close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

-

-

મેક ઈન ઈન્ડિયાઃ દુનિયાભરમાં ભારતમાં બનેલા બુલેટપ્રૂફ જેકેટની જબરદસ્ત માગ

મેક ઈન ઈન્ડિયાઃ દુનિયાભરમાં ભારતમાં બનેલા બુલેટપ્રૂફ જેકેટની જબરદસ્ત માગ

ભારતની માનક સંસ્થા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ(BSI) અનુસાર બુલેટપ્રૂફ જેકેટના ગ્રાહકોમાં યુરોપના દેશોનો સમાવેશ થાય છે. બીએસઆઈના ઉપનિર્દેશક રાજેશ બજાજે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, અમેરિકા, બ્રિટન અને જર્મની પછી ભારત ચોથો દેશ છે, જે રાષ્ટ્રીય ધોરણો અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે બુલેટપ્રુફ જેકેટ બનાવે છે

મહારાષ્ટ્ર ચૂંટણીઃ સીટની વહેંચણીના મુદ્દે ગઠબંધન લટક્યું, શિવસેનાએ માગી આટલી સીટ

મહારાષ્ટ્ર ચૂંટણીઃ સીટની વહેંચણીના મુદ્દે ગઠબંધન લટક્યું, શિવસેનાએ માગી આટલી સીટ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવાની છે, જેના માટે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે સીટોની વહેંચણી અને ગઠબંધન અંગે વાટાઘાટો ચાલી રહી છે. આ બાજુ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીનાં નેતાઓને રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરવકા જણાવી દઈને ગઠબંધન અંગે અસમંજસની સ્થિતિ પેદા કરી છે. 

ઈડીએ મોઈન કુરેશીની 9.35 કરોડની દિલ્હી, રાજસ્થાન સહિતની સંપત્તિ ટાંચમાં લીધી

ઈડીએ મોઈન કુરેશીની 9.35 કરોડની દિલ્હી, રાજસ્થાન સહિતની સંપત્તિ ટાંચમાં લીધી

ઈડી દ્વારા જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમાં દિલ્હીના છતરપુરમાં આવેલા ફાર્મ હાઉસ, બીકાનેરમાં એક જુના કિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઈડીના અનુસાર મોઈન કુરેશીએ આ સંપત્તિ શેલ કંપનીના નામે ખરીદી હતી. મોઈન કુરેશીએ જે શેલ કંપનીઓના નામે આ સંપત્તિઓ ખરીદી હતી તેમના નામ છે, M/s Evershine Hospitality Pvt Ltd, M/s Skyrise Infratech Pvt Ltd, M/s Impress Estate Pvt Ltd અને M/s Millennium Propcon Pvt Ltd. ઈડીએ સીબીઆઈની એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.   

હવે થશે અંતિમ પ્રહાર, પીએમ મોદીએ શરૂ કર્યું PoK હાંસલ કરવાનું મિશન

હવે થશે અંતિમ પ્રહાર, પીએમ મોદીએ શરૂ કર્યું PoK હાંસલ કરવાનું મિશન

ભારત પીઓકે પર 'તિરંગા ક્રાંતિ' કરવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 69મા જન્મ દિવસે પીઓકે હાંસલ કરવાનું મિશન શરૂ કરી દીધું છે.   

રાજસ્થાનઃ ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે અનામત લાગુ કરવાની તૈયારી

રાજસ્થાનઃ ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે અનામત લાગુ કરવાની તૈયારી

રાજ્ય સરકારના પ્રશ્તાવ અનુસાર રાજ્યના સ્થાનિક લોકો માટે 75 ટકા અનામત રાજ્યનાં તમામ ઔદ્યોગિક એકમ, ફેક્ટરી, સંયુક્ત ઉદ્યમ સહિત જાહેર-ખાનગી ભાગીદારીમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટમાં લાગુ કરવામાં આવશે. જો ખાનગી કંપનીઓને કુશળ કારિગર મળતા નથી તો કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબ યુવાનોને ટ્રેનિંગ આપશે.   

BOX OFFICE : આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી 3 મોટી ફિલ્મો વચ્ચે જામશે મોટી ટક્કર

BOX OFFICE : આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી 3 મોટી ફિલ્મો વચ્ચે જામશે મોટી ટક્કર

Bollywood : સની દેઓલનો પુત્ર કરણ દેઓલ નવી ફિલ્મની રિલીઝ સાથે જ પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યો છે, તો બીજી તરફ સંજય દત્ત તેની મુખ્ય ભૂમિકાવાળી અને તેના દ્વારા નિર્મિત ફિલ્મ માટે મોટી અપેક્ષાઓ રાખી રહ્યો છે, તેમની સાથે જ સોનમ કપૂરની પણ બહુપ્રતિક્ષિત ફિલ્મ રીલીઝ થવાની છે. 

