)
Agriculture News : કપાસની ખેતી ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પાક છે. ગુજરાત કપાસની ખેતીમાં મોખરે છે. ત્યારે કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ખેતી નિયામક કચેરી દ્વારા કેટલીક મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે.
કપાસ ન માત્ર આખા દેશનો, પરંતુ ગુજરાતનો પણ મહત્વનો પાક છે. દર વર્ષે ગુજરાતના હજારો ખેડૂતો કપાસની ખેતી કરે છે. ઉદ્યોગ જગતમાં તે વ્હાઈટ ગોલ્ડ તરીકે પ્રખ્યાત છે. કપાસની ખેતી કરીને ખેડૂતો સારો નફો રળી શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે યોગ્ય પાક મળી રહે. સારો પાક ઉતરે તો ઉંચા ભાવ મળી રહે. આ માટે ખેડૂતોએ કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.
ખેતી નિયામક કચેરી દ્વારા સૂચવાયેલા પગલા મુજબ,
ખેતી નિયામક વિભાગે જણાવ્યું કે, ઉનાળા દરમિયાન કપાસમાં ગુલાબી ઇયળ એટલે કે “પિંક બોલવોર્મ”થી પાકને બચાવવા માટે ખેડૂતોએ આટલા પગલા જરૂર લેવા. કપાસના વાવેતર પહેલા ઉનાળા દરમિયાન જમીનમાં ઊંડી ખેડ કરવી; જૂના પાકના અવશેષોનો નાશ કરવો.
ખરીફ સીઝન વર્ષ ૨૦૨૫માં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખીને ખેતરમાં ગુલાબી ઇયળ એટલે કે, પિંક બોલવોર્મ નામની જીવાતથી કપાસને બચાવવા માટે કપાસનું વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોએ હાલ ઉનાળા દરમિયાન જ કેટલાક આગોતરા પગલા લેવા જરૂરી છે.