માત્ર 5 વીઘા જમીનમાં શક્કરટેટીની ખેતી કરી આ ખેડૂતે કર્યો કમાલ, વર્ષે લાખો રૂપિયાની આવક
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, આ ગરમીમાં ઠંડક આપતી ટેટી સૌ કોઈને ફેવરિટ હોય છે, ખાસ બાળકોને તો ખુબ જ પસંદ પડે છે. શક્કર ટેટીમાં મોટી માત્રામાં પાણી હોવાથી શરીરમાં તેના ઘણા ફાયદા થાય છે...ત્યારે આવા ઉત્પાદનથી એક ધરતીપુત્રના જીવનમાં પણ ઠંડક પ્રથરાશે.
Trending Photos
બુરહાન પઠાણ, આણંદઃ ઉનાળો ફુલબહારમાં કાળઝાળ ગરમી વરસાવી રહ્યો છે. આકરો તાપ સહન થઈ શકે તેમ નથી...બપોરના સમયે તો કર્ફ્યુ જેવો માહોલ શહેરમાં થઈ જાય છે. હા, ઠંડા પાણીની દુકાનો અને લારીઓ પર ભીડ ચોક્કસ જોવા મળે છે. ગરમીથી બચવા આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનું વેચાણ વધી ગયું છે...તો આ ગરમીમાં સૌના ઘરે તડબુચ અને શક્કર ટેટીની અવશ્ય જોવા મળી જાય છે...ત્યારે ગરમીમાં ઠંડક આપતા તડબુચ અને શક્કરટેટી તમારા સુધી પહોંચે તે માટે ધરતીપુત્ર કેટલી મહેનત કરે છે?, મહામહેનત કરીને તૈયાર કરેલા પાકનું ખેડૂતોને શું મળે છે વળતર?...ગુજરાતના કયા ખેડૂતો શક્કરટેટીમાં કરી છે લાખોની કમાણી?...જુઓ આ અહેવાલમાં....
કાળઝાળ ગરમી પડી રહી છે તો ગરમીમાં ઠંડક આપતી શક્કર ટેટીને જોઈ કોઈ પોતાની જાતને રોકી ન શકે...તમે પણ અત્યાર સુધી અનેકો કિલો શક્કર ટેટીની લુપ્ત ઉઠાવી ચુક્યા હશો...જે ખેતરમાં આ ટેટી તૈયાર થઈ ગઈ છે તે ખેડૂતને તેની મહેનતનું ફળ મળ્યું છે. કુદરત મહેરબાન થતાં ખેતરમાં ચારેબાજુ શક્કર ટેટીનો પાક લહેરાઈ રહ્યો છે...કેટલાક પાકની લણણી પણ થઈ ગઈ છે...તો શક્કર ટેટીના જથ્થાને જોઈને ખેડૂત કુદરતને આભાર માની રહ્યો છે. કાળઝાળ ગરમીમાં તેના જીવનમાં પણ આ પાકે ઠંડક લાવી દીધી છે.
અન્નદાતા પર કુદરત મહેરબાન
શક્કર ટેટીનું મબલખ ઉત્પાદન
ખેતરમાં ચારે બાજુ લહેરાતી ટેટી
ગરમીમાં ઠંડક આપશે શક્કર ટેટી
શક્કર ટેટીથી લાખોની કમાણી
કુદરતનો કેવો કરિશ્મા છે...ખેડૂતો વાવ્યું તો હતુ માત્ર એક નાનકડું બીજ...પણ જ્યારે કુદરતે પાછુ આપ્યું તો આખુ ફળ આપ્યું...એ જ ફળ જેની રચના માટે આ ખેડૂતે રાત દિવસના ઉજાગરા કર્યા હતા...કાળઝાળ ગરમીમાં પરસેવો પાડ્યો હતો...તનતોડ મહેનત કરી હતી...એ મહેનતનું ફળ તેને મળી ગયું છે...ચારે બાજુ લહેરાતી આ શક્કર ટેટી તૈયાર થઈ છે આણંદ જિલ્લાના કરમસદના જશવંતસિંહ રાઠોડના ખેતરમાં...આમ તો તેઓ વર્ષોથી પરંપરાગત ઘઉં, ડાંગર, બાજરી જેવી ખેતી કરતા હતા...પણ છેલ્લા બે વર્ષથી તેમણે શક્કર ટેટીનો પાક વાવવાનો શરૂ કર્યો અને આજે સફળતા તેમના દ્વારે આવીને ઉભી છે.
શક્કર ટેટીએ કર્યા માલામાલ
વર્ષોથી પરંપરાગત ઘઉં, ડાંગર, બાજરીની ખેતી કરતા હતા
છેલ્લા બે વર્ષથી જશવંતસિહે શક્કર ટેટીનો પાક શરૂ કર્યો
આજે સફળતા તેમના દ્વારે આવીને ઉભી છે
જે શક્કર ટેટીઓનું મબલખ ઉત્પાદ તમે જોઈ રહ્યા છો તે માત્ર 5 વીઘા જમીનમાં જ મળ્યું છે, આધુનિક ટપક પદ્ધતિથી સિંચાઈ કરી તો પહેલા જ વર્ષે 2500 કિલો જેટલું ઉત્પાદન લઈને ખેડૂત જશવંતસિંહે 10થી 12 લાખની કમાણી કરી હતી...શક્કર ટેટી રોકડિયો પાક છે, કારણ કે તે માત્ર 75થી 80 દિવસમાં તૈયાર થઈ જાય છે...આ વર્ષે પણ તેમના ખેતરમાં નજર કરીએ ત્યાં મોઢામાં પાણી આવી જાય તેવી મીઠાશથી ભરપુર શક્કર ટેટી નજરે પડી રહી છે...તેથી આ વખતે પણ કમાણી લાખોમાં જાય તે નક્કી છે.
ખેડૂતને કેટલી થઈ કમાણી?
આધુનિક ટપક પદ્ધતિથી પહેલા જ વર્ષે 2500 કિલો ઉત્પાદન
ખેડૂત જશવંતસિંહે 10થી 12 લાખની કમાણી કરી હતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે