)
Peppermint Oil: છોડને સ્વસ્થ અને ખીલેલા રાખવા હોય તો તેનું ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને તેને જીવજંતુઓથી બચાવવા જરૂરી છે. કેટલાક જંતુઓ એવા હોય છે જે છોડના પાન કોરી ખાય છે. આવા જંતુઓને છોડથી દુર રાખવા માટે તમે ફુદીનાનું તેલ યુઝ કરી શકો છે. એવું માનવામાં આવે છે કે છોડની માટીમાં ફુદીનાનું તેલ છાંટવામાં આવે તો ફાયદો થાય છે. પરંતુ શું આ રીતે ફુદીનાનું તેલ છોડમાં નાખવું સુરક્ષિત છે ચાલો જાણીએ.
ફુદીનાના તેલની ખાસિયત
ફુદીનાના તેલમાં મેંથોલ હોય છે અને મેંથોલમાં એવા કંપાઉંડ હોય છે જેની સુગંધ માણસોને તાજગી આપે છે. પરંતુ આ ગંધથી જીવજંતુઓ દુર ભાગે છે. તેથી જ ફુદીનાના તેલને જીવજંતુ ભગાડવા માટે યુઝ કરવામાં આવે છે. પરંતુ આ તેલ છોડની માટીમાં નાખવાથી લાભ થાય કે નહીં આજે જાણીએ.
ફુદીનાનું તેલ માટીમાં નાખવાથી થતા લાભ
1. ફુદીનાના તેલની તીવ્ર સુગંધથી કીડી અને મચ્છર ઘરથી દુર રહે છે. જો કે તેને માટીમાં નાખવામાં આવે તો ફાયદો થઈ શકે છે.
2. ફુદીનાનું તેલ એવા જીવજંતુ પર વધારે અસર કરે છે જે છોડના પાનનો રસ ચુંસીને ખાઈ જાય છે. ફુદીનાનું તેલ છોડની માટીમાં અને છોડ પર થોડી માત્રામાં છાંટવામાં આવે તો આ જંતુઓની સંખ્યા ઘટી જાય છે.
3. ફુદીનાના તેલમાં એન્ટી ફંગલ ગુણ ભરપુર માત્રામાં હોય છે. આ તેલ છોડની માટીમાં ફુગ અને હાર્મફુલ બેક્ટેરિયાનો વધારો રોકે છે.
કઈ વાતોનું રાખવું ધ્યાન?
જો ફુદીનાનું તેલ ડાયરેક્ટ વધારે માત્રામાં માટીમાં ન નાખો. તેનાથી મૂળને નુકસાન થઈ શકે છે. તેથી આ તેલને પાણીમાં મિક્સ કરી પાણીને માટીમાં અને છોડ પર છાંટો
આ સિવાય દરેક છોડની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જે છોડ નાજુક હોય તેના પર ફુદીનાનું તેલ ખરાબ પ્રભાવ પાડી શકે છે. તેથી સૌથી પહેલા એક ટેસ્ટ કરી લેવો પછી તેલનો ઉપયોગ વધારવો.
ફુદીનાનું તેલ જીવજંતુઓનો સાવ નાશ કરે છે તેવું નથી. પરંતુ જંતુઓનો વધારો અટકે છે અને છોડનું રક્ષણ કરે છે. પરંતુ છોડમાં કોઈ રોગ છે તો ફક્ત ફુદીનાનું તેલ ઉપયોગ નહીં થાય.
કેવી રીતે કરવો ફુદીનાના તેલનો ઉપયોગ
એક લીટર પાણીમાં 10 ટીપા ફુદીનાના તેલના મિક્સ કરો અને પછી આ સોલ્યુસન છોડની માટીમાં થોડી થોડી માત્રામાં ઉમેરો અને પાન પર સ્પ્રે કરો. સપ્તાહમાં 1 વાર તેનો ઉપયોગ કરી શકાયછ છે.
(Disclaimer: અહીં આપેલી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)