Gardening Tips: ચોમાસામાં જાસૂદના છોડમાં નાખો આ ખાતર, છોડમાં નહીં લાગે જીવાત, ફુલ પણ વધારે આવશે
Gardening Tips For Hibiscus Plant: જાસૂદના છોડની માટીમાં જો તમે ચોમાસા દરમિયાન આ ખાતર ઉમેરી દેશો તો વરસાદી વાતાવરણમાં પણ છોડમાં ડાળીએ ડાળીએ ફુલ ખીલશે અને છોડમાં જીવાત પણ નહીં લાગે.
Trending Photos
Gardening Tips For Hibiscus Plant: વરસાદી વાતાવરણમાં ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે. મોટાભાગના છોડ આ સમય દરમિયાન ઝડપથી વધવા લાગે છે અને તેમાં ફૂલ પણ સારા આવે છે. પરંતુ આ વાતાવરણમાં ઘણી વખત જાસૂદના છોડનો ગ્રોથ અટકી જાય છે. જાસૂદના છોડમાં ઘણી વખત ફંગસ પણ થઈ જાય છે. આ સમસ્યાનો સમાધાન શું છે આજે તમને જણાવીએ.
જો તમે પણ ઘરે જાસૂદનો છોડ લગાવ્યો છે અને ચોમાસા દરમિયાન તમને પણ આ સમસ્યા સતાવે છે તો જાસૂદના છોડમાં ચોમાસા દરમિયાન સરસવનો ખોળ ખાતર તરીકે ઉમેરો. વરસાદી વાતાવરણમાં જાસૂદના છોડમાં સરસવનો ખોળ ખાતર તરીકે નાખવો ફાયદાકારક સાબિત થશે.
ખાતરના ખોળથી જાસૂદના છોડને ભરપૂર પોષણ મળે છે. સરસવના ખોળમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે છોડનો ગ્રોથ વધારે છે. સરસવનો ખોળ છોડમાં ખાતર તરીકે નાખવાથી ફૂલ પણ વધારે ખીલે છે.
છોડમાં સરસવની ખલીને ખાતર તરીકે નાખવાની રીત પણ અલગ હોય છે. તેના માટે એક ટબ કે ડોલમાં પાણી ભરી તેમાં સરસવની ખલી પલાળી દો. બે થી ત્રણ દિવસ સુધી તેને સડવા દો અને ત્યાર પછી તૈયાર કરેલું મિશ્રણ છોડના મૂડમાં રેડી દો. આ મિશ્રણ શરૂઆતમાં દર 15 દિવસે છોડમાં નાખો. જોકે એ વાત યાદ રાખવું કે એકવારમાં વધારે ખલી છોડમાં નાખવી નહીં દર 15 દિવસે નાખવું હોય તો થોડી થોડી માત્રામાં ખલીનો ઉપયોગ કરવો.
વરસાદી વાતાવરણમાં કોઈપણ છોડની સંભાળ રાખવી મુશ્કેલ થઈ જાય છે. ધ્યાન રાખવા છતાં છોડના મૂળ સડવા લાગે છે. તેનું કારણ છે કે છોડના મૂડમાં વરસાદી પાણી એકઠું થતું હોય છે. કોઈપણ ફૂલનો છોડ ચોમાસા દરમિયાન પણ સારો રહે તે માટે માટીમાં કોકોપીટ, રેતી અને છાણનું ખાતર ઉમેરવું જોઈએ. સાથે જ એ વાતનું ધ્યાન રાખવું કે છોડના મૂળ પાસે પાણી એકઠું ન થાય. ફૂલના છોડમાં ફંગસ ન લાગે તે માટે લીમડાના પાણીનો અથવા લીમડાના તેલનો સ્પ્રે બનાવીને ચોમાસા દરમિયાન છોડમાં છાંટવો જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે