ટ્રમ્પનો પાકિસ્તાનને જબરદસ્ત ફટકો, 25 કરોડ 50 લાખ ડોલરની સૈન્ય મદદ પર રોક લગાવી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બરાબર ફટકાર બાદ હવે અમેરિકી પ્રશાસને પાકિસ્તાનને વધુ એક મરણતોલ ફટકો આપ્યો છે.

ટ્રમ્પનો પાકિસ્તાનને જબરદસ્ત ફટકો, 25 કરોડ 50 લાખ ડોલરની સૈન્ય મદદ પર રોક લગાવી

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બરાબર ફટકાર બાદ હવે અમેરિકી પ્રશાસને પાકિસ્તાનને વધુ એક મરણતોલ ફટકો આપ્યો છે. વ્હાઈટ હાઉસે પુષ્ટિ કરી છે કે અમેરિકી પ્રશાસને પાકિસ્તાનને અપાનારી 25.5 કરોડ ડોલર એટલે કે 1624 કરોડ રૂપિયાથી વધુની સૈન્ય મદદ પર રોક લગાવી છે. વ્હાઈટ હાઉસે એ પણ જણાવ્યું કે હવે આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનની કાર્યવાહી જ નક્કી કરશે કે આ મદદ આપવી કે નહીં. 

ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન જણાવવાની શરતે એ પણ કહ્યું કે હાલ નાણાકીય વર્ષ 2016 માટે પાકિસ્તાનને 25.5 કરોડ ડોલરની સહાયતા કરવાની અમેરિકાની કોઈ યોજના નથી. રાષ્ટ્રપતિએ એ પણ સ્પષ્ટ કરી દીધુ કે અમેરિકા પાકિસ્તાન પાસે તેમની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદ વિરુદ્ધ હજુ વધુ નિર્ણાયક કાર્યવાહીની આશા રાખે છે. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયાની રણનીતિના સમર્થનમાં પાકિસ્તાનની કાર્યવાહી અંતત: અમારા સંબંધોની ગતિ નિર્ધારિત કરશે, જેમાં ભવિષ્યમાં અપાનારી સૈનિક સહાયતા પણ સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે અમેરિકી પ્રશાસન સતત પાકિસ્તાનના સહયોગ સ્તરની સમીક્ષા કરી રહ્યું છે. અત્રે જણાવવાનું કે ટ્રમ્પની ટ્વિટના કેટલાક કલાકો બાદ જ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે અમેરિકા પર નિશાન સાધ્યું અને કહ્યું કે અમેરિકા પાસેથી તેમને અવિશ્વાસ સિવાય કશું મળ્યું નથી. 

અત્રે જણાવવાનું કે નવ વર્ષના પોતાના પહેલા જ ટ્વિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ માટે સેફ હેવન બની ચુકેલા પાકિસ્તાનને બરાબર ફટકાર લગાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આપેલા નિવેદનમાં એ પણ કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદીઓને 'સેફ હેવન' ઉપલબ્ધ કરાવ્યું છે. પાકિસ્તાન વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી આકરા પ્રહારમાં ટ્રમ્પ એ પણ સંકેત આપતા કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનને અપાતી સહાયતા રોકી શકે છે. અત્રે જણાવવાનું કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન વિરુદ્ધ આકરૂ વલણ અપનાવતા કહ્યું કે, પાકિસ્તાન અમારા દેશને બેવકુફ સમજી રહ્યું છે. ટ્રમ્પે સોમવારે (1 જાન્યુઆરી)એ એક ટ્વીટમાં કહ્યું કે, અમેરિકા દ્વારા ગત 15 વર્ષથી પાકિસ્તાનને 33 બિલિયન ડોલરથી વધારેની રકમ દર વર્ષે મદદ તરીકે આપવી એક મુર્ખતાપુર્ણ હરકત છે. તે લોકો આપણને બદલામાં કાંઇ નથી આપી રહ્યા. સિવાય કે ખોટુ અને ચાલબાજી. તે આપણા નેતાઓને મુર્ખ સમજે છે.

આ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિએ પાકિસ્તાન પર આતંકવાદીઓને શરણ આપવાનાં જુના આરોપોનો પુનરાવર્તિત કરતા કહ્યું કે તે આતંકવાદીઓને આશ્રય આપે છે. જેને અમે અફઘાનિસ્તાનમાં શોધી રહ્યા હોઇએ છીએ તેવા આતંકવાદીઓને શરણ આપે છે. પરંતુ હવે વધારે સહન નહી કરવામાં આવે. હાલમાં જ અમેરિકી વિદેશ વિભાગનાં અધિકારીએ પાકિસ્તાન સમક્ષ પોતાની હતાશા વ્યક્ત કરી હતી. પાક. સરકાર પર આતંકવાદી નેટવર્કોને મૂળમાંથી ઉખાડીને ફેંકવાનાં કામમાં ઢીલાશ વર્તવાનો આરોપ લગાવ્યો હતો.

સોમવારે ટ્રમ્પના આ નિવેદન બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી સાથે મુલાકાત કરી હતી. જિયો ટીવીએ પોતાના સૂત્રોના હવાલે જણાવ્યું હતું કે બેઠકમાં ટ્રમ્પના નિવેદનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. તેમણે કહ્યું કે બંને નેતાઓએ દેશની વિદેશ નીતિ પર ચર્ચા કરી હતી. આસિફે ટ્વિટ કરીને એમ પણ કહ્યું હતું કે ટ્રમ્પના ટ્વિટનો તેઓ જવાબ આપશે અને દુનિયાને સચ્ચાઈ જણાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news