ગુજરાતમાં આ ખેતી કરીને પછતાયા ખેડૂતો, ભાવ અડધો થઈ જતા રડવાનો વારો આવ્યો
Gujarat Chilli Farmers In Tension : મરચાના ભાવ નીચે જતા ખેડૂતોને ભારે નુકસાન... મરચાનાં ભાવ તળિયે જતા ખેડુતોને પોષણક્ષમ ભાવો નહી મળતા મરચાનાં પાક પાછળ કરેલો ખર્ચ પણ નહી નીકળે તેની ચિંતામાં ખેડુતો ચિંતાતુર બન્યા
Trending Photos
Agriculture News તેજસ દવે/મહેસાણા : મરચાં પકવતાં ખેડૂતોને મરચાના યોગ્ય ભાવ ના મળતાં ખેડૂતોને હેરાન - પરેશાન થયા છે અને રાતા પાણીયે રોવાનો વારો આવ્યો છે. ગત વર્ષે ખેડૂતોને 20 કિલોનો ભાવ 1200 થી 1500 મળી રહ્યા હતા, જ્યારે આ વર્ષે 300 થી 900 રૂપિયા મળી રહ્યા છે. કેટલાક ખેડૂતોને એટલા ભાવ મળી રહ્યા છે જેથી જગતના તાતને પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતો આ ભાવે માલ વેચ્યા વગર પાછા ફરતા જોવા મળી રહ્યા છે.
જોટાણા ખેડૂત માલ વેચ્યા વગર પાછા ફર્યાં
જોટાણા એ ઉતર ગુજરાત મરચાંના માર્કેટ તરીકે ફેમસ છે, અહીંનું મરચું ગુજરાતના અનેક વિસ્તાર સહિત અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. જેથી અહીં મોટા પ્રમાણમાં આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો મરચાંનું વાવેતર કરવામાં આવે છે અને સારી આવક મેળવે છે. પરતું આ વર્ષે ખેડૂતોને મરચાના યોગ્ય ભાવ ના મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, આ વર્ષે ખેડૂતોની પરિસ્થિત એવી છે કે ખેડૂતો દ્વારા જે ખર્ચ ઉત્પાદન અને વીણવા માટે કર્યા છે, તેટલો ખર્ચ પણ મરચાં વેચીને નીકળે એમ નથી, ત્યારે તેમની મજૂરી ક્યાં ગઈ, અને અન્ય ખર્ચ કઈ રીતે નીકળવો એ પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે.
ગયા વર્ષ કરતા કેટલા ભાવ ઓછા છે
ગત વર્ષે ખેડૂતોને 20 કિલો મરચાનો ભાવ ₹1200 થી 1500 મળી રહ્યો હતો, જ્યારે આ વર્ષે ખેડૂતોને 20 કિલો મરચાનો ભાવ ₹300 થી 900 રૂપિયા સુધી મળી રહે છે, તો કેટલાક ખેડૂતોને 20 કિલોના 300 રૂપિયા કરતા પણ ઓછા ભાવ મળી રહ્યા છે, જેથી કેટલાક ખેડૂતો માર્કેટ યાર્ડમાં મરચું વેચ્યા સિવાય પરત ફરી રહ્યા છે.
સમગ્ર મામલે જોટાણા માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે, જોટાણા માર્કેટ યાર્ડમાં રોજની 800 થી 900 મણ મરચાંની આવક નોંધાઇ રહી છે, અને માર્કેટ યાર્ડના ગોંડલ માર્કેટયાર્ડ બાજુ આ વખતે મરચાની વધુ આવક હોવાથી અહીંના વેપારીઓ ત્યાંથી મરચું ખરીદી છે, જે તેમને મરચું સસ્તું પડે છે, અને અહીંથી મરચું ખરીદી કરે તો મોંઘુ પડે છે. જેથી વેપારીઓ ગોંડલ યાડ માંથી મરચું ખરીદી રહ્યા છે અને આ જ કારણે અહીંયા ભાવ ઓછો મળી રહ્યો હોવાની વાત કરી.
બજારમાં જે મરચું કિલોના 400 થી 500 કરતાં વધુ ભાવ વેચાય છે તે જ મરચાંના ભાવ ખેડૂતોને 20 કિલોના 400 થી 500 રૂપિયા મળી રહ્યા છે, ખેડૂતો પોતાનું મરચું વેચવા જાય છે ત્યારે તેમને ઓછા ભાવ મળે છે. જ્યારે તે જ મરચું બજારમાં ખરીદવા જાય છે ત્યારે તેમને એ જ મરચું મોંઘા ભાવે ખરીદવાનો વારો આવે છે જો આ જ રીતે મરચાના ભાવમાં ઘટાડો નોંધાશે તો મરચા પકવતો જગતના તાતને રાતાપાણીએ રોવાનો વારો આવશે.
જગતના તાતના માથે મોટી મુશ્કેલી
ખેડૂતો માટે એક બાદ એક સમસ્યા સતત આવતી રહે છે. ક્યારેક કુદરતી આફત હોય તો ક્યારેક બજારમાં સારો ભાવ ન મળતા ખેડૂતોએ હંમેશા મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.ગત સીજનમાં ટામેટાનાં ભાવ ગગડી જતા ખેડુતોને ભારે નુકશાન સહન કર્યા બાદ હવે મરચાનાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને સતત બીજી સીઝનમાં નુકસાન થતા ખેડુતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ક્યારેક માવઠું તો ક્યારેક અતિવૃષ્ટીની આફત બાદ હવે ઓછા ભાવના ડામ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. મોંઘા ભાવના બિયારણ, ખેડ,ખાતર, પિયત અને મજુરી સહિતનો ખર્ચ કરી સારી આવકની આશાએ ખેડૂતો ખેતી કરે છે. પરંતુ પાક માર્કેટયાર્ડ સુધી પહોંચતા પાકનાં ભાવ તળિયે બેસી જાય છે. આવક બમણી થવાની વાત તો દૂર રહી પણ ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નીકળતા નથી. ત્યારે ખેડૂતોને ખેતી કરીને પસ્તાવાનો વારો આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે