)
ભારતથી લગભગ 4500 કિલોમીટર દૂર ઈથિયોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીમાં લાવા ફૂટ્યા બાદ ઉડેલી રાખ અનેક દેશની સરહદો પાર કરીને ભારતમાં પણ ફેલાઈ ચૂકી છે. જેની ચર્ચા ઉત્તર ભારતના હિન્દી બેલ્ટ સહિત સમગ્ર દેશમાં થઈ રહી છે. આ જ્વાળામુખીની ચર્ચા કઈ એટલી થઈ રહી છે કે જ્વાળામુખીની રાખ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતી જોવા મળી. આપણે પુસ્તકોમાં વાંચ્યુ છેકે જ્વાળામુકી ફાટકા રાખ ઉડીને આસપાસના શહેરો સુધી પહોંચી જાય છે. આ વખતે આ રાખ ઉડી અને ભારત પહોંચી તો આપણને આ રાખથી કેટલું જોખમ છે એ પણ જાણો.
ભારત માટે કેટલો ખતરો?
ઈથિયોપિયાના જ્વાળામુખીથી ઉઠેલી રાખ હજારો ફૂટ ઊંચાઈ સ્પર્શતા લગભગ અડધા ભારતમાં પહોંચી ગઈ છે. આવામાં આપણે પણ સાવધાની વર્તવાની જરૂર છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ એક દુર્લભ કુદરતી ઘટના છે અને તેની અસર આસપાસના વિસ્તારોના હવામાન અને વાયુ ગુણવત્તાઓ ઉપર પણ પડી શકે છે. જ્યારે ડોક્ટરોએ પણ તેના જોખમ વિશે જણાવ્યું છે.
ઈથિયોપિયાના મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્વાળામુખીમાં વિસ્ફોટની સાથે મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ(SO₂) પણ નીકળ્યું. જેણે સમગ્ર ઈકો સિસ્ટમ એટલે કે પર્યાવરણ અને હેલ્થ પર પડનારી અસરો વિશે ચિંતા વધારી છે.
સ્વાસ્થ્યને નુકસાન શક્ય
રિપોર્ટ્સ મુજબ જ્વાળામુખીની રાખ 120 કિલોમીટરની સ્પીડથી ભારત તરફ આગળ વધી. જ્વાળામુખીમાં લાવા ફૂટ્યા બાદ ઉઠનારી રાખમાં મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઈડ (SO₂) અને કાંચ કે પથ્થરના કેટલાક નાના કણો હોય છે. જે માનવ શરીરના ફેફસા, નર્વસ સિસ્ટમ સહિત સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે ઘાતક હોઈ શકે છે.
જો જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદ લાવાની સાથે સલ્ફર ડાયોક્સાઈડ એટલે કે (SO₂) નું પણ વધુ ઉત્સર્જન થયું તો તેનાથી સંકેત મળે છે કે વોલ્કેનોની અંદર દબાણ વધી રહ્યું છે આથી આગળ તેમાં હજુ વધુ વિસ્ફોટ થઈ શકે છે. જેનાથી તેની રાખ ફરીથી ઉડીને અન્ય દેશો સુધી પહોંચી શકે છે.
લાવા અને રાખમાં ગેસોનો સંગમ
વૈજ્ઞાનિક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જ્વાળામુખીથી નીકળતો લાવા એ પીગળેલા પથ્થરો હોય છે. જવાળામુખી ફાટવાની ઘટના કુદરતી કે પ્રાકૃતિક હોય છે. તેમાંથી નીકળતો લાવા જેના પર પડે તે ત્યાંના ત્યાં જ ખતમ થઈ શકે છે. જ્વાળામુખીથી નીકળતી રાખ સેંકડો ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી આગ પોતાની અંદર સમેટાયેલી હોય છે. જેમાં સામેલ કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા ઝેરી ગેસ અને પથ્થરો તથા કાંચના સુક્ષ્મ કણો ખુબ મોટા વિસ્તારને પોતાની ઝપેટમાં લે છે. આ કણો હવા સાથે ભળીને ફેફસામાં પહોંચીને શ્વાસ લેવામાં મુશ્કેલી પેદા કરે છે. આ કણોથી પાક ખરાબ થઈ શકે છે. આ કારણસર ભારત પહોંચેલી આ રાખ ચિંતાનો વિષય બનેલી છે.
