)
Gardening Tips: ગાર્ડનિંગના શોખીન લોકો સતત એવા પ્રયત્ન કરતા હોય તે ગાર્ડનના ફુલ છોડનો ગ્રોથ સારો થાય. તેના માટેના અલગ અલગ અખતરા પણ લોકો કરતા હોય છે. તમે પણ ઘણીવાર સાંભળ્યું હશે કે શાકભાજીની છાલને કુંડામાં નાખવાથી ફાયદો થાય છે. આ શાકભાજીમાં ડુંગળીનો પણ સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે કુંડામાં ડુંગળીની છાલ નાખવાથી લાભ થાય છે. પરંતુ શું ખરેખર છોડની માટીમાં ડુંગળીની છાલ મિક્સ કરવાથી છોડને ફાયદો થાય કે નુકસાન આજે તમને જણાવીએ.
ડુંગળીની છાલના પોષકતત્વો
ડુંગળીની છાલમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન અને એન્ટી ઓક્સીડન્ટ જેવા મિનરલ્સ હોય છે. આ પોષકતત્વો છોડના મૂળને મજબૂત કરવામાં અને છોડનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને પોટેશિયમ એવા છોડ માટે સારું છે જેમાં ફળ અને ફુલ આવતા હોય. ફળ અને ફુલ આવવાની પ્રોસેસને ડુંગળીના ફોતરા ઝડપી કરે છે.
કુદરતી ખાતર
જો તમે માટીમાં ડુંગળીની છાલ મિક્સ કરો છો તો તે ધીરેધીરે સડી અને માટીમાં ભળી જાય છે અને તે છોડને પોષણ આપે છે. તેનાથી માટીની ગુણવત્તા સુધરે છે અને છોડ લાંબા સમય સુધી લીલા રહે છે.
માટીમાં ભેજનું પ્રમાણ
ડુંગળીના સુકા ફોતરા જ્યારે માટીમાં ભળી જાય છે તો તે પાણીને લાંબા સમય સુધી શોષી રાખવામાં મદદ કરે છે. તેનાથી કુંડાની માટી ઝડપથી સુકાતી નથી. તેના કારણે છોડના મૂળ સુકાતા નથી અને તેને પોષણ પણ મળતું રહે છે.
જીવજંતુથી રક્ષણ
ડુંગળીના ફોતરામાં પણ તીખી ગંધ હોય છે જે જીવજંતુઓને છોડથી દુર રાખે છે. કુંડાની માટીમાં ડુંગળીના ફોતરા રાખવાથી છોડના પાન પર જીવજંતુ એટેક નહીં કરી શકે છે.
ડુંગળીના ફોતરાનો ઉપયોગ કરવાની રીત
ડુંગળીના ફોતરાને જો કુંડામાં ઉમેરવા હોય તો સૌથી પહેલા તેના નાના ટુકડા કરી તડકામાં સુકવી લો. ત્યારબાદ તેને પાણીમાં ઉકાળો અને પછી તેને અઠવાડીયામાં એકવાર છોડમાં ઉમેરો. ધ્યાન રાખવું કે વધારે પ્રમાણમાં ડુંગળીની છાલ ન ઉમેરવી નહીં તો છોડના મૂળ સડવા લાગે છે અને વાસ પણ આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)