Pineapple: અનાનસના ઉપરના પાનને કચરો સમજી ફેંકો નહીં, તેમાંથી જ ઘરમાં ઉગાડી શકો છો અનાનસનો છોડ
How to Grow Pineapple in home Garden: અનાનસનો છોડ ઘરની બાલકનીમાં સરળતાથી ઉગી શકે છે. અનાનસનો છોડ વાવવા માટે કોઈ છોડ પણ ખરીદવો નહીં પડે. તમે જે ફળ ખરીદો છો તેના ઉપરના પાનમાંથી છોડ ઉગી જાય છે.
Trending Photos
How to Grow Pineapple in home Garden: પાઈનેપલ એટલે કે અનાનસ એવું ફળ છે જે માર્કેટમાં બારેમાસ સરળતાથી મળે છે. અનાનસ ટેસ્ટી હોવાની સાથે શરીર માટે પણ ફાયદાકારક છે. વિટામીન સી થી ભરપૂર અનાનાસ વજન ઘટાડવાથી લઈને સ્કીનને ચમકદાર બનાવવાના ફાયદા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફળને તમે ઘરે પણ ઉગાડી શકો છો? સૌથી ખાસ વાત એ છે કે અનાનાસ વાવવા માટે તમારે તેના બી કે છોડ લેવાની જરૂર નહીં પડે તમે એકદમ ફ્રીમાં આ ફળ ઘરમાં ઉગાડી શકો છો.
ઘરમાં અનાનાસ કેવી રીતે ઉગાડવું?
જો તમે ઘરમાં અનાનાસનો છોડ વાવવા માંગો છો તો બજારમાંથી જ્યારે અનાનસ ખરીદીને ઘરે લાવો તો તેનો ઉપરનો ભાગ કાપીને અલગ રાખો. અનાનાસના પાન હોય છે તે ભાગને ક્રાઉન કહેવાય છે. આ ભાગને કચરામાં ફેંકવાને બદલે અલગ રાખો તેનાથી જ તમે અનાનાસ વાવી શકો છો.
હવે એક વાસણ કે ગ્લાસમાં પાણી ભરીને તેમાં અનાનસમાં ઉપરનો ભાગ રાખી દો. અનાનસના ક્રાઉનને પાણીમાં એ રીતે રાખો કે તેનો નીચેનો ભાગ પાણીમાં ડૂબેલો રહે. હવે આ ક્રાઉનને તડકો આવતો હોય તે જગ્યાએ રાખી દો. જો ગ્લાસમાંથી પાણી ઓછું થઈ જાય તો પાણી ફરીથી ભરી તેને તડકામાં રાખો. 20 દિવસ બાદ તમે જોશો કે તેમાં મૂળ આવવા લાગ્યા છે.
જ્યારે પાણીમાં રાખેલા ભાગમાં મૂળ દેખાવા લાગે તો તેના માટે એક કુંડામાં માટી તૈયાર કરો. તેના માટે ફળદ્રુપ માટી અને છાણનું ખાતર મિક્સ કરો. માટી તૈયાર કર્યા પછી અનાનસનો મૂળ વાળો ભાગ માટીમાં દબાવી દો. તેની ઉપર ફરીથી થોડી માટી રાખી થોડું પાણી છાંટી દો.
આ કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં તડકો આવતો હોય. શરૂઆતમાં કુંડામાં રોજ પાણી નાખવું નહીં તેનાથી છોડ ખરાબ થઈ શકે છે. જ્યારે માટી સુકાય ત્યારે પાણી છાંટી દેવું. 20 થી 25 દિવસમાં માટીમાં ખાતર ઉમેરી દો. થોડા જ દિવસમાં અનાનસનો છોડ ઉપર ઉગતો દેખાવા લાગશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે