Gardening Tips: ઘરે લીલા ધાણા કોથમીર ઉગાડવાની જાદુઈ રીત, આ ટ્રીક અપનાવશો તો 5 દિવસમાં ઉગી જશે ધાણા

Gardening Tips: કોથમીર એવી વસ્તુ છે જેને તમે ઘરે સરળતાથી ઉગાડી શકો છો. આજે તમને એવી ટ્રીક જણાવીએ જેની મદદથી તમે ઘરે નાનકડી જગ્યામાં પણ લીલા ધાણા ઉગાડી શકો છો. તેના માટે વધારે મહેનત પણ કરવી નહીં પડે અને 5 થી 6 દિવસમાં તો ધાણા ઉગી પણ જશે.
 

Gardening Tips: ઘરે લીલા ધાણા કોથમીર ઉગાડવાની જાદુઈ રીત, આ ટ્રીક અપનાવશો તો 5 દિવસમાં ઉગી જશે ધાણા

Gardening Tips: કોથમીર એવો લીલો મસાલો છે જે રસોઈનો સ્વાદ વધારી દે છે. લીલા ધાણા રોજની જરૂરીયાતની વસ્તુ છે. પરંતુ ઘણીવાર માર્કેટમાં તેના ભાવ વધી જતા હોય છે. આવું હોય તો તમે ઘરે પણ લીલા ધાણા વાવી શકો છો. આજે તમને જણાવીએ ઘરે લીલા ધાણા ઉગાડવાની સૌથી સરળ રીત. આ રીત ફોલો કરી તમે લીલા ધાણા વાવશો તો ગણતરીના દિવસોમાં તો લીલા પાન ખીલી પણ જશે. તો ચાલો ફટાફટ જાણી લો ધાણા કેવી રીતે વાવી શકાય.

Add Zee News as a Preferred Source

ધાણાના પાનમાં અનેક પોષકતત્વો હોય છે. આ પોષકતત્વો શરીરને ફાયદા કરે છે. કોથમીરના પાન વિટામિન એ, વિટામિન સી, વિટામીન કે અને ફોલિક એસિડથી ભરપુર હોય છે. તેનાથી આયરનસ મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ખનીજ મળે છે. 

ઘરે કોથમીર કેવી રીતે વાવવી ?

ઘરે લીલા ધાણા ઉગાડવા એકદમ ઈઝી છે. તેના માટે સુકા ધાણાના થોડા બી લેવા. સુકા ધાણાને એક દિવસ તડકે રાખી દેવા. ધાણાના બી સુકાઈ જાય એટલે તેને હાથથી થોડા મસળો. આમ કરવાથી ધાણાના 2 ભાગ થઈ જશે. ત્યારપછી તેને 24 કલાક માટે પાણીમાં પલાળી દો. ત્યારબાદ ધાણાના બીને પાણીમાંથી કાઢી અને ભીની માટીમાં 2 ઈંચની ઊંડાઈ પર વાવી દો. બી વાવ્યા પછી કુંડાને તકડામાં રાખો જેથી બી માં ઝડપથી અંકુર ફુટે.

ધાણા વાવવા માટે જે માટી તૈયાર કરો તેને બી વાવતા પહેલા ભીની કરી દેવી જેથી બીમાં ઝડપથી અંકુર ફુટે અને ધાણા ઝડપથી ઉગવા લાગે. જ્યારે ધાણા ઉગવા લાગે ત્યારે તેને મૂળ સહિત ન ઉખેડવા. મૂળ માટીમાં જ રહેવા દેવા અને ઉપરથી ડાળી અથવા પાન કાપવા. જેથી ફરીથી નવા ધાણા ઉગી શકે. આ સિવાય તમે એક થી બે કુંડામાં પણ સેમ પ્રોસેસ કરી ધાણા વાવી શકો છો. આમ કરવાથી તમને ઘરમાં ઉગેલા ફ્રેશ ધાણા ખાવા મળતા રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news