થિયેટરની હાલત ખરાબ... શું જૂની હિટ ફિલ્મો પાછી થિયેટરમાં બતાવવી ન જોઇએ?

'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' આ સુપરહિટ ફિલ્મે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. મરાઠા મંદિરમાં વર્ષો સુધી જોવાયેલી ફિલ્મ આજે પણ આ ફિલ્મના ડાયલોગ, ગીત અને બધુ જ આપણને યાદ છે

Updated By: Oct 21, 2020, 05:13 PM IST
થિયેટરની હાલત ખરાબ... શું જૂની હિટ ફિલ્મો પાછી થિયેટરમાં બતાવવી ન જોઇએ?

જનક સુતરિયા/ અમદાવાદ: 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' આ સુપરહિટ ફિલ્મે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. મરાઠા મંદિરમાં વર્ષો સુધી જોવાયેલી ફિલ્મ આજે પણ આ ફિલ્મના ડાયલોગ, ગીત અને બધુ જ આપણને યાદ છે. ત્યારે એક મનમાં સવાલ આવ્યો કે, શું થિયેટર માલિકોએ ફરીથી આવી જ જૂની સુપરડુપર હિટ ફિલ્મો થિયેટરમાં બતાવવી જોઇએ કે નહીં...

કોરોનાના કારણે ફિલ્મ જોવાવાળો વર્ગ પોતાના મોબાઈલમાં જ ફિલ્મ જોઇને સંતોષ મારી રહ્યો છે. Netflix, Amazon Prime, ZEE5 જેવા પ્લેટફોર્મ પર લોકો જે ઈચ્છે છે તે મળી રહે છે. ત્યારે આવનારા સમયમાં થિયેટરની હાલત કફોડી થવાની છે એ નક્કી છે. કારણ કે, આવનારા સમયમાં કોઈ મોટી ફિલ્મ થિયેટરમાં દેખાતી નથી. જે પણ ફિલ્મો જેમ કે, સૂર્યવંશી, રણવીરસિંહની 83, ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા, ગંગુબાઈ કાઠિયાવાડી આ બધી ફિલ્મોની રિલીઝ પણ પાછી ઠેલાઈ શકે છે. ત્યારે થિયેટરમાં કોઈ નવી ફિલ્મ આવનાર એક મહિનામાં દેખાતી નથી. એટલા માટે શું થિયેટર માલિકોએ આના વિશે વિચારવું જોઇએ.

કઈ ફિલ્મો તમે થિયેટરમાં જોવા ઇચ્છો છો?
તમારા માટે દોસ્તો મેં 10 ફિલ્મો પસંદ કરી છે. જે થિયેટરમાં રજૂ કરવી જોઇએ એમાની પહેલી ફિલ્મ છે, શાનદાર 'શોલે...' જી હાં, આજે પણ આપણે શોલેને ટીવી ચેનલ પર જોઇએ છે, પરંતુ થિયેટરમાં આપણી પેઢીએ જોઈ નથી. એટલે શોલેને જોવાનો રોમાંચ અલગ હોય, જેનો લાભ આજની જનરેશનને પણ મળે...

બીજી ફિલ્મ છે 'બોબી'
બોબી ફિલ્મ એટલા માટે કે રિશી કપુર અને ડિમ્પલ કપાડિયાની આ ફિલ્મ આજે પણ એટલી જ હિટ છે. આ ફિલ્મના ગીતો તો આજે પણ ધૂમ મચાવે છે.

ત્રીજી ફિલ્મ છે 'ડોન'
અમિતાભ બચ્ચનની આ ફિલ્મના ડાયલોગ આજે પણ વોટ્સએપ અને ફેસબુક પર ધૂમ મચાવે છે. શાહરૂખ ખાનની રિમેક કરતા અમિતાભની ડોન મજા કરાવશે એ હકિકત છે.

ચોથી ફિલ્મ છે 'હમ આપકે હૈ કોન'
સલમાન ખાન અને માધુરીની આ ફિલ્મ આજે પણ ટીવી પર આવે છે. આપણે પરિવાર સાથે જોઇએ છે. ત્યારે આજની યુવા પેઢીને પારિવારીક ફિલ્મની મજા પણ આવે. આ ફિલ્મના ગીતો આજે પણ લાખો લોકો સાંભળે છે.

પાંચમી ફિલ્મ છે 'સાજન'
સંયજ દત્ત, સલમાન ખાન અને માધુરીની ત્રિપુટીનો જલવો આ ફિલ્મમાં જોવા મળ્યો હતો. ઉટીમાં શૂટ થયેલા દ્રશ્યો આજે પણ કહીં રહ્યાં છે... મેરા દિલ ભી કિતના પાગલ હૈ...

છઠ્ઠી ફિલ્મ છે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'
યશરાજ ફિલ્મની આ ફિલ્મે આજે 25 વર્ષ પૂરા કર્યા છે. ત્યારે શાહરૂખ ખાન, કાજોલ, અમરિષ પુરીની આ રોમાન્ટિક ફિલ્મ જોવાની કેવી મજા પડી જાય.

સાતમી ફિલ્મ છે 'ગદર: એક પ્રેમ કથા'
સની દેઓલ, અમિષા પટેલ અને અમરિષ પુરીની ફિલ્મ ગદર: એક પ્રેમ કથા આજે પણ એટલી જ લોકપ્રિય છે. આજની પેઢીએ આ ફિલ્મ વારંવાર જોવામાં મજા આવે છે.

આઠમી ફિલ્મ છે 'બોર્ડર'
દત્તા સાહેબની અને શાનદાર અનુ મલિકના સંગીતથી સજ્જ બોર્ડર ફિલ્મે પણ મજા કરાવી લોકોને...

નવમી ફિલ્મ છે 'લગાન'
દો ગુના લગાન... આમીર ખાન અને આશુતોષ ગોવારીકરની આ ફિલ્મ આજે પણ મજા કરાવે તેવી છે.

દસમી ફિલ્મ છે 'હિના'
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિનાની ફિલ્મ એટલે હિના... શાનદાર સંગીત, લોકેશન અને શાનદાર કલાકારોની આ ફિલ્મ થિયેટર માલિકો બતાવે તો મજા જ મજા પડી જાય.

આ અખતરો થિયેટર માલિકોએ કરવો જોઇએ.

(લેખક જનક સુતરિયા ZEE 24 Kalakના એંકર છે અને આ તેમના અંગત મંતવ્યો છે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube