)
શિયાળાની શરૂઆતે આવેલા ભયંકર માવઠાએ જગતના તાતના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. ચોમાસું પાક તો ધોવાઈ ગયો, પરંતુ એકબાદ એક આવી રહેલા માવઠાના કારણે રવિ પાકનું ક્યારે વાવેતર કરવું તેની ચિંતામાં ખેડૂતો હતો. પરંતુ હવે ખેડૂતો ક્યારથી રવિપાકનું વાવેતર કરી શકશે, જોઈએ જનતાની વાતમાં...
ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર
હવે માવઠાના વાદળો થશે દૂર
રવિ પાક માટે સ્થિતિ થઈ સાનુકુળ
આખરે છેલ્લાં ઘણા સમયથી ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા, તે સમય આવી ગયો... ગુજરાતનું હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલ બંનેએ આગાહી કરી છે કે હવે ખેડૂતોના માથેથી માવઠારૂપી સંકટના વાદળો દૂર થશે.. હવામાન વિભાગે આગાહી કરી કે 5 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી વરસાદ થવાની કોઈ સંભાવના નથી... જેથી સૂર્ય દેવના સ્પષ્ટ દર્શન થઈ શકશે.
માત્ર હવામાન વિભાગ નહીં આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે કે જગતના તાત પરથી સંકટ હવે હટી જવાનું છે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો
હવે વાદળો વિખેરાશે અને તડકો નીકળશે
રવિ પાક માટે વાતાવરણ સાનુકુળ થશે
7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે
રવિ પાક માટે વાતાવરણ સ્વચ્છ બનશે
15 નવેમ્બર સુધીમાં વાવેતર કરી શકાશે
રવિ પાક માટે લાંબા સમય સુધી વાતાવરણ સારું રહેશે
ખેડૂતોના માથેથી સંકટના વાદળદૂર થવાની આગાહી થઈ ગઈ છે. ખેડૂતો તડકો નીકળતા રવિ પાકોનું વાવેતર પણ કરી શકશે. પરંતુ અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે કે 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થતા 23મી સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે....જેના લીધે 23થી 26મી વચ્ચે ફરી ખેડૂતોના માથે માવઠુંની આફત આવી શકે છે.