-

-

નરેન્દ્ર મોદીનું 1 લાખ એકલ વિદ્યાલય બનાવવાનું સપનુ ગુજરાતમાં પૂરુ થયું

નરેન્દ્ર મોદીનું 1 લાખ એકલ વિદ્યાલય બનાવવાનું સપનુ ગુજરાતમાં પૂરુ થયું

તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષયતામાં એકલ વિદ્યાલય (ekal vidyalaya) નું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. આ સાથે જ તાપીમાં 1 લાખમી એકલ વિદ્યાલયનું ઉદઘાટન થયું છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાંથી પણ એકલ વિદ્યાલયના ટ્રસ્ટીઓ સહિત આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. 

MLA હર્ષદ રીબડીયાની ચીમકી, ‘વિનવિભાગ દીપડા નહિ પકડે, તો હું ભડાકે દઈશ, કોઈ આડું આવ્યું તો...’

MLA હર્ષદ રીબડીયાની ચીમકી, ‘વિનવિભાગ દીપડા નહિ પકડે, તો હું ભડાકે દઈશ, કોઈ આડું આવ્યું તો...’

દિવસેને દિવસે વિસાવદર બગસરા ધારી તાલુકાના 17 ખેડૂતો અને ખેત મજૂરોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા છે. તો આજે વહેલી સવારે બગસરામાં એક ખેડૂતને દીપડા (Leopard Attack) એ ફાડી ખાડો છે. ત્યારે વિસાવદરના ખેડૂત પુત્ર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા હથિયાર લઈ ખેડૂતોના રક્ષણ માટે આગળ આવ્યા છે. હર્ષદ રીબડીયા (Harshad Ribadiya) એ વનવિભાગને 15 દિવસમાં ખેડૂતોના રેવન્યુ વિસ્તારમાંથી દીપડા ઉપાડી લેવા માટે ચીમકી ઉચ્ચારી છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, તમે કાર્યવાહી નહી કરો તો હું ખુદ દીપડાને ભડાકે દઈશ. કોઈ આડું આવ્યું એને પણ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ...’ તેવા આક્રોશ સાથે ખેડૂતોના રક્ષણ માટે ખેડૂત પુત્ર હર્ષદ રીબડીયા મેદાને આવ્યા છે. ત્યારે તમામ સ્થાનિક ખેડૂતોએ તેઓને સાથ સહકાર આપ્યો હતો. 

અમાનવીય કૃત્યનો પુરાવો આપતો Video, ગળુ દબાવીને જંગલી બિલાડીના બચ્ચાના મોઢામાં નાંખી લાકડી

અમાનવીય કૃત્યનો પુરાવો આપતો Video, ગળુ દબાવીને જંગલી બિલાડીના બચ્ચાના મોઢામાં નાંખી લાકડી

પ્રાણીઓને હેરાનગતિ કરવાના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે. જેમાં કેટલાક નરાધમો મૂંગા પ્રાણીઓને એવી રીતે પરેશાન કરે છે, કે માનવતા પણ શરમાઈ જાય છે. જંગલમાં રહેતા પ્રાણીઓના વિસ્તારમાં જઈને તેઓને એવી રીતે હેરાન-પરેશાન કરવામાં આવે છે કે દયા આવી જાય. ત્યારે ગુજરાતમાં જંગલી બિલાડીની પજવણી કરવાનો વીડિયો સામે આવ્યો છે. જંગલના આરક્ષિત પ્રાણીઓની પજવણી આ વીડિયો Video જોઈને તમારુ હૃદય દ્રવી ઉઠશે, અને તમને આ નરાધમ શખ્સો સામે ફીટકાર વરસાવશો. 

ગલગલિયા કરાવશે આ ત્રણ હોટ યુવતીનો ધમાકેદાર Dance Video

ગલગલિયા કરાવશે આ ત્રણ હોટ યુવતીનો ધમાકેદાર Dance Video

આજના સમયમાં ઈન્ટરનેટ એ લોકો માટે વરદાન બનીને સામે આવ્યું છે, જેઓ પોતાની ટેલેન્ટને સૌને બતાવવા માંગે છે. તે આપણી યુવા પેઢી માટે એક એવુ પ્લેટફોર્મ બની ગયું છે, જેઓને અલગ ઓળખ મળી રહી છે. તેઓ ઈન્ટરનેટના માધ્યમથી પોતાનું ટેલેન્ટ લોકો સુધી પહોંચાડવામાં સફળ બની રહ્યાં છે. જ્યાં સુધી તેઓની પહોંચ ન હતી, ત્યાં સુધી તેમનો વીડિયો પહોંચી રહ્યો છે. આજના સમયમાં બહુ ઓછા લોકો એવા હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નહિ હોય. આવામાં કેટલાક યુવાઓ પોતાનું સિંગિંગ (singing) , ડાન્સિંગ (Dance) ટેલેન્ટ લોકો સુધી પહોંચાડી રહ્યાં છે. લોકોને આ વીડિયો પસંદ આવે તો ગણતરીના કલાકોમાં આ videoને વાયરલ થતા વાર લાગતી નથી. ત્યારે હાલ ત્રણ યુવતીઓની ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

વડોદરા સગીરા રેપ કેસ જલ્દી ઉકેલાય તેવી શક્યતા, પોલીસે રાજસ્થાનથી પકડ્યા બે શખ્સો

વડોદરા સગીરા રેપ કેસ જલ્દી ઉકેલાય તેવી શક્યતા, પોલીસે રાજસ્થાનથી પકડ્યા બે શખ્સો

વડોદરામાં સગીરા સાથેના દુષ્કર્મનો ભેદ નવ દિવસ બાદ પણ હજી સુધી ઉકેલાયો નથી. ત્યારે વડોદરા પોલીસે રાજસ્થાનથી બે લોકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. હાલ વડોદરા પોલીસ દ્વારા બંને શકમંદોની આકરી પૂછપરછ ચાલી રહી છે, ત્યારે દુષ્કર્મનો ભેદ જલ્દી જ ઉકેલાય તેવી શક્યતા છે. 

ભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત

ભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત

વાહનો લઈને નીકળતા ગુજરાતના ડ્રાઈવરો કેટલા બેફામ બન્યા છે, તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ડ્રાઈવર તથા શાળાની બેદરકારીને કારણે ભાવનગરમાં એક માસુમ બાળાનું મોત નિપજ્યું છે. ભાવનગરની વાળુકડ માધ્યમિક શાળાની ખીચોખીચ ભરેલી સ્કૂલ બસમાંથી પટકાઈને 14 વર્ષની બાળાનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની વાળુકડ માધ્યમિક શાળાની બસ વિવિધ ગામોમાં ફરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પહોંચાડતી હોય છે. ત્યારે આ બસમાં વિદ્યાર્થીઓ એટલા ઠસોઠસ ભરેલા હોય છે, માસુમોને બેસવા માટે તો શું, ઉભા રહેવા પણ જગ્યા હોતી નથી. ત્યારે બસની પગથિયે ઉભેલી 14 વર્ષની તુલસી ચૌહાણ નામની વિદ્યાર્થીની બસમાંથી નીચે ફેંકાઈ હતી. તો સામે શાળાના બસનો ડ્રાઈવર બસ ફુલ હોવા છતા પણ બેફામ રીતે વાહન ચલાવતો હતો. આવામાં બસમાં જગ્યા ન હોવાથી તુલસી ચૌહાણ બસમાંથી બહાર ફેંકાઈ હતી. આ અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

દુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા

દુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા

Rape in Gujarat: સલ સલામતના બણગા ફૂંકતી ગુજરાત સરકાર મહિલા સુરક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ લાગતી નથી. તેથી જ હવે મહિલા સુરક્ષાના સવાલો ઉઠ્યા છે. દેશમાં હાલ જ્યાં હૈદરાબાદ અને ઉન્નાવ રેપ કેસ ચર્ચામાં છે, ત્યાં ગુજરાતમાં વડોદરા અને રાજકોટની સગીરાઓના બળાત્કારના મુદ્દાઓ ચર્ચામાં છે. ત્યાં આજે શનિવારની સવારે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાથી દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દુષ્કર્મની ઘટનાઓ બની છે. જ્યાં વડોદરામાં તો ગત અઠવાડિયાના દુષ્કર્મના આરોપીઓ હજી પકડાયા નથી, ત્યાં બીજી ઘટના સામે આવી છે. 

બિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે

બિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે

ચાર દિવસ પહેલા શરૂ થયેલું બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરોનું આંદોલન ધીરે ધીરે રાજકીય સ્વરૂપ પકડાતુ ગયું. ચાર દિવસ પહેલા હજ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા, અને પરીક્ષા રદ કરોની ગુહાર સરકાર સામે લગાવી હતી. હવે આ આંદોલન એટલું ઢીલુ પડ્યું છે કે, ગાંધીનગરમાં હવે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ જ શનિવારની સવારે જોવા મળ્યા. આંદોલનમાં જોડાયેલા નેતાઓ પણ ક્યાંક ગાયબ થઈ ગયા છે. હાલ આંદોલન (save Gujrat students) ના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, સ્થળ પર 35 જેટલા પરિક્ષાર્થીઓ જ હાજર જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ, કોંગ્રેસે (Congress) 5 ધારાસભ્યો રોજ ઉપવાસમાં જોડાશે તેવી વાત કરી હતી, ત્યારે આજે માત્ર ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જ આંદોલનમાં જોવા મળ્યા હતા. 

ઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી

ઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી

જો તમે અત્યાર સુધી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ નથી કર્યુ, તો તમારી પાસે આઈટીઆર ભરવાનો માર્ચ, 2020 સુધીનો સમય છે. પરંતુ તમે આ મહિનો એટલે કે ડિસેમ્બરના અંત સુધી તમારું આઈટીઆર ફાઈલ કરો છો, તો તમને માત્ર 5000 રૂપિયા જ પેનલ્ટી લાગશે. પરંતુ જો તમે 31 ડિસેમ્બરની ડેડલાઈન પાર કરી જાઓ છો, તો તમને 10000 રૂપિયા પેનલ્ટી લાગી શકે છે. ફાઈનાન્શિયલ વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (income tax department)એ 31 જુલાઈની ડેડલાઈન નક્કી કરી દીધી હતી, જેને 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવી હતી. 

binsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત

binsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત

બિનસચિવાલય પરીક્ષા (બિનસચિવાલય) રદ્દ કરવાની માંગ સાથે ચાલુ થયેલુ આંદોલન એક પ્રકારે હવે રાજકીય રંગ પકડવા લાગ્યું છે. ગોપાલ ઇટાલિયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતનાં નેતાઓ હવે આંદોલનમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ હવે આંદોલન સ્થળે બેસી વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગરનાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો પણ ધીરે ધીરે એકત્ર થવા લાગ્યા છે. જેથી એક તબક્કા સાવ તુટી ચૂકેલું લાગતું આંદોલન પાછુ જામવા લાગ્યું છે. વિદ્યાર્થીઓ ફરી એકવાર એકત્ર થવા લાગ્યા છે. અનેક વિદ્યાર્થીઓએ પ્રતીક ઉપવાસ શરૂ કરી દીધા છે. આ વિદ્યાર્થીઓને હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ ટેકો પણ જાહેર કર્યો છે. તેઓ હવે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ફરી એકવાર ધરણા પર બેસી ગયા છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને 9 ડિસેમ્બરે વિધાનસભા કૂચ કરવા માટેનું પણ આવહાન કર્યું છે. તો બીજી તરફ, NSUIએ આજે રાજ્યભરની કોલેજો બંધનું એલાન કર્યું છે. બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે NSUIએ બંધના એલાનની જાહેરાત કરી છે. જેને લઈને હવે તમામ કાર્યકરો રાજ્યભરમાં કોલેજોને બંધ કરાવવા નીકળી પડ્યા છે. તો અનેક કોલેજોએ હોબાળો ન થાય તે ડરથી અગાઉથી શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે.

કચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો

કચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો

કચ્છના મોટા રણવચાટે આવેલી કરીમશાહી અને વિઘાકોટમાં આજથી 3000 વર્ષ પહેલા લોહયુગના અવશેષો મળી આવ્યા છે. જેમાં માટલા, છીપલા, ધડા, બરણીઓ સહિત હાડકા અને દાંત તેમજ અસંખ્ય પ્રાણી અવશેષ મળી આવ્યા છે. કચ્છના મોટા રણમાં આજથી 800 થી 3000 વર્ષ પહેલાં લોહયુગમાં અહીં લોકો વસતા હોવાનું હાલનું મોટું પુરાતત્વીય સંશોધન સામે આવ્યું છે. હાલ ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટ એ વખતે પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપાર માર્ગનું ટ્રેડ સેન્ટર હોવાનું રસપ્રદ અને અભૂતપૂર્વ તારણ પણ સંશોધકોએ શોધી કાઢ્યું છે. 

જિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ

જિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ

હૈદરાબાદ પીડિતાને ન્યાય મળ્યાના 24 કલાકની અંદર જ ઉન્નાવ રેપ પીડિતા જિંદગીનો જંગ હારી ચૂકી છે. ઉન્નાવ રેપ કેસ (Unnao rape case) ની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)માં રાત્રે 11.40 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકને કારણે પીડિતાનું મોત નિપજ્યું હતું. ત્યારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલિવાલે માંગ કરી છે કે, ઉન્નાવ રેપ કેસમાં બળાત્કારીઓને એક મહિનાની અંદર ફાંસી થાય. ઉન્નાવમાં પીડિતાને બળાત્કારીઓએ આગને હવાલે કરી દીધી હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામૂહિક દુષ્કર્મના આરોપીએ જ પીડિતાને જીવતી સળગાવી હતી. 

ડોલર કરતાં પણ મોંઘી બનેલી ડુંગળી મામલે સારા સમાચાર...ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક

ડોલર કરતાં પણ મોંઘી બનેલી ડુંગળી મામલે સારા સમાચાર...ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક

ડુંગળી ડોલર કરતાં મોંઘી: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સવા લાખ ગુણ ડુંગળીની આવક થઇ છે. આજે ખેડૂતોને 450 થી લઇને 2100 રૂપિયા સુધી ભાવ મળ્યો છે. આ વર્ષે 15 રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેન્દ્ર સરકારને ડુંગળી અંગે ગોંડલ યાર્ડનો પ્રોત્સાહિત કરવાનું જણાવાયુ છે. તો ખેડૂતોએ ડુંગળીના ભાવથી ખેડૂતોને ફાયદો થશે તેવું જણાવ્યુ હતુ. ગોંડલ યાર્ડમાં વાહનોની કતાર લાગી હતી. 

AMC : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંકલનનો અભાવ, જુઓ વરવુ ઉદાહરણ

AMC : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંકલનનો અભાવ, જુઓ વરવુ ઉદાહરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ તંત્ર વચ્ચે સંકલનનો કેટલો મોટો અભાવ છે તેનુ વરવુ ઉદાહરણ અખબારનગર વિસ્તારમાં સામે આવ્યુ છે. જ્યાં એએમસીના પશ્ચિમ ઝોન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર ઉપર થર્મોપ્લાસ્ટિક કલરથી સફેદ પટ્ટા દોરવામાં આવ્યા. અને તેના બે દિવસમાં એએમસીના જ પ્રોજેક્ટ વિભાગ દ્વારા તેના ઉપર માઇક્રો સરફેસ વર્ક કરીને તે પટ્ટા મીટાવી દેવામાં આવ્યા. 

વડોદરાની MSUની વિદ્યાર્થીનીઓ પોતાની સુરક્ષા માટે પાસે રાખવા લાગી ચમચી-કાતર-ચપ્પુ

વડોદરાની MSUની વિદ્યાર્થીનીઓ પોતાની સુરક્ષા માટે પાસે રાખવા લાગી ચમચી-કાતર-ચપ્પુ

સંસ્કારીનગરી કહેવાતુ વડોદરા (Vadodara) હવે સલામત રહ્યું નથી. અહીં દીકરીઓ પર અત્યાચાર (woman safety) થઈ રહ્યાં છે. વડોદરાની સગીરા પર દુષ્કર્મ થઈને અઠવાડિયું વીતી ગયું છે, છતાં હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે વિવિધ ત્રણ સ્કેચ બનાવ્યા, પણ હજુ સુધી આરોપીઓનો કોઈ અત્તોપત્તો નથી. આવામાં હવે પોતાની સુરક્ષા રાખવાની જવાબદારી ખુદ મહિલાઓએ જ નિભાવી છે. અપના હાથ જગન્નાથ... ઉક્તિને સાચી ઠેરવતી મહિલાઓ હવે પોતાની સુરક્ષા માટે પોતાની પાસે સાવચેતીના ભાગરૂપે વિવિધ વસ્તુઓ રાખતા થયા છે. આ મામલે ઝી 24 કલાક દ્વારા વડોદરાની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખે છે તે જાણ્યું હતું.

ખુશ થઈને ભાવનગરના આ ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને આપ્યું 1 લાખનું ઈનામ

ખુશ થઈને ભાવનગરના આ ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને આપ્યું 1 લાખનું ઈનામ

હાલ સમગ્ર દેશમાં હૈદરાબાદ પોલીસી બહાદુરીના વખાણ થઈ રહ્યાં છે. ચારેતરફથી લોકો તેમની વાહવાહી કરી રહ્યાં છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યાં છે કે હૈદરાબાદ પોલીસે આક્રમક પગલુ લીધું છે. ત્યારે ભાવનગર પાસેના મહુવાના ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઇનામ જાહેર કર્યું છે.

