DA Hike: 2 કે 3%- કેટલું વધશે મોંઘવારી ભથ્થું? આવું 78 મહિનામાં પહેલીવાર થશે! કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો લાગશે
DA Hike: બુધવારે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ વધારાને મંજૂરી મળી શકે છે. પણ, આવું કેમ થઈ રહ્યું છે? કારણ કે, AICPI ઇન્ડેક્સ મુજબ મોંઘવારી ભથ્થું 56 ટકા હોવું જોઈએ. પણ પછી 2 ટકાની વાત કેમ?
Trending Photos
DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલી મહત્વની જાણકારી સામે આવી છે. જાન્યુઆરી 2025થી DA/DR માં 2% નો વધારો થવાની સંભાવના છે. ત્યારબાદ ડીએ 53 ટકાથી વધી 55 ટકા થઈ જશે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓને છેલ્લા 78 મહિનામાં સૌથી ઓછું મોંઘવારી ભથ્થું વધશે. બુધવારે યોજાનારી કેબિનેટની હેઠકમાં ડીએ વધારાને મંજૂરી મળી શકે છે. પરંતુ એવું કેમ થઈ રહ્યું છે? કારણ કે AICPI ઈન્ડેક્સ પ્રમાણે તો મોંઘવારી ભથ્થું 56 ટકા થવું જોઈએ. તેમ છતાં બે ટકાના વધારાની વાત કેમ કરવામાં આવી રહી છે?
કેમ માત્ર 2% વધશે મોંઘવારી ભથ્થું?
ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI-IW) જારી થયા પછી, એવું નક્કી કરવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2025 થી DA/DR 2% વધશે. ડિસેમ્બર 2024 માટે AICPI-IW 143.7 પર હતો, જે DA ગણતરીને 55.98% પર લઈ ગયો. જો કે, સરકારી નિયમો મુજબ, દશાંશ પછીની સંખ્યા ઉમેરવામાં આવતી નથી, તેથી તે 53% થી વધારીને 55% જ કરવામાં આવશે.
78 મહિનામાં પ્રથમવાર આ થશે
છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી ભથ્થામાં 3 કે 4 ટકાના દરે વધારો થયો છે. પરંતુ 78 મહિનામાં (સાડા 6 વર્ષ) પ્રથમ વખત ડીએમાં માત્ર 2%નો વધારો થશે. અગાઉ વર્ષ 2018માં મોંઘવારી ભથ્થામાં 2 ટકાના દરે વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી, માત્ર 3 અથવા 4 ટકાનો વધારો સતત જોવા મળ્યો છે. આ સમાચારથી કેન્દ્રીય કર્મચારીઓને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં, નવા પગાર પંચના અમલ પહેલા મોંઘવારી ભથ્થામાં જેટલો વધારો થશે, તેટલો જ કર્મચારીઓને ફાયદો થશે. પરંતુ, હવે 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી છે અને જાહેરાત પછી તરત જ મોંઘવારી ભથ્થામાં માત્ર 2%નો વધારો થવાના સમાચાર છે.
DA Hike ની કેટલી અસર થશે?
જો કોઈ કર્મચારીનું મૂળ વેતન 50,000 રૂપિયા છે તો 2% ના વધારા બાદ તેનું ડીએ આ રીતે વધશે.
વેતન (Basic Salary) | પહેલા DA (53%) | નવું DA (55%) | વધારો (2%) |
---|---|---|---|
₹50,000 | ₹26,500 | ₹27,500 | ₹1,000 |
₹70,000 | ₹37,100 | ₹38,500 | ₹1,400 |
₹1,00,000 | ₹53,000 | ₹55,000 | ₹2,000 |
કેબિનેટની બેઠકમાં મળશે મંજૂરી?
સૂત્રો પ્રમાણે બુધવાર (19 માર્ચ) એ કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. સામાન્ય રીતે સરકાર દર વર્ષે માર્ચમાં મોંઘવારી ભથ્થાને મંજૂરી આપે છે, જેનાથી કર્મચારીઓને રેટ્રોસ્પેક્ટિવ રીતે એરિયરનો ફાયદો મળે છે. એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પૈસા એરિયર તરીકે જોડાઈ જશે.
શું 3% ની આશા ખતમ?
સરકારી આંકડાઓ પર નજર કરીએ તો 3%ની આશા હવે ખતમ થઈ ગઈ છે. જો આપણે ડિસેમ્બર 2024માં AICPI-IWના આંકડા જોઈએ તો મોંઘવારી ભથ્થું 55.98 ટકા પર પહોંચી ગયું છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં સરકારે તેને 56 ટકા ગણવું જોઈએ. પરંતુ, દશાંશ બિંદુ પછી સંખ્યાઓ ન ઉમેરવાને કારણે, તેને 55 ટકા સુધી મર્યાદિત કરવામાં આવી રહી છે. જો કે આ પહેલા પણ સરકાર આવા મામલામાં ભાવિ મૂલ્ય પ્રમાણે રકમ વધારતી હતી. પરંતુ હાલના કિસ્સામાં, જાન્યુઆરી 2025 થી માત્ર 2% વધારો અપેક્ષિત છે.
શું મળશે એરિયર?
જાન્યુઆરી 2025થી લાગૂ થનાર ડીએ વધારા માટે માર્ચ 2025માં સરકાર ઔપચારિક આદેશ જારી કરશે. કર્મચારીઓને માર્ચના પગાર સાથે વધેલા મોંઘવારી ભથ્થાનો ફાયદો મળશે અને બે મહિનાનું એરિયર પણ મળશે. પેન્શનરોને પણ આ લાભ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે