VIDEO: વૈજ્ઞાનિકની રક્ષા માટે WHALE અને SHARK વચ્ચે થઈ લડાઈ, પછી...

શાર્કે બચાવ્યો વૈજ્ઞાનિકનો જીવ

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 11, 2018, 06:10 PM IST
VIDEO: વૈજ્ઞાનિકની રક્ષા માટે WHALE અને SHARK વચ્ચે થઈ લડાઈ, પછી...
સમુદ્ર વ્હેલથી શાર્કે કરી માણસની રક્ષા (ફોટોસાભાર, યુટ્યૂબ વીડિયો)

નવી દિલ્હી : સમુદ્રની ઉંડાઈમાં ઉતરીને જીવની રક્ષા કરવાનું કામ બહુ મુશ્કેલ હોય છે. દરેક સમુદ્રી જીવવિજ્ઞાની પોતાના જીવના જોખમે કામ કરતો હોય છે. હાલમાં જ સમુદ્રી જીવવિજ્ઞાનીનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં એક શાર્ક ખુંખાર વ્હેલના હુમલાથી સમુદ્રી જીવવિજ્ઞાનીનો જીવ બચાવી રહી છે.

નવા પ્રયોગનું પરિણામ
મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ વીડિયો દક્ષિણ પ્રશાંત મહાસાગરનો છે. સમુદ્રી જીવવિજ્ઞાની નૈન હોસિયરની ટીમ વ્હેલની સંભાળ લેવા તેમજ નવા પ્રયોગ કરવા માટે સમુદ્રમાં ઉતરી હતી. આ સમયે શાર્કે તેમના પર હુમલો કરી દીધો હતો. જોકે આ વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે વ્હેલ આ ટીમ પર હુમલો કરી રહી હોય છે ત્યારે શાર્ક પોતાના ફિન્સ મારફતે વ્હેલને દૂર ભગાવવાનું કામ કરે છે. 

પ્રાણી અને મનુષ્યની મિત્રતા
રિપોર્ટસ પ્રમાણે આ વીડિયો 2016ના ઓક્ટોબર મહિનાનો છે. હકીકતમાં વ્હેલ સમુદ્રી જીવવિજ્ઞાની પર હુમલો કરવાની હતી પણ શાર્કે એનો જીવ બચાવી લીધો હતો. ટીમ માને છે કે જીવજંતુઓને પણ એ વાતનો અહેસાસ હોય છે કે કઈ વ્યક્તિ તેની રક્ષા કરે છે અને કોણ તેને નુકસાન પહોંચાડે છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતી વખતે સમુદ્રી જીવવિજ્ઞાનીએ આ અનુભવને અનોખો અનુભવ ગણાવ્યો છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close