ગુજરાતી ન્યૂઝBusinessBank Merger: આવતીકાલથી બંધ થઈ જશે આ 15 બેંકો! ગુજરાતની પણ 2 બેંકનો સમાવેશ, જાણો તમારા પૈસાનું શું થશે?

Bank Merger: આવતીકાલથી બંધ થઈ જશે આ 15 બેંકો! ગુજરાતની પણ 2 બેંકનો સમાવેશ, જાણો તમારા પૈસાનું શું થશે?

Bank Close: દેશની ઘણી બેંકો 1 મેથી બંધ થઈ રહી છે. આના કારણે, દેશમાં બેંકોની સંખ્યા 43થી ઘટીને 28 થઈ જશે. સરકારના આ નિર્ણયની અસર તમને 11 રાજ્યોમાં જોવા મળશે. આ નિર્ણય પછી ગ્રાહકોને પહેલા કરતા પણ વધુ સારી સુવિધાઓ મળશે.

Bank Merger: આવતીકાલથી બંધ થઈ જશે આ 15 બેંકો! ગુજરાતની પણ 2 બેંકનો સમાવેશ, જાણો તમારા પૈસાનું શું થશે?

Regional Rural Bank Merger:  જો તમારું પણ ગામડાની બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કારણ કે દેશની ઘણી ગ્રામીણ બેંકો 1 મેથી બંધ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારની એક રાજ્ય, એક ગ્રામીણ બેંક નીતિ હેઠળ, આ બેંકોને અન્ય બેંકો સાથે મર્જ કરવામાં આવશે. આના કારણે, દેશમાં ગ્રામીણ બેંકોની સંખ્યા 43થી ઘટીને 28 થઈ જશે. સરકારે આ નિર્ણય લેવા પાછળનું કારણ બેંકિંગ સેવાઓને મજબૂત બનાવવા અને તેમને વધુ અસરકારક બનાવવાનું છે.

આવતીકાલથી આ 15 બેંકો બંધ રહેશે

Add Zee News as a Preferred Source

તમને જણાવી દઈએ કે, સરકારના આ નિર્ણયની અસર તમને 11 રાજ્યોમાં જોવા મળશે. જેમાં આંધ્રપ્રદેશ, યુપી, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં બધી ગ્રામીણ બેંકોનું વિલીનીકરણ કરીને તે રાજ્યમાં એક ગ્રામીણ બેંક બનાવવામાં આવશે.

શું કંઈ બદલાશે?

આ નિર્ણય પછી ગ્રાહકોને પહેલા કરતા પણ વધુ સારી સુવિધાઓ મળશે. આનાથી ડિજિટલ અને ગ્રાહક સેવા માળખાને પણ મજબૂતી મળશે અને બેંક શાખાઓની સંખ્યામાં કોઈ ઘટાડો થશે નહીં. જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે તો તમને કોઈ ફરક પડશે નહીં, ફક્ત બેંકનું નામ બદલાશે. ખાતા, લોન અને અન્ય સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. આ ફેરફાર પછી, બેંક તેના ગ્રાહકોને એક મેસેજ દ્વારા જાણ કરશે કે નવો એકાઉન્ટ નંબર શું છે. આ ઉપરાંત, તેમને નવી ચેક બુક અને પાસબુક પણ મળશે.

બેંકોની લિસ્ટ

ચૈતન્ય ગોદાવરી ગ્રામીણા બેંક, આંધ્ર પ્રગતિ ગ્રામીણા બેંક, સપ્તગીરી ગ્રામીણા બેંક આંધ્રપ્રદેશ ગ્રામીણા વિકાસ બેંક આંધ્ર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશમાં બરોડા યુપી બેંક, આર્યાવર્ત બેંક, પ્રથમ યુપી ગ્રામીણ બેંક, પશ્ચિમ બંગાળ ગ્રામીણ બેંક, ઉત્તર બંગાળ આરઆરબી છે. બિહારમાં દક્ષિણ બિહાર ગ્રામીણ બેંક, ઉત્તર બિહાર ગ્રામીણ બેંક છે. ગુજરાતમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે. J&K ગ્રામીણ બેંક એ જમ્મુ અને કાશ્મીરમાં એક સ્થાનિક ગ્રામીણ બેંક છે. આ સાથે, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાનનો પણ તેમાં સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krushnapalsinh Chudasama

2017થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news