ખેડૂતો માટે સારા સમાચાર, ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત મળશે આટલા રૂપિયાનું બોનસ
રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે ખેડૂતો ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરશે તેને ટેકાના ભાવ ઉપરાંત બોનસ આપવામાં આવશે.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન 2025-2026 અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂ. 2425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે.
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ‘રવિ માર્કેટિંગ સિઝન 2025-2026’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તા. 31 મે, 2025 સુધી નિયત કરેલ હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ. 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે, જેનો લાભ લેવા તમામ ખેડુતમિત્રોને વિનંતિ છે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ની યાદીમાં જણાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે