલગ રાજ્યોની સહાયતા ઉપરાંત બીજા દેશો પણ પુર પ્રભાવિત ક્ષેત્રમાં મદદ કરી રહ્યા છે. 

સંયુક્ત આરબ અમિતારે પણ રાહત પેકેજ આપ્યું છે અને ખાડી દેશો તમામ મોર્ચા પર અમારી મદદ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ તેમ પણ કહ્યું કે, UAEએ રાહત કાર્યો માટે 100 મિલિયન ડોલર (આશરે 700 કરોડ રૂપિયા) આપવાનું વચન આફ્યું છે અને અબુધાબીના રાજકુમારે વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, UAE સરકારે કેરળનાં લોકોની મદદ કરવા માટે એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. પુરથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે યુએઈ પ્રેસિડેન્ટ શેખ ખળીપાએ નેશનલ ઇમરજન્સી કમિટીની રચના કરવાની માંગ કરી હતી. 

યુએઇના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે કહ્યું હતું કે ભારે પુર પ્રભાવિત લોકોની મદદ કરવી તેમના દેશની વિશેષ જવાબદારી છે. યુએઇમાં કેરળના હજારો લોકો રહે છે. કેરળમાં સતત પડી રહેલા વરસાદના કારણે લાખો લોકો બેઘર થઇ ગયા છે. વર્ષ 1924 બાદ પહેલીવાર કેરળમાં આટલું ખતરનાક પુર આવ્યું છે. રાહત શિબિરોમાં 10 લાખથી વધારે લોકો શરણ લીધેલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news