એક પુરુષનું પહેલું કરવા ચોથનું વ્રત

Updated By: Nov 4, 2020, 02:37 PM IST
એક પુરુષનું પહેલું કરવા ચોથનું વ્રત

દાયકાઓથી કરવા ચોથ પર મમ્મીને પપ્પા માટે વ્રત રાખતા જોયા, પણ ક્યારેય તેમાં કશું વિચિત્ર ન લાગ્યું. પણ જ્યારે મારા લગ્ન થયા તો કરવા ચોથનો અસલ અર્થ સમજી શક્યો. 

હું નોઈડામાં ન્યૂક્લિયર ફેમિલીમાં રહેતો હોવાના કારણે પત્નીના પહેલા કરવા ચોથ પર મેં એક મોટી સમસ્યાનો સામનો કર્યો. સમસ્યા એ હતી કે પત્ની સાથે કરવા ચોથની સાંજે કરવા કોણ બદલશે? જે લોકો કરવાચોથ વિશે જાણતા નથી તેમની જાણકારી માટે હું જણાવી દઉ કે, સાંજે ચંદ્ર જોતા પહેલા મહિલાઓ પરસ્પર એક બીજા સાથે કરવા બદલે છે. કરવા બદલવાની અદભૂત રીત હોય છે. એક મહિલા પોતાના જમણા પગથી બીજી મહિલાના ડાબા પગને જોડે છે અને પછી વારાફરતી પોતાના પગની નીચેથી કરવા એકબીજાને પકડાવે છે. 

ચંદ્રને અર્ધ્ય આપ્યા બાદ પત્નીએ મારી તરફ ચારણીમાંથી જોયું તો...
..તો સાહેબ આ હતી કરવા બદલવાની સ્ટાઈલ, હવે વાત પાછી હું મારી પહેલી કરવા ચોથની કરું છું. હું પત્નીના મારા પ્રત્યેના સમર્પણથી ખુબ પ્રભાવિત  હતો, આવામાં પત્નીને કોઈ પણ સંજોગોમાં ઉદાસ જોવા માંગતો નહતો. પછી તો બસ તેને કહી દીધુ કે તુ ચિંતા ન કરતી, હું બધી વ્યવસ્થા કરી દઈશ. પણ પછી કઈ સૂજ્યું નહીં તો મેં પોતે જ તેની સાથે  કરવા ચેન્જ કરવાની ચેલેન્જ સ્વીકારી.

બસ પછી તો કરવા ચોથના દિવસે આખો દિવસ કશું ખાધુ નહીં, પેટમાં ઉંદરે દોડધામ મચાવી, મનમાં થયું કે ચોરીછૂપે ખાઈ લઉ, પત્નીને શું ખબર પડશે? પરંતુ અંતરાત્માનો અવાજ સાંભળીને કશું ખાધુ નહીં. જેમ તેમ કરીને દિવસ પસાર થઈ ગયો અને ચંદ્ર જોવા મળ્યો. પછી તો શું, પત્ની સાથે રીતિ રિવાજો નીભાવતા કરવા બદલવાની પરંપરા અપનાવી. પછી જેવું ચંદ્રને અર્ધ્ય આપ્યા બાદ પત્નીએ મારી સામે ચારણીમાંથી જોયું તો તેની આંખો ભરાઈ ગઈ. તેણે તરત ગળે લગાવતા કહ્યું- 'આઈ લવ યુ'. 

દરેક  કરવાચોથ પર પત્નીનો એ જ ચહેરો સામે રહે છે
બસ આજે પણ દરેક કરવા ચોથ પર પત્નીનો એ જ ચહેરો યાદ આવે છે. ત્યારથી લઈને અત્યાર સુધી દરેક કરવા ચોથ પર જ્યારે આખા દિવસના વ્રત બાદ પત્ની ગળે લગાવીને 'આઈ લવ યુ' બોલે છે તો લાગે છે કે કદાચ આવનારા વર્ષની બધી જ બલાઓ પોતાના પર લઈ લઉ. તો પછી મિત્રો એકવાર પત્નીની સાથે કરવા ચોથ પર વ્રત રાખીને તો જુઓ. કેટલી ખુશી તમને મળશે. અને હા..પત્નીની ખુશીનો તો તમે અંદાજો પણ નહીં લગાવી શકો, આથી 'હેપ્પી કરવાચોથ ઓલ ઓફ યુ.'

લેખક: અભિષેક મેહરોત્રા Zee News ના Editor (Digital) છે. 

(આ લેખમાં વ્યક્ત વિચાર લેખકના પોતાના અંગત વિચારો છે.)