7th Pay Commission: માર્ચ મહિનામાં આટલો વધીને આવશે કેન્દ્રીય કર્મચારીનો પગાર, જુઓ કેલકુલેશન
DA Hike: કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. હવે કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા હિસાબે મોંઘવારી ભથ્થું મળવાનું છે. આ વધેલા ભથ્થાની ચુકવણી માર્ચ મહિનાના પગારમાં થવાની છે.
7th Pay Commission: બસ હવે ગણતરીના દિવસો બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર આવવાનો છે. કેન્દ્રીય કર્મચારીઓને માર્ચમાં બમ્પર સેલેરી મળવાની છે. માર્ચ મહિનામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ડીએનું એરિયર, માર્ચનું વધેલું ડીએ અને વધેલું HRA મળશે. કેન્દ્ર સરકારે માર્ચમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ વધી 50 ટકા થઈ ગયું છે. કેન્દ્ર સરકારના પેન્શનરો માટે પણ મોંઘવારી રાહત 4 ટકા વધી 50 ટકા થઈ ગઈ છે. વધેલું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024થી લાગૂ માનવામાં આવશે. તેનાથી આશરે 49.18 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરોને ફાયદો થશે. મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારનો એક ભાગ છે. તેથી જ્યારે વધેલું ડીએ મળશે તો કર્મચારીઓનો ટેક હોમ પગાર પણ વધી જશે. અહીં તમને જણાવીશું કે માર્ચમાં કર્મચારીઓનો કેટલો વધેલો પગાર મળશે.
4 ટકા ડીએ વધારા બાદ વધી જશે પગાર
આવો એક કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મામલો લઈએ, જેને દર મહિને 47500 રૂપિયાનું બેસિક વેતન મળે છે. પહેલા 46 ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થું 21022 રૂપિયા હતું. ડીએ 50 ટકા થવા પર તેનું મોંઘવારી ભથ્થું વધી 22850 રૂપિયા થઈ જશે. તો તેને 1818 રૂપિયા વધુ મળશે. તે 22850 રૂપિયામાંથી 21022 રૂપિયા માઇનસ કરી હિસાબ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 1 વર્ષમાં પૈસા કર્યા ડબલ, એક્સપર્ટે કહ્યું- 1000 રૂપિયા પર જશે ભાવ
50 ટકા ડીએને કારણે વધી ગયું HRA
કેન્દ્રીય કર્મચારીઓને હાઉસ રેન્ટ એલાઉન્સ મળે છે, જે તે વાત પર નિર્ભર કરે છે કે તે ક્યાં રહે છે. સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર 1 જુલાઈ 2017થી ક્લાસ એક્સ, વાય અને ઝેડ શહેરો માટે હાઉસ રેન્ટ એલાઉન્સ બેસિક પગારના ક્રમશઃ 24 ટકા, 16 ટકા અને * ટકા સુધી બનાવવામાં આવ્યું છે. જ્યારે ડીએ 25 ટકા પહોંચી ગયું, સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર X, Y અને Z શહેરોમાં HRA નો દર બેસિક પગારના 27 ટકા, 18 ટકા અને 9 ટકા રિવાઇઝ કરવામાં આવ્યો હતો. હવે ડીએ 50 ટકા પહોંચવા પર હાઉસ રેન્ટ એલાઉન્સ રિવાઇઝ કરવામાં આવ્યું છે.
પગારમાં વધીને આવશે HRA
આવો માની લઈએ કેન્દ્ર સરકારના એક કર્મચારી જેને બેસિક પગારના રૂપમાં 45700 રૂપિયા મળે છે, તે Y કેટેગરીના શહેરમાં રહે છે. અત્યાર સુધી તેનું એચઆરએ 8226 રૂપિયા હતો. ડીએ 50 ટકા પહોંચવા પર તેનું એચઆરએ વધીને 20 ટકા થઈ જશે. હવે તેનું એચઆરએ રિવાઇઝ થઈ 9140 રૂપિયા થઈ જશે. એટલે કે તેને દર મહિને 914 રૂપિયાનો ફાયદો મળશે.