UKમાં વિજય માલ્યાને ઝટકો, BOC એવિએશન મામલે વિરુદ્ધમાં આવ્યો નિર્ણય

બ્રિટનની એક કોર્ટે વિમાન લીઝ પર લેવાના આ મામલામાં તેની વિરુદ્ધ સિંગાપુરની કંપની બીઓસી એવિએશનનો અંદાજીત નવ કરોડ ડોલરનો દાવો યોગ્ય ઠેરવ્યો છે. 

 UKમાં વિજય માલ્યાને ઝટકો, BOC એવિએશન મામલે વિરુદ્ધમાં આવ્યો નિર્ણય

લંડનઃ સંકટમાં ચાલી રહેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા પોતાના બંધ પડેલા કિંગફિશર એરલાઈન્સ સાથે જોડાયેલા એક કાનૂની મામલામાં હારી ગયા છે. બ્રિટનની એક કોર્ટે વિમાન લીઝ પર લેવાના મામલામાં તેની વિરુદ્ધ સિંગાપુરની કંપની બીઓસી એવિએશનનો અંદાજીત 9 કરોડ ડોલરનો મામલો યોગ્ય ઠેરવ્યો છે. વિજય માલ્યા વિરુદ્ધ ભારતમાં કથિત રૂપે લગભગ 9000 કરોડ રૂપિયાનું કર્જ ન ચુકવવાનો આરોપ છે. તેનું પ્રત્યારોપણ કરાવીને ભારત પરત લાવવાના મામલામાં 16 માર્ચે સુનાવણી થવાની છે. 

શું છે મામલો ?
બીઓસી એવિએશન સાથે જોડાયેલો આ નવો મામલો 2014માં કિંગફિશર એરલાયન્સસ દ્વારા વિમાન લીઝ પર લેવા સાથે જોડાયેલો છે. લંડનની હાઈકોર્ટમાં બિઝનેસ તથા પ્રોપર્ટી કોર્ટમાં જજ પિકેને વ્યવસ્થા આપી, પ્રતિવાદી પક્ષ પાસે દાવા વિરુદ્ધ બચાવનું કોઈ વાસ્તવિક પરિદ્રશ્ય નથી. આ મામલામાં પ્રતિવાદીના રૂપમાં કિંગફિશર એરલાયન્સ લિમિટેડ તથા યુનાઇટેડ બ્રેવરીઝ હોલ્ડિંગ લિમિટેડને નામિત કરવામાં આવી હતી. આ દાવો બીઓસી એવિએશન સિંગાપુર તથા બીઓસી એવિએશન આયર્લેન્ડ લિમિટેડે કર્યો હતો. બીઓસી એવિએશનના એક પ્રવક્તાએ સિંગાપુરમાં કહ્યું, અમે નિર્ણયથી ખુશ છીએ પરંતુ અત્યારે આ મુદ્દે આગળ કોઈ ટિપ્પણી કરશું નહીં. 

આ કાનૂની દાવો કિંગફિશર તથા વિમાન લીઝિંગ કંપની બીઓસી એવિએશન વચ્ચે ચાર મહિનાના લીઝ સમજુતી સાથે જોડાયેલો છે. તેમાંથી ત્રણ વિમાનની ભરપાઈ કરવામાં આવી છે. ચોથા વિમાનની ભરપાઈ રોકવામાં આવી હતી કેમ કે, લીઝ સમજુતી પ્રમાણે એડવાન્સની રમક બાકી હતી. બીઓસી એવિએશને દાવો કર્યો કે, સુરક્ષા ડિપોઝિટથી તે રકમની ભરપાઈ સંભવ નથી  જે કિંગફિશર એરલાયન્સે સમજુતી પ્રમાણે તે ભરપાઈ કરવી જોશે. આ નિર્ણય પર કિંગફિશર એરલાયન્સ તરફતી તત્કાલમાં કોઈ ટિપ્પણી આવી નથી. 

ઉલ્લેખનીય છે કે લંડનની એક કોર્ટે વિજય માલ્યાને ભારત પરત મોકલવા સંબંધિત મામલામાં અંતિમ ચરણની સુનાવણી 16 માર્ચે થવાની છે. તેમાં અંતિમ નિર્ણય આવી શકે છે. અત્યારે માલ્યા જામીન પર બહાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news