ગુજરાતી ન્યૂઝAgricultureપતંજલિની ઓર્ગેનિક ચળવળ કઈ રીતે ભારતીય ખેતીના ભવિષ્યને આકાર આપી રહી છે?

પતંજલિની ઓર્ગેનિક ચળવળ કઈ રીતે ભારતીય ખેતીના ભવિષ્યને આકાર આપી રહી છે?

રાસાયણિક ખેતીની સમસ્યાઓનો સામનો કરી રહેલા ભારતીય ખેડૂતો માટે, પતંજલિએ માત્ર ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કર્યો નથી પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવી છે.

 પતંજલિની ઓર્ગેનિક ચળવળ કઈ રીતે ભારતીય ખેતીના ભવિષ્યને આકાર આપી રહી છે?

નવી દિલ્હીઃ પતંજલિની ઓર્ગેનિક ખેતીની મુહિમ ભારતીય ખેડૂતો માટે એક નવી આશાનું કિરણ બનીને ઉભરી છે. કેમિકલ ખેતીની સમસ્યાનો સામનો કરી રહેલા ભારતીય ખેડૂતો માટે પતંજલિએ ઓર્ગેનિક અને નેચરલ ખેતી દ્વારા ન માત્ર માટીનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કર્યું છે, પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરી છે.

પતંજલિએ 'નવ હરિત ક્રાંતિ'- એન્ડ એગ્રો વિઝન' યોજના દ્વારા ખેડૂતોના જીવનમાં સુધાર કર્યો છે. તેમાં નવા-નવા તકનીક ઉપાય અપનાવી અને ખેડૂતોને સાચી ટ્રેનિંગ આપી ખેતીને વધુ સારી બનાવવામાં આવી રહી છે. આ મુહિમથી તેવું લાગી રહ્યું છે કે હવે ભારતીય ખેતીનું ભવિષ્ય વધુ ઉજ્જવળ હશે.

Add Zee News as a Preferred Source

પતંજલિનું એગ્રીકલ્ચર કેમ્પેન
ભારતના ગામડાઓમાં દરરોજ સવારે ખેડૂત પોતાના ખેતરમાં એક જ આશા સાથએ નીકળે છે. પરંતુ બદલાતા સમય અને કેમિકલ ખેતીના પડકારે તેની મહેનત મુશ્કેલ બનાવી દીધી છે. માટીની ક્વોલિટી ઘટી રહી છે, પાક નબળા પડી રહ્યાં છે અને ખેડૂતો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આ કારણ છે કે પજંતલિ ખેડૂતો માટે આશાનું એક નવું કિરણ બનીને ઉભર્યું છે.

સ્વામી રામદેવના માર્ગદર્શન અને આચાર્ય બાલકૃષ્ણની દેખરેખમાં પતંજલિ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના આશરે 150 વૈજ્ઞાનિકો મળી ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલી સમસ્યામાંથી બહાર કાઢવાના પ્રયાસમાં લાગેલા છે. તેમના પ્રયાસોથી એક સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી છે, જેનું વર્ણન 'નવ હરિત ક્રાંતિ- એન્ડ એગ્રો વિઝન' નામના પુસ્તકમાં કરવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ પતંજલિ માત્ર ઓર્ગેનિક ખેતી શીખવી રહ્યું નથી. આ સાથે તે ખેડૂતોને સારા પ્રકારના બીજ, ઓર્ગેનિક ખાતર અને સસ્તું ફર્ટિલાઇઝર પણ આપી રહ્યું છે. તેનાથી ખેતીની ગુણવત્તા સુધરી રહી છે અને ખેડૂતો હવે ટકાઉ રીતે સારો પાક લઈ રહ્યાં છે.

ખેડૂતોને નવી તકનીકની ટ્રેનિંગ આપવી
પતંજલિની સફળતાનું એક મોટું કારણ ખેડૂતોને આપવામાં આવતી તાલીમ છે. પતંજલિ કિસાન સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને જૈવિક ખેતીની સરળ અને નફાકારક પદ્ધતિઓ શીખવવામાં આવે છે. આ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડે છે, જેનાથી જમીનની તંદુરસ્તી સુધરે છે અને કુદરતી અને તંદુરસ્ત પાકોનું ઉત્પાદન થાય છે.

આ સિવાય પતંજલિએ ટેક્નોલોજી સેક્ટરમાં પણ પગ મૂક્યો છે. ખેડૂતોને મદદ કરવા માટે, કંપનીએ જિયો-મેપિંગ, જીઓ-ફેન્સિંગ અને હવામાનની માહિતી માટે એપ્સ બનાવી છે, જેથી મૂળભૂત આવશ્યક માહિતી તમામ ખેડૂતો સુધી સરળતાથી પહોંચી શકે. આ ઉપરાંત, પતંજલિ ખેડૂતોને પાણી બચાવવાની તકનીકો અને ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે પણ માહિતી પ્રદાન કરે છે.

ખેડૂતોને આર્થિક રૂપે મજબૂત બનાવવા
પતંજલિ ખેડૂતોને મજબૂત બનાવવા માટે ઈમાનદારીથી કામ કરનાર રીતને પ્રોત્સાહન આપી રહ્યું છે. તે એ વાત પર ધ્યાન આપી રહ્યું છે કે ખેડૂતોને તેની ઓર્ગેનિક ખેતીથી થતાં પાકનો યોગ્ય અને સારો ભાવ મળે, જેથી તેની આવક વધે. કારણ કે ઓર્ગેનિક ખેતીમાં મહેનત વધુ કરવી પડે છે, પરંતુ તેમાંથી મળનાર લાભ ક્યારેક યોગ્ય હોતો નથી. કહી શકાય કે ઓર્ગેનિક ખેતીમાં લગાવવામાં આવેલ પૈસા એક સારા અને સુરક્ષિત ભવિષ્યમાં કરવામાં આવતું રોકાણ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news