BinSachivalay Exam: કોંગ્રેસના 5 ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓને સમર્થન આપવા માટે હાજર રહેશે

BinSachivalay Exam: કોંગ્રેસના 5 ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓને સમર્થન આપવા માટે હાજર રહેશે

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (binsachivalay exam) માં વિદ્યાર્થીઓના આંદોલનમાં હવે પાછલા બારણેથી કોંગ્રેસે એન્ટ્રી કરી છે. ગઈકાલે આ આંદોલનમાં અનેક મતમતાંતરો હતા, પરંતુ તેના બાદ કોંગ્રેસે આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા હતા. રાજ્યના પ્રત્યેક જિલ્લામાંથી આંદોલન છાવણીમાં હાજર રહેલ એક-એક વિદ્યાર્થી પ્રતિક ઉપવાસ કરશે. આજે અલગ-અલગ જિલ્લાના 13 જેટલા પરીક્ષાર્થીઓ ઉપવાસ પર બેસ્યા છે. જેમનું સમર્થન હાર્દિક પટેલે ઉપવાસ કરી પોતાનું સમર્થન આપ્યું, તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પરીક્ષાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓ સાથે તેમની માંગણીને સમર્થન આપવા માટે હાજર રહેશે. રોજ 33 જિલ્લાના 33 પ્રતિનિધિઓ ઉપવાસ પર બેસશે તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયુ છે. 

60% ડિસ્કાઉન્ટ આપશે YONO શોપિંગ ફેસ્ટિવલ, તારીખ યાદ કરીને નોંધી લેજો

60% ડિસ્કાઉન્ટ આપશે YONO શોપિંગ ફેસ્ટિવલ, તારીખ યાદ કરીને નોંધી લેજો

ઓનલાઈન શોપિંગના શોખીનો માટે શોપિંગ (Online Shopping) કરવાની મોટી તક મળી રહી છે. ભારતીય સ્ટેટ બેંકે (SBI) પોતાના ડિજીટલ એપ YONO પર શોપિંગ ફેસ્ટિવલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. YONO પર શોપિંગ ફેસ્ટિવલની આ બીજી એડિશન આવવાની છે. આ શોપિંગ ફેસ્ટિવલ 10 ડિસેમ્બરથી શરૂ થઈને 14 ડિસેમ્બર સુધી ચાલશે. 5 ડિસેમ્બર સુધી ચાલનારા આ ઓનલાઈન સેલમાં તમામ આઈટમ્સ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 

સ્ટેજ પર થઈ એવી હરકત કે, શરમથી લાલચોળ થઈ ગઈ મલાઈકા

સ્ટેજ પર થઈ એવી હરકત કે, શરમથી લાલચોળ થઈ ગઈ મલાઈકા

અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈક અરોરા (Malaika Arora) પોતાના રિલેશનશિપને લઈને સમાચારમાં રહે છે. બંને ખુલ્લમખુલ્લા થઈને પોતાની રિલેશનશિપને સ્વીકાર કરી ચૂક્યા છે અને પોતાની તસવીરો હંમેશા સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. બંનેની વચ્ચે પ્રેમભરી કેમેસ્ટ્રી એક એવોર્ડ સમારોહ (Glamour And Style Awards

નફ્ફટ નિત્યાનંદનું નવુ નાટક, પોતાને પીડિત બતાવી યુએનના દરવાજા ખખડાવ્યા

નફ્ફટ નિત્યાનંદનું નવુ નાટક, પોતાને પીડિત બતાવી યુએનના દરવાજા ખખડાવ્યા

પોતાને સ્વંયભૂ ભગવાન જાહેર કરનાર નફ્ફટ નિત્યાનંદે યુએનને ચિઠ્ઠી લખી છે. જેમાં તેણે બીજેપી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન ગણાવ્યું છે. ચિઠ્ઠીમાં તેણે નિત્યાનંદે બીજેપી અને સ્વંયસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન બતાવ્યું છે. આ પત્રમાં નિત્યાનંદના એમ પણ દાવો કર્યો કે, તેમના સમર્થકોએ ભારતમાં તકલીફ સહી છે.

