1 નવેમ્બરથી બદલાઇ જશે તમારી જીંદગી સાથે જોડાયેલા આ 8 નિયમ, થઇ જાવ તૈયાર

1 નવેમ્બરથી તમારી જીંદગીમાં ઘણા ફેરફાર થવાના છે. રસોઇ ગેસ સિલિન્ડરથી માંડીને ટ્રેનોના ટાઇમ ટેબલ સુધી બધુ જ બદલાવાનું છે. અમે તમને અહીંયા તે તમામ ફેરફારોને વારાફરતી બતાવીશું.

1 નવેમ્બરથી બદલાઇ જશે તમારી જીંદગી સાથે જોડાયેલા આ 8 નિયમ, થઇ જાવ તૈયાર

નવી દિલ્હી: 1 નવેમ્બરથી તમારી જીંદગીમાં ઘણા ફેરફાર થવાના છે. રસોઇ ગેસ સિલિન્ડરથી માંડીને ટ્રેનોના ટાઇમ ટેબલ સુધી બધુ જ બદલાવાનું છે. અમે તમને અહીંયા તે તમામ ફેરફારોને વારાફરતી બતાવીશું. જેથી તમે પોતાને આ પરિવર્તનો માટે તૈયાર કરી શકો. જેથી તમે પોતાને આ ફેરફાર માટે તૈયાર કરી શકો.

1. LPG ડિલિવરી સિસ્ટમ બદલાશે
એક નવેમ્બરથી LPG સિલિન્ડરની ડિલિવરીની સિસ્ટમ બદલાઇ જશે. ઓઇલ કંપનીઓ એક નવેમ્બરથી ડિલિવરી ઓથેંન્ટિકેશન કોડ (DAC) સિસ્ટમ લાગૂ કરશે. એટલે કે ગેસની ડિલિવરીથી પહેલાં ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર તમારા ઘરે આવશે તો તેને OTP ને ડિલિવરી બોયઝ સાથે શેર કરવું પડશે. જ્યારે OTP સિસ્ટમ સાથે મેચ થશે ત્યારે તમને સિલિન્ડરની ડિલિવરી થશે. 

જો કોઇ કસ્ટમરનો મોબાઇલ નંબર અપડેટ નથી તો ડિલિવરી બોય પાસે એપ હશે, જેના દ્વારા તાત્કાલિક પોતાનો નંબર અપડેટ કરાવી શકશો. જો કોઇ ગ્રાહકનું સરનામું, નામ જેવી જાણકારીઓ અપડેટ નથી તો તેને પણ 1 નવેમ્બર પહેલાં આ તમામ વસ્તુઓ અપડેટ કરાવવી પડશે નહી તો સિલિન્ડર ડિલિવરીમાં સમસ્યા આવી શકે છે. 

ગેસ ચોરીને રોકવા માટે આ ડિલિવરી  સિસ્ટમ બદલવામાં આવી છે. આ સિસ્ટમ પહેલા6 100 સ્માર્ટ સિટીમાં લાગૂ થશે, પછી ધીમે ધીમે આખા દેશમાં લાગૂ કરવામાં આવશે. કમર્શિયલ LPG સિલિન્ડરો પર આ સિસ્ટમ લાગૂ નહી થાય. 

2. Indane ગેસ બુકિંગ નંબર બદલાશે
એક નવેમ્બરથી ઇન્ડેન ગ્રાહકો માટે ગેસ બુક કરવાનો નંબર બદલાઇ જશે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું કે પહેલાં રસોઇ ગેસ બુકિંગ માટે દેશના અલગ-અલગ સર્કલ માટે અલગ-અલગ મોબાઇલ નંબર હોય છે. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ પણ તમામ સર્કલ માટે એક જ નંબર જાહેર કર્યો છે, હવે દેશભરના ગ્રાહકોને એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે 7718955555 પર કોલ અથવા એસએમએસ મોકલવો પડશે. 

3. પૈસા ઉપાડવા, જમા કરાવવા પર