પ્રાકૃતિક ઘટનાઓ એક બીજા સાથે જોડાયેલી હોય છે. જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે ધરતીની નીચેની ટેક્ટોનિક પ્લેટ્સ અથડાવવાનું જોખમ વધી જાય છે. ધરતીની પ્લેટો અથડાય તો ભૂકંપ આવે છે. ભૂકંપની આડ અસરમાં સુનામીનું જોખમ વધે છે. જ્વાળામુખી ફાટવાથી સમુદ્રમાં મોટી ખતરનાક અને પ્રચંડ વેગવાળી લહેરો પેદા થાય છે. જેને સુનામી કહે છે.
દિલ્હી-એનસીઆરમાં કેટલું જોખમ
દિલ્હી જે પહેલેથી દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની સૂચિમાં સામેલ છે, ત્યાં લોકો પહેલેથી જ ખતરનાક એક્યુઆઈના કારણે હાંફી રહ્યા છે, તે દિલ્હી એનસીઆરવાળા માટે જોખમ ઘણું વધુ છે. મંગળવાર સવારે આનંદ વિહાર, ધૌલાકૂંઆ, સહિત તમામ જગ્યાઓ પર ઝેરી સ્મોગ છવાયેલો રહ્યો અને AQI 450 પાર પહોંચી ગયો.
ગભરાવવું નહીં, બસ સતર્ક રહેજો!
ભારતીય હવામાન વિભાગના ડીજીના જણાવ્યાં મુજબ દિલ્હીના પોલ્યુશન લેવલ પર રાખની વધુ પડતી અસરની સંભાવના નથી. કારણ કે તે ઘણી ઊંચાઈ પર છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ રાખ જે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોનું આકાશ કવર કરી ચૂકી છે તે શું એર ક્વોલિટી પર અસર પાડશે ખરી? તેની થોડી ઘણી અસર તો થશે અને આગામી કેટલાક કલાકોમાં દિલ્હી, એનસીઆર, અને ઉત્તર ભારતના રાજ્યો પર થશે.
ગુજરાતમાં શું ચિંતાનું કારણ
ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ટના કાર્ટોગ્રાફર ડો. અજોય દાસે આ અંગે વિસ્તૃતમાં માહિતી આપી. તેમના કહેવા મુજબ યુથોપીયામાં ફાટેલા જ્વાળામુખી હાઇલી ગુબ્બીની ભારતમાં અસર થશે. જ્વાળામુખી માંથી મોટા પ્રમાણમાં રાખ ધુમાડો અને સલ્ફર ડાયોક્સાઇડ નિકળ્યો છે. જે હવાના દિશા અને ગતિના કારણે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાને અસર કરશે. ઉપરાંત રાજ્સ્થાન દિલ્હીને પણ કરશે અસર. એક્સપર્ટના મંતવ્ય પ્રમાણે રાખનું વાદળ કચ્છ સુધી પહોંચ્યું છે. સલ્ફર ડોયોક્સાઇડ અને રાખના કારણે શ્વસન તંત્રને લગતી સમસ્યા થઇ શકે છે. શરદી ખાંસીના કિસ્સા વધે એલર્જી ધરાવતા લોકોએ સાચવવું પડે. આવા સંજોગોમાં ઘરની અંદર રહેવુ અને માસ્ક પહેરવો હિતાવહ છે.
એક્સપર્ટ મુજબ અત્યારે હાલ રાખનું વાદળ સાંકડા પટ્ટાથી પસાર થઇ રહ્યું છે. જો ઠંડીનું પ્રમાણ વધશે તો રાખના વાદળનો વ્યાપ વધી શકે. જો તાપમાન વધે અને કમોસમી વરસાદ આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે. રાખના વાદળમાં રહેલા સલ્ફર ઓક્સાઇડ સાથે પાણી ભળી શકે. સલ્ફર ઓક્સાઇડ સાથે પાણી ભળવાથી સલ્ફ્યુરીક એસીડ બની વરસી શકે છે. જો આવો એસીડ વરસાદ થાય તો ખેતીના પાક અને જમીનને મોટુ નુકસાન થાય એવી શક્યતા છે. જો કોઇ વ્યક્તિ પર તે પડે તો ચામડી દાઝી શકે. જ્યાં સુધી જ્વાળામુખી સક્રિય રહેશે ત્યાં સુધી અસર રહેવાની શક્યતા છે.
(સાભાર- ગૌરવ પટેલ (એક્સપર્ટ ડો. અજોય દાસ અભિપ્રાય)