જલિયાવાલા નરસંહારનો બદલો લેનાર શહીદ ઉધમ સિંહને મળ્યુ માંડવીના લોકતીર્થમાં સ્થાન

જલિયાવાલા નરસંહારનો બદલો લેનાર શહીદ ઉધમ સિંહને મળ્યુ માંડવીના લોકતીર્થમાં સ્થાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની ગુજરાત સરકારે મોટું કામ કર્યું છે. માંડવી સ્થિત લોકતીર્થ-શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિતીર્થ કે જયાં ભારતના મહાન ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓના પોટ્રેઇર ચિત્રો શોભાયમાન છે, તેમાં દલિત શહીદવીર ઉધમસિંહની તસવીરને તેમની શહાદતના પરિચય સાથે સ્થાન આપવામાં આવ્યું છે. આ કામગીરીને ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી આવકારી હતી. ‘અકાદમી’ લાંબા સમયથી આ માટે રજુઆત કરી રહી હતી.

binsachivalay exam: આંદોલનના ભૂખ્યા વિદ્યાર્થીઓને પરેશ ધાનાણીએ ખીચડી-શાકનું ભોજન કરાવ્યું

binsachivalay exam: આંદોલનના ભૂખ્યા વિદ્યાર્થીઓને પરેશ ધાનાણીએ ખીચડી-શાકનું ભોજન કરાવ્યું

બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજસિંહે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે. જેના કારણે તેની સાથે રહેલા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. આવી સ્થિતિમાં તમામ કોંગ્રેસી નેતાઓ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા હતા. પરેશ ધાનાણીએ પરીક્ષા રદ્દ નહી કરવામાં આવે ત્યાં સુધી ત્યાં જ બેસવાની જાહેરાત કરી છે. ત્યારે તેઓએ આખી રાત વિદ્યાર્થીઓ સાથે વિતાવી હતી. તો સાથે જ તેમણે ભૂખ્યા વિદ્યાર્થીઓને ખીચડી બટાકાનું ભોજન કરાવ્યું હતું. 

વડોદરા : જે અવાવરું જગ્યા પર સગીરા સાથે દુષ્કર્મ થયું ત્યાં પહોંચ્યા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ

વડોદરા : જે અવાવરું જગ્યા પર સગીરા સાથે દુષ્કર્મ થયું ત્યાં પહોંચ્યા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ

વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના મામલામાં સાતમા દિવસે પણ આરોપીઓનો કોઈ પત્તો ન લાગતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા પહોંચી પીડિતાના પરિવાર અને પીડિતા સાથે મુલાકાત કરી હતી. ગૃહરાજ્ય મંત્રીએ પીડિતાના પરિવારને સાંત્વના પાઠવી સાથે જ વહેલી તકે આરોપી પકડી કડક સજા કરવાનું આશ્વાસન આપ્યું હતું. ગૃહરાજ્ય મંત્રીની મુલાકાતના પગલે પીડિતાના ઘરની આસપાસ લોકોના ટોળા ભેગા થયા તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતનાં ચારિત્ર સામે આંગળી ઉઠી, મહિલાને કર્યો Video કોલ...

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતનાં ચારિત્ર સામે આંગળી ઉઠી, મહિલાને કર્યો Video કોલ...

રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં ગઈકાલે મહિલાઓએ હોબાળો મચાવ્યા બાદ નવો ખુલાસો થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરનાં સંત રાજકોટની મહિલાને વીડિયો કોલ અને ફેસબુકમાં મેસેજ કરતા હોવાના સ્ક્રીન શોટ સામે આવ્યા છે. આ કિસ્સામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરનાં સંત વિવાદમાં આવ્યા છે. મુંકુંદ સ્વામી સામે મહિલાએ ગંભીર આક્ષેપો કરીને કહ્યું કે, તેઓએ મહિલાને વીડિયો કોલ અને મેસેજ કર્યા છે. 

બિનસચિવાલય પરીક્ષા મુદ્દે રાજ્યભરમાં વિરોધનો વંટોળ : ક્યાંક રેલી, તો ક્યાંક ઉપવાસ

બિનસચિવાલય પરીક્ષા મુદ્દે રાજ્યભરમાં વિરોધનો વંટોળ : ક્યાંક રેલી, તો ક્યાંક ઉપવાસ

બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) માં ગેરરીતિ બાદ રાજ્યભરમાં પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે સુરત ખાતે પણ બિનસચિવાલયની પરીક્ષા (Cancel binsachivalay exam) આપનાર એક પરીક્ષાર્થીઓએ આમરણ ઉપવાસ શરૂ કરી દીધા છે. આ પરીક્ષાર્થીની માંગ છે કે સરકાર આ સમગ્ર મામલે SITની રચના કરી યોગ્ય તપાસ કરાવે અને દોષીઓને સજા કરે. તે બીજી તરફ મહેસાણા અને ભાવનગરમાં પણ વિરોધ જોવા મળ્યો છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.