દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબર, RBI એ આપી ભેટ! 1 જાન્યુઆરીથી લાગૂ થશે આ નવો નિયમ

કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી થાય તે હેતુસર અનેક યોજનાઓ ચલાવે છે. નાણા મંત્રાલયના અધિકારીઓએ તાજેતરમાં બેંક પ્રમુખો સાથે બેઠક કરીને ખેડૂતોને વધુમાં વધુ લોન ઉપલબ્ધ કરાવવા અને સ્વરોજગારમાં મદદ કરવા માટે કહ્યું હતું. જે અંતર્ગત આરબીઆઈએ ખેડૂતો માટે હવે મોટું પગલું ભર્યું છે. જાણો શું થશે ફાયદો....

દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબર, RBI એ આપી ભેટ! 1 જાન્યુઆરીથી લાગૂ થશે આ નવો નિયમ

કેન્દ્ર સરકાર ખેડૂતોના આર્થિક રીતે સશક્ત કરવા માટે તમામ પ્રકારની યોજનાઓનું સંચાલન કરી રહી છે. જેમાં સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઉપરાંત પીએમ કિસાન પાક વીમા યોજના પણ સામેલ છે. નાણા મંત્રાલયના અધિકારીઓએ તાજેતરમાં બેંક પ્રમુખો સાથે બેઠક કરીને ખેડૂતોને વધુમાં વધુ લોન ઉપલબ્ધ કરાવવા અને સ્વરોજગારમાં મદદ કરવા માટે કહ્યું હતું. જે અંતર્ગત આરબીઆઈએ ખેડૂતો માટે મોટું પગલું ભર્યું છે.

ખેડૂતો માટે મોટું પગલું
ભારતીય રિઝર્વ બેંકે 1 જાન્યુઆરી 2025થી ખેડૂતો માટે ગેરંટી વગરની લોનની લિમિટ વધારી દીધી છે. નવા વર્ષથી દેશભરના ખેડૂતો હવે બેંકો પાસેથી બે લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. આ અગાઉ આ પ્રકારની લોન માટે 1.6 લાખ રૂપિયા સુધીની લિમિટ હતી. આમ ખેડૂતો માટે આરબીઆઈએ 40,000 રૂપિયાની લોન લિમિટ વધારી છે. આરબીઆઈ તરફથી આ પગલું ખેતીના વધતા ખર્ચા વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોની મદદ કરવાના હેતુથી ઉઠાવવામાં આવ્યું છે. 

દેશના 86 ટકાથી વધુ ખેડૂતોને ફાયદો
નવા નિર્દેશમાં દેશભરની બેંકોને દરેક કરજ લેનાર માટે બે લાખ રૂપિયા સુધીની કૃષિ અને સંબંધિત લોન માટે જામીન અને માર્જિન જરૂરિયાતોને માફ કરવા માટે કહેવાયું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યાં મુજબ આ નિર્ણય વધતા ખર્ચ અને ખેડૂતો માટે લોન પહોંચમાં સુધાર કરવા માટે લેવાયો છે. નિવેદનમાં કહેવાયું છે કે આ ઉપાયથી નાના અને સીમાંત ભૂમિધારક 86 ટકાથી વધુ ખેડૂતોને ઘણો લાભ થઈ શકશે. 

વધુમાં વધુ ગ્રાહકોને જાગૃત કરે બેંક
બેંકો સંબંધિત આદેશને ઝડપથી લાગૂ કરવા માટે અને નવા લોન નિયમો વિશે ગ્રાહકોને વધુમાં વધુ જાગૃત કરવાનો આદેશ અપાયો છે. આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોન સુધી સરળ પહોંચની સુવિધા મળવાની આશા છે અને તે સરકારની સંશોધિત વ્યાજ સબવેન્શન સ્કીમને પૂરક હશે. 
આ યોજના હેઠળ સરકાર 4 ટકા પ્રભાવી વ્યાજ દર પર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે. આરબીઆઈ તરફથી લાગૂ થઈ રહેલા નિયમનો ફાયદો દેશના 12 કરોડથી વધુ ખેડૂતો ઉઠાવી શકશે. 

દર વર્ષે મળે છે 6000 કરોડ રૂપિયા
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લગભગ સાડા નવ કરોડ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. ખેડૂતોને આ પૈસા 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ પૈસા સરકાર તરફથી ડીબીટી દ્વારા પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news