)
Gujarat Farmers ; રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાઈ છે. પરંતું પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન વધતા સર્વર બંધ થવાના ઠેર ઠેરથી સમાચાર મળી રહ્યાં છે. એક સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેડૂતોને સમસ્યા ન પડે તે માટે કૃષિમંત્રીએ સ્પષ્ટતા કરી છે. સાથે જ જરૂર પડે તો રજીસ્ટ્રેશન લંબાવીશું તેવું રાઘવજી પટેલે જણાવ્યું.
ઈ-સમૃદ્ધ પોર્ટલ બંધ થતા ટેકાના ભાવે રજિસ્ટ્રેશન અટવાયું ખેડૂતો હેરાન
મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકોના રજિસ્ટ્રેશન માટે સરકારે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 1 થી 15 સપ્ટેમ્બર સુધીની રજિસ્ટ્રેશન માટેની જાહેરાત કરી છે. પરતું, ટેકાના ભાવે ખરીફ પાકોના રજિસ્ટ્રેશન માટેનું ઈ-સમૃદ્ધ પોર્ટલ ગઈ કાલથી જ બંધ હોવાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી ખેડૂતો લાઈનમાં ઉભા હોવા છતાં આજે પણ પોર્ટલ ન ખુલતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છેય પોર્ટલ બંધ હોવાના કારણે જેતપુર તાલુકાના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં ઉભા હોવા છતાં પોર્ટલ ન ખૂલતા ખેડૂતોને ધરમનો ધક્કો, પડી રહ્યો છે.
જેતપુરમાં આજે બીજા દિવસ પણ વહેલી સવારથી ખેડૂતો રજિસ્ટ્રેશન માટે પહોંચ્યા હતા પરંતુ બીજા દિવસે પણ પોર્ટલ શરૂ ન થતા ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો હતો, કારણ કે ખેડૂતો પોતાના ખેતીમાં કામકાજ મૂકીને અને રજિસ્ટ્રેશન કરવા જતાં હોય છે,જ્યારે રજિસ્ટ્રેશન ન થતા ખેડૂતો સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહી બેસીને કંટાળી ને ધરમ નો ધક્કો ખાઈને પરત ફરે છે,
સરકાર મોટા ઉપાડે ડિજીટલની વાતો ખાલી વાતો કરતી હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા. સાથે સરકારે જાહેરાત કરતા પહેલા આવા પોર્ટલ ચેક કરી લેવા જોઈએ ત્યારબાદ જાહેરાત કરવી જોઈએ તેવું ખેડૂતોએ જણાવ્યું હતું,
જેતપુર તાલુકાના ખેડૂતો સવારથી જ લાઇન ના રજિસ્ટ્રેશન કરવા માટે ઉભા હતા. પરંતુ રજિસ્ટ્રેશન શરૂ ન થતા ખેડૂતો ધક્કા ખાઈને પરત ફરતા ખેડૂતો રોષ જોવા મળ્યો હતો, સાથે ખેડૂતોને ગામડેથી આવતા હોવાથી પરત ફરવું પડે છે જેથી ખેડૂતોને ભારે હાલાકી પણ પડી રહી છે.
મોરબીમાં પણ આ જ સ્થિતિ
મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારબાદ જે ખેડૂતો ટેકાના ભાવે તેની મગફળીનું વેચાણ કરવા ઈચ્છતા હોય તેમનું રજીસ્ટ્રેશન કરવા માટેની કામગીરી સમગ્ર ગુજરાતની અંદર શરૂ કરવામાં આવી છે જોકે સરકાર દ્વારા તારીખ 1/9 થી 15/9 સુધીમાં ટેકાના ભાવે મગફળી નું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને પહેલી તારીખથી રજીસ્ટ્રેશનનું કામ શરૂ કરવાનું હતું જોકે છેલ્લા બે દિવસથી ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા હેરાન થઈ રહ્યા છે. ગઈકાલે સર્વરના ધાંધિયા હોવાના કારણે રજીસ્ટ્રેશનની કામગીરી થઈ શકી ન હતી.
આવી જ રીતે આજે સવારથી પણ સર્વરના ધાંધિયા હોવાના કારણે રજીસ્ટ્રેશન નું કામ થઈ શક્યું નથી અને વહેલી સવારે પાંચથી છ વાગ્યાથી લાઈનો લગાવીને ઘણી જગ્યાએ ખેડૂતો બેસે છે તેમ છતાં પણ તેઓના રજીસ્ટ્રેશન થતા નથી અને ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આ બાબતે વીસી ની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સર્વરનું મેન્ટેનન્સનું કામ ચાલુ છે તેવુ તેઓને ઉપરથી જણાવવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં રજીસ્ટ્રેશન નું કામ થઈ શકતું નથી. અત્રે ઉલ્લેખીએ છે કે ચરાડવા ગામમાં લગભગ 1500 જેટલા ખેડૂત ખાતેદાર છે. જેમાંથી દર વખતે ટેકાના ભાવે ખેડૂતની જણસનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરવાનું હોય ત્યારે 400 થી 500 જેટલા ખેડૂતોનું માંડ રજીસ્ટ્રેશન થતું હોય છે, ત્યાં સમય મર્યાદા પૂરી થઈ જતી હોય છે .હાલમાં પણ 15 દિવસની મુદતમાં ખેડૂતોએ મગફળીના રજીસ્ટ્રેશન માટે આપવામાં આવી છે. જોકે તે પૈકીના બે દિવસ પછી વીતી ગયા છે અને હજુ સર્વરના ધાંધિયાના કારણે એક પણ ખેડૂતની ચરાડવા ગામમાં રજીસ્ટ્રેશન થઇ શક્યું નથી ત્યારે તમામ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થશે કે કેમ તે પણ સવાલ ઉઠી ગયો છે.