7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ડબલ બોનાંઝા, DA હાઇક સાથે મળી આ ખુશખબરી, મહિલાઓને પણ ભેટ

7th Pay Commission Latest News: ડીએમાં વધારાની જાહેરાતથી 2.15 લાખ કર્મચારીઓ અને 1.90 લાખ પેન્શનરોને ફાયદો થશે. સરકાર તરફથી કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ડબલ બોનાંઝા, DA હાઇક સાથે મળી આ ખુશખબરી, મહિલાઓને પણ ભેટ

DA Hike in Himachal Pradesh: સરકારી કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર છે. હિમાચલ પ્રદેશ સરકારે વર્તમાન કર્મચારીઓને બેવડા સારા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવાની સાથે મોંઘવારી ભથ્થું (DA વધારો) વધારવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા ડીએમાં વધારાની જાહેરાતથી 2.15 લાખ કર્મચારીઓ અને 1.90 લાખ પેન્શનરોને ફાયદો થશે. હિમાચલ સરકાર તરફથી કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે 34 ટકા ડીએ મળશે જે પહેલા 31 ટકા હતું.

સરકારી તિજોરી પડશે 500 કરોડનો બોજો
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 3% DA વધારાથી હિમાચલ પ્રદેશ સરકારની તિજોરી પર લગભગ 500 કરોડનો વધારાનો બોજો પડશે. આ સિવાય સીએમ સુખવિન્દર સિંહ સુખુએ જૂન 2023 થી સ્પીતિની 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 1,500 રૂપિયાનું માસિક ભથ્થું આપવાની પણ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ડીએ અને ડીઆર વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR) આપવામાં આવે છે.

1.36 લાખ કર્મચારીઓને ફાયદો થશે
બીજી તરફ, હિમાચલ સરકારે 1 એપ્રિલ, 2023 થી જૂની પેન્શન યોજનાને (Old Pension Scheme) પુનઃસ્થાપિત કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેનાથી રાજ્ય સરકારના 1.36 લાખ કર્મચારીઓને ફાયદો થશે. આ કર્મચારીઓને નેશનલ પેન્શન સ્કીમ (NPS) હેઠળ કપાતનો સામનો કરવો પડશે નહીં. રાજ્યના મુખ્ય સચિવે OPS લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ કે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે જૂની પેન્શન (OPS) પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news