7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગારમાં મળશે Double Bonanza! જુઓ DA અને HRAની ગણતરી

7th Pay Commission Updates: કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે કર્મચારીઓના HRA માં પણ વધારો થયો છે. એટલે કે કર્મચારીઓને ઓગસ્ટના પગાર હવે ડબલ બોનાન્ઝા સાથે આવશે. 
 

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગારમાં મળશે Double Bonanza! જુઓ DA અને HRAની ગણતરી

નવી દિલ્હીઃ 7th Pay Commission Latest Updates: લાંબી રાહ જોયા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી બેસિક સેલેરીના 28 ટકા મોંઘવારી ભથ્થુ  (DA Hike) મળશે. કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે કર્મચારીઓના HRA માં પણ વધારો થયો છે. એટલે કે કર્મચારીઓને ઓગસ્ટના પગાર હવે ડબલ બોનાન્ઝા સાથે આવશે. 

DA ની સાથે HRA માં પણ વધારો
સરકારે મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે નિયમ પ્રમાણે HRA એટલા માટે વધારવામાં આવ્યું છે કારણ કે મોંઘવારી ભથ્થુ 25 ટકાથી વધુ ગયું છે. તેથી કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ એલાઉન્ટને વધારી 27 ટકા સુધી કરી દીધુ છે. હકીકતમાં 7 જુલાઈ 2017ના એક આદેશ પ્રમાણે જ્યારે મોંઘવારી બથ્થુ 25 ટકાથી વધુ થઈ જશે. ત્યારે હાઉસ રેન્ટ એલાઉન્ટને રિવાઇઝ કરવામાં આવશે. 1 જુલાઈથી ડીએ વધી 28 ટકા થઈ ગયું છે, તેથી HRA ને રિવાઇઝ કરવો જરૂરી છે. 

શહેરો પ્રમાણે વધશે HRA
સરકારી આદેશ અનુસાર HRA ને શહેરો પ્રમાણે ત્રણ વર્ગોમાં વિભાજીત કરવામાં આવ્યું જે X, Y અને Z છે. રિવીઝન બાદ  X કેટેગરી શહેરો માટે HRA બેસિક પેના 27 ટકા હશે, આ રીતે Y કેટેગરીના શહેરો માટે બેસિક પેના 18 ટકા, જ્યારે Z કેટેગરીના શહેરો માટે આ બેસિક પેના 9 ટકા હશે. 

જાણો કેટલું થશે HRA
ઉદાહરણથી સમજો કે કોઈ શહેરની વસ્તી 5 લાખને પાર કરી જાય છે તો તે Z કેટેગરીથી Y કેટેગરીમાં અપગ્રેડ થઈ જાય છે. એટલે કે ત્યાં 9% ની જગ્યાએ 18% HRA મળવા લાગશે. જે શહેરની વસ્તી 50 લાખથી વધુ હોય છે, તે એક્સ કેટેગરીમાં આવે છે. ત્રણેય કેટેગરી માટે ન્યૂનતમ હાઉસ રેન્ટ એલાઉન્ટ  5400, 3600 અને 1800 રૂપિયા હશે. 

કુલ મળી કેટલો વધશે પગાર
7માં પગાર પંચના પે મેટ્રિક્સ પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓની ન્યૂનતમ બેસિક સેલેરી 18,000 રૂપિયા હોય છે, જેમાં બેસિક પે, ડિડક્શન અને ભથ્થા સામેલ હોય છે. 18000 રૂપિયાની બેસિક સેલેરી પર 17 ટકાના હિસાબે તેને જૂન 2021 સુધી 3060 રૂપિયાનું ડીએ મળી રહ્યું હતું. જુલાઈ 2021 બાદ હવે તેને 28 ટકાના હિસાબે 5040 રૂપિયા દર મહિને મળશે. એટલે કે 1980 રૂપિયા  (5040-3060=1980) દર મહિને વધુ મળશે. કર્મચારી બેસિક પેન્શનના હિસાબથી આ કેલકુલેટ કરી શકે છે કે ડીએ વધ્યા બાદ તેના પગારમાં કેટલો વધારો થશે. 

ઓગસ્ટમાં આવશે આટલો પગાર
કુલ મળીને તમને જણાવી દઈએ કે ન્યૂનતમ ડીએ વધારો 5040 રૂપિયા થશે અને ન્યૂનતમ HRA વધારો દર મહિને 1800 રૂપિયા થશે. એટલે કે ઓગસ્ટમાં આવનાર પગારમાં 9840 રૂપિયા  (5040+1800) નો વધારો થશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news