મોદી સરકાર માટે સારા સમાચાર, ભારતનો વૃદ્ધિ દર આ વર્ષે 7.3% રહેશે

વર્લ્ડ બેંકનું અનુમાન છે કે આ વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.3 ટકા રહેશે અને 2019 તથા 2020માં આ વધીને 7.5 ટકા પર પહોંચી જશે. વર્લ્ડ બેંકે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા નોટબંધી અને જીએસટીના પ્રભાવોમાંથી નિકળી ચૂકી છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Apr 17, 2018, 10:05 AM IST
મોદી સરકાર માટે સારા સમાચાર, ભારતનો વૃદ્ધિ દર આ વર્ષે 7.3% રહેશે

વોશિંગટન: વર્લ્ડ બેંકનું અનુમાન છે કે આ વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.3 ટકા રહેશે અને 2019 તથા 2020માં આ વધીને 7.5 ટકા પર પહોંચી જશે. વર્લ્ડ બેંકે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા નોટબંધી અને જીએસટીના પ્રભાવોમાંથી નિકળી ચૂકી છે. 16 એપ્રિલના રોજ વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા દક્ષિણ એશિયા આર્થિક કેંદ્ર રિપોર્ટમાં કહેવામાં આવ્યું ''2018માં વૃદ્ધિ દરના 2017ના 6.7 ટકાથી વધીને 7.3 ટકા પહોંચી જવાનું અનુમાન છે. 

વર્લ્ડ બેંકે પોતાની સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટમાં કહ્યું 'ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાના લીધે આ ક્ષેત્ર (દક્ષિણ એશિયા)એ દુનિયામાં સૌથી ઝડપથી વધતા ક્ષેત્રનો દરજ્જો ફરીથી પ્રાપ્ત કરી લીધો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં આર્થિક વિકાસ દર 2017માં 6.7 થી વધીને 2018માં 7.3 ટકા થઇ શકે છે.

રોકાણ અને નિર્યાત વધારે ભારત: વર્લ્ડ બેંક
ખાનગી રોકાણ તથા ખાનગી વપરાશમાં સુધારાથી તેના નિરંતર આગળની આશા છે. અનુમાન છે કે દેશનો વૃદ્ધિ દર 2019-20 અને 2020-21માં વધીને 7.5 ટકા થઇ જશે. ભારતને વૈશ્વિક વૃદ્ધિનો ફાયદો ઉઠાવવા માટે રોકાણ અને નિર્યાત વધારવાની ભલામણ કરવામાં આવી છે. વર્લ્ડ બેંકે સ્વિકાર્યું કે જીએસટી લાગૂ થવાથી ભારતમાં આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઇ હતી અને તેની નકારાત્મક અસર પડી હતી. પરંતુ અર્થવ્યવસ્થા હવે ઉભરી ચૂકી છે અને આ નાણાંકીય વર્ષ 2019માં વિકાસ દરને 7.4 સુધી પહોંચાડવામાં મદદગાર થશે. 

પ્રાઇવેટ રોકાણ વધારવાનો પડકાર
જોકે વર્લ્ડ બેંકે મધ્યાવિધમાં ખાનગી રોકાણની વાપસીને મોટો પડકાર ગણવામાં આવી રહ્યો છે. તેના અનુસાર દેશમાં પ્રાઇવેટ રોકાણ વધારવામાં ઘણા સ્થાનિક વિધ્નો છે. તેમાં કંપનીઓ પર વધતું જતું દેવું, નિયમનકારી અને નીતિ પડકારો વગેરે મુખ્ય છે. વર્લ્ડ બેંકના અનુસાર અમેરિકામાં વ્યાજ વધતાં ભારતમાં ખાનગી રોકાણ પર નકારાત્મક અસર પાડી શકે છે.

દર વર્ષે 81 લાખ નોકરીઓની જરૂરિયાત
વર્લ્ડ બેંકે કહ્યું કે ભારતને પોતાનો રોજગાર દર યથાવત રાખવા માટે વર્ષે 81 લાખ રોજગાર પેદા કરવાની જરૂરિયાત છે. રિપોર્ટ અનુસાર દર મહિને 13 લાખ નવા લોકો કામકાજ કરવાની ઉંમરમાં પ્રવેશ કરતા જાય છે. વર્લ્ડ બેંકે દક્ષિણ એશિયા ક્ષેત્રના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ટિન રામાએ કહ્યું કે 2025 સુધી દર મહિને 18 લાખથી વધુ લોકો કામકાજી ઉંમરમાં પહોંચશે. માર્ટિનના અનુસાર સારા સમાચાર એ છે કે આર્થિક વૃદ્ધિ નવી નોકરીઓ પેદા કરી રહી છે.