Coriander: માત્ર 4 દિવસમાં કુંડામાં ઉગી જાશે લીલા ધાણા, સુકા ધાણાથી આ રીતે ઘરે વાવો કોથમીર

Gardening Tips: ભોજનમાં કોથમીર ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ કોથમીર તમે ઘરે સરળતાથી ઉગાડી શકો છો. આજે તમને કુંડામાં કોથમીર વાવવાનો સૌથી સરળ રસ્તો જણાવીએ.
 

Coriander: માત્ર 4 દિવસમાં કુંડામાં ઉગી જાશે લીલા ધાણા, સુકા ધાણાથી આ રીતે ઘરે વાવો કોથમીર

Gardening Tips: રસોઈમાં લીલા ધાણાનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. લીલા ધાણા રસોઈનો દેખાવ, સ્વાદ અને સુગંધ બધું જ વધારી દે છે. જો કે ઉનાળામાં કોથમીરનો ઉપયોગ ઘટી જાય છે. કેમકે તેની કીંમતો વધી જાય છે અને ગરમીના કારણે બજારમાં સારી ગુણવત્તાના લીલા ધાણા મળતા પણ નથી. જો કે આ સમસ્યાથી બચવું હોય તો ઘરની બાલકનીમાં એક નાનકડું કુંડુ રાખી તેમાં લીલા ધાણા વાવી દો. 

ઘરમાં રહેલા સુકા ધાણાના બીમાંથી જ લીલા ધાણા ઉગી જાય છે. લીલા ધાણા ગણતરીના દિવસોમાં ઉગી જશે. એટલે તમને વધારે રાહ પણ જોવી નહીં પડે.

કુંડામાં ધાણા કેવી રીતે ઉગાડવા ?

જો તમે માત્ર 4 થી 5 દિવસમાં લીલા ધાણાને ઉગાડવા માંગો છો તો સૌથી પહેલા બી તૈયાર કરી લો. તેના માટે ધાણાના બી લઈ તેને માટીમાં દબાવી દો. તેની પહેલા બીને પાણીમાં પલાળી રાખવા. 

સુકા ધાણાને થોડા થોડા કુટી લેવા અને પછી એક રાત પાણીમાં રાખો. ત્યારબાદ સવારે બીને પાણીમાંથી કાઢી કપડા પર રાખી કોરા કરી લો. ત્યારબાદ આ બીને માટીમાં દબાવો. ધાણાને તમે પ્લાસ્ટિકના કુંડામાં પણ વાવી શકો છો.

બી વાવ્યા પછી કુંડામાં વધારે પાણી છાંટવું નહીં. એક દિવસ છોડી એક દિવસ કુંડામાં પાણી નાંખવું. સાથે જ કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં તડકો ઓછો આવતો હોય. ધાણાના છોડમાં દર 15 દિવસે ખાતર નાખવું. જો ધાણાના પાન પીળા થવા લાગે તો સમજી લેજો તમે પાણી વધારે નાખો છો. તેથી પાણી ઓછું કરી દેવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news