PoK ભારતનો ભાગ છે, ટૂંક સમયમાં નિયંત્રણમાં લઈશું: વિદેશ મંત્રી એસ. જયશંકર

PoK ભારતનો ભાગ છે, ટૂંક સમયમાં નિયંત્રણમાં લઈશું: વિદેશ મંત્રી એસ. જયશંકર

સરકારના 100 દિવસ પૂરા થવાના પ્રસંગે આયોજિત એક પત્રકાર પરિષદમાં દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, 'પાકિસ્તાને ભારત સામે સવાલ ઉઠાવતાં પહેલાં પોતાને ત્યાં એ ચકાસવું જોઈએ કે તેનાં લઘુમતિઓની સંખ્યા સતત ઘટી રહી છે. તેમનું ધર્માંતરણ કરાવાઈ રહ્યું છે.'

દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પૂરી, નવરાત્રીથી શરૂ થશે ટ્રેન

દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પૂરી, નવરાત્રીથી શરૂ થશે ટ્રેન

ભારતીય રેલવે બોર્ડ(Indian Railway Board)ના ચેરમેન વિનોદકુમાર યાદવે મંગળવારે જણાવ્યું કે, દિલ્હી-કટરા વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પુરી થઈ ચુકી છે. હવે આ ટ્રેન નવરાત્રીના દિવસથી શરૂ કરવામાં આવશે અને તીર્થયાત્રીઓ માટે આ એક મોટી ભેટ હશે. 

ભારે વેચાવલી પછી શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 642 પોઈન્ટ તુટીને થયો બંધ

ભારે વેચાવલી પછી શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 642 પોઈન્ટ તુટીને થયો બંધ

Share Market : દુનિયાભરના બજારમાં ઘટાડો અને રૂપિયામાં નબળાઈને પગલે ઘરેલુ શેરબજારમાં મંગળવારે વેચાવલીનો દોર ચાલ્યો હતો. આજના કારોબારી સત્રના અંતે સેન્સેક્સ 642.22 પોઈન્ટ તુટીને 36,481.09ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 185.9 પોઈન્ટ તુટીને 10,817.60 પર બંધ થયો હતો.  

સુખોઈ વિમાનમાંથી હવાથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું કરાયું સફળ પરિક્ષણ

સુખોઈ વિમાનમાંથી હવાથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું કરાયું સફળ પરિક્ષણ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO) દ્વારા 'અસ્ત્ર મિસાઈલ'નું (Astra Missile) સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્માણ કરાયું છે. આ મિસાઈલ 5,555 કિમી પ્રતિ કલાકની ઝડપે (4.5 Mach) 70 કિમીની રેન્જમાં કોઈ પણ દુશ્મન મિસાઈલ કે વિમાનને નિશાન બનાવવા માટે સક્ષમ છે. આ મિસાઈલ એક્ટિવ રડાર ટર્મિલન ગાઈડન્સથી સજ્જ છે અને તેનો કોઈ પણ ઋતુમાં એટલે કે કોઈ પણ પ્રકારની હવામાન પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે.   

અફઘાનિસ્તાનઃ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ચૂંટણી રેલીમાં વિસ્ફોટ, 24નાં મોત

અફઘાનિસ્તાનઃ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ચૂંટણી રેલીમાં વિસ્ફોટ, 24નાં મોત

રાષ્ટ્રપતિના(President) ચૂંટણી અભિયાનના પ્રવક્તા હામિદ અઝીઝે જણાવ્યું કે, વિસ્ફોટ થયો એ સમયે રાષ્ટ્રપતિ ગમી ઘટનાસ્થળે હાજર હતા, પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.  

પૃથ્વી પર 'મહાપ્રલય'નો સમય પાકી ગયો, સૃષ્ટિનો થશે સર્વનાશઃ સંશોધનકર્તા

પૃથ્વી પર 'મહાપ્રલય'નો સમય પાકી ગયો, સૃષ્ટિનો થશે સર્વનાશઃ સંશોધનકર્તા

સંશોધનકર્તાઓએ શોધી કાઢ્યું છે કે લગભગ 26 કરોડ વર્ષ પહેલા ધરતી પર સૌ પ્રથમ વખત મહાપ્રલય (Cataclysm) આવ્યો હતો, ત્યાર પછી આવું છ વખત થઈ ચૂક્યું છે. હવે નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, છ વખત આ ધરતી જીવ-જંતુ વગરની થઈ ચૂકી છે અને ફરી એક વખત તેની સંભાવનાઓ બની રહી છે. 

4 દિવસ બેન્ક હડતાળઃ મહિનાના અંતિમ દિવસોમાં રોકડની અછત સર્જાવાની શક્યતા

4 દિવસ બેન્ક હડતાળઃ મહિનાના અંતિમ દિવસોમાં રોકડની અછત સર્જાવાની શક્યતા

બેન્ક અધિકારીઓના 4 સંગઠન દ્વારા 26 સપ્ટેમ્બરથી બે દિવસ માટે હડતાળ પર જવાની જાહેરાત કરાઈ છે. તેઓ કેન્દ્રીય બેન્કોના વિલયનો વિરોધ અને 11મો પાગર ધોરણ કરાર લાગુ કરવાની માગ સાથે હડતાળ પર ઉતરી રહ્યા છે. સળંગ ચાર દિવસ સુધી બેન્ક બંધ રહેવાના કારણે એટીએમમાં રોકડ રકમ ન મળે તેવી સંભાવના છે.  

ICC World Cup-2019 : સરેરાશ 1.6 અબજ લોકોએ જોઈ લાઈવ ટૂર્નામેન્ટ

ICC World Cup-2019 : સરેરાશ 1.6 અબજ લોકોએ જોઈ લાઈવ ટૂર્નામેન્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વિશ્વમાં સૌથી વધુ જોવામાં આવેલી મેચ બની. આ મેચને 27 કરોડ 30 લાખ ટીવી દર્શક મળ્યા હતા અને અન્ય ડિજિટલ મંચ પર 5 કરોડ લોકોએ મેચ નિહાળી હતી.  

આલિયા ભટ્ટ સાથેના માત્ર એક દૃશ્યના કારણે સલમાન ખાને છોડી હતી 'ઈન્શાઅલ્લાહ'!

આલિયા ભટ્ટ સાથેના માત્ર એક દૃશ્યના કારણે સલમાન ખાને છોડી હતી 'ઈન્શાઅલ્લાહ'!

સંજય લીલા ભાણશાળીની ભવ્ય બજેટ ધરાવતી ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ'(Inshallah) ડબ્બામાં જવાના સમાચારથી પ્રશંસકોને મોટો ઝટકો લાગ્યો હતો, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને સલમાન ખાન (Salman Khan) મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ ફિલ્મ બંધ થવાનું મુખ્ય કારણ હવે બહાર આવ્યું છે.   

VIDEO : સાપે ગળ્યો છછૂંદર, પરંતુ જંગલી ગરોળી આવીને આખા સાપને જ ગળી ગઈ

VIDEO : સાપે ગળ્યો છછૂંદર, પરંતુ જંગલી ગરોળી આવીને આખા સાપને જ ગળી ગઈ

નવી દિલ્હીઃ 'સાપે ગળ્યો છછૂંદર'ની કહેવત તો આપણે અનેક વખત સાંભળી છે અને બોલી પણ છે, પરંતુ જંગલમાં એક એવી ઘટના ઘટી જેને જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. જંગલની દુનિયાનું સંતુલન જાણીને આપણને જરૂર આશ્ચર્ય થાય છે. અહીં શિકાર અને શિકારી બંને પશુનું એ પ્રકારનું સર્જન થયેલું છે કે સમગ્ર સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે છે.

OMG..! પ્રથમ નજરે જોતાં જ ડરી જવાય એવી 'એલિયન માછલી' મળી આવી

OMG..! પ્રથમ નજરે જોતાં જ ડરી જવાય એવી 'એલિયન માછલી' મળી આવી

નોર્વેના સમુદ્રમાં એક માછીમારની આંખો ત્યારે પહોળી ગઈ હતી જ્યારે તેની જાળમાં એલિયન-મોન્સટર જેવી એક માછલી ફસાઈ ગઈ હતી. બે ઘડી માટે તો આ માછીમાર ધબકારા ચૂકી ગયો હતો.   

શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક

શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક

કેન્દ્ર સરકાર દ્વારા પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં www.ceir.gov.in નામની એક વેબસાઈટ BSNL સાથે ભાગીદારીમાં લોન્ચ કરાઈ છે. આ પ્રોજેક્ટનું નામ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડન્ટીટી રજિસ્ટર (CEIR- Central Equipment Identity Register) છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ(DoT) દ્વારા મોબાઈલ હેન્ડસેટના રીપ્રોગ્રામિંગ, ચોરી અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

પ્રાઈવેટ કાર માલિક પણ હવે કરી શકશે કાર પૂલિંગ, સરકારે નક્કી કરી ગાઈડલાઈન્સ

પ્રાઈવેટ કાર માલિક પણ હવે કરી શકશે કાર પૂલિંગ, સરકારે નક્કી કરી ગાઈડલાઈન્સ

Car Pooling : કાર પૂલિંગ એક એવી વ્યવસ્થા છે, જેના દ્વારા લોકો મુસાફરી દરમિયાન રસ્તામાંથી કેટલાક અન્ય લોકોને પણ પોતાની કારમાં બેસાડી શકે છે. મુસાફરી દરમિયાન પેટ્રોલ વગેરે પાછળ થતો ખર્ચ એક-બીજા વચ્ચે શેર કરીને આ મુસાફરીને વધુ સરળ અને સસ્તી બનાવી શકે છે 

ભારતીયોમાં પારિવારિક બચતની પ્રવૃત્તિમાં થયો ઘટાડો, માથાદીઠ દેવું વધ્યું

ભારતીયોમાં પારિવારિક બચતની પ્રવૃત્તિમાં થયો ઘટાડો, માથાદીઠ દેવું વધ્યું

ભારતીય પરિવારોનું દેવું પાંચ વર્ષમાં બમણું થઈ ગયું છે, જેની સામે આવકમાંથી થતો ખર્ચ માત્ર દોઢ ગણો જ વધ્યો છે, જેનું પરિણામ એ આવ્યું છે કે, દેશની કુલ બચતમાં 4%નો મોટો ઘટાડો નોંધાયો છે અને તે હવે 34.6 ટકાથી ઘટીને 30.5 ટકા થઈ ગઈ છે. ભારતીયો માથે દેવું વધવાનું મુખ્ય કારણ બચતની પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો છે.   

World Ozone Day : 32 વર્ષ બાદ આજે પણ ઓઝોન સ્તરની સુરક્ષા ટોચની પ્રાથમિક્તા

World Ozone Day : 32 વર્ષ બાદ આજે પણ ઓઝોન સ્તરની સુરક્ષા ટોચની પ્રાથમિક્તા

વર્લ્ડ ઓઝોન ડે-2019 (World Ozone Day 2019) માટે વર્ષ 2019ની થીમ "32 Year and Healing" રાખવામાં આવી છે. એટલે કે, ઓઝોનનું પડ અને જળવાયુ પચાવવા માટે આજથી 32 વર્ષ પહેલા વિશ્વના દેશોએ 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ'(Montreal Protocol) પર હસ્તાક્ષર કર્યા હતા. આ થીમ આપણને યાદ અપાવે છે કે પૃથ્વીનું વતાવરણ અને લોકોને તંદુરસ્ત રાખવા માટે આપણે જે કટિબદ્ધતા દર્શાવી છે તેને વળગી રહેવું પડશે અને સાથે જ જળવાયુની સુરક્ષા માટે વધુ આકરાં પગલાં લેવાં પડશે.   

Hindi Diwas 2019: જાણો હિન્દી દિવસનો ઈતિહાસ અને કેટલીક રસપ્રદ બાબતો

Hindi Diwas 2019: જાણો હિન્દી દિવસનો ઈતિહાસ અને કેટલીક રસપ્રદ બાબતો

હિન્દી દિવસ 2019 : સમગ્ર ભારતમાં 1953થી 14 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળ ભાષા છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. તાજેતરના આંકડા અનુસાર ભારતમાં 43.63 ટકા લોકો હિન્દી ભાષા બોલે છે, જ્યારે 2001માં આ આંકડો 41.3 ટકા હતો. એ સમયે હિન્દી બોલનારા લોકોની સંખ્યા 42 કરોડ હતી.

રાજ્યના 26 જિલ્લામાં 4 ઈંચ, 16 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ, 85 જળાશયો છલકાયા

રાજ્યના 26 જિલ્લામાં 4 ઈંચ, 16 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ, 85 જળાશયો છલકાયા

રાજ્યમાં સરેરાશ 119.20 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 204 જળાશયોમાં હાલ પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના 83.75 ટકા છે. સરદાર સરોવરમાં 95.78 ટકા પાણીનો સંગ્રહ થયો, ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 54.33 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 96.67 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 87.36 ટકા, કચ્છના 20 જળાશયમાં 76.03 ટકા, સૌરાષ્ટ્રના 139 જળાશયમાં 82.78 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

પીએમ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' ઉજવાશે

પીએમ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' ઉજવાશે

'નમામિ દેવી નર્મદે મહોત્સવ'નો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે, તેની સાથે જ સમગ્ર રાજ્યમાં 1000થી વધુ સ્થળોએ સાધુ-સંતો, સમાજસેવી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ અને નાગરિકોની ભાગીદારીમાં મહાનગરો, નગરો તેમજ જિલ્લા અને તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ મહોત્સવ ઉમંગ-ઉલ્લાસથી ઉજવાશે   

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વધુ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને અપાઈ મંજુરી

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વધુ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને અપાઈ મંજુરી

વર્ષ 2019ના 9 મહિનામાં મુખ્યમંત્રી દ્વારા અત્યાર સુધી 82 નગર રચના યોજનાઓને આપવામાં આવી મંજુરી, જેમાં 72 ટીપી અને 10 ડીપીનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં મુખ્યમંત્રીએ 100 ટીપી સ્કીમને મંજુરી આપી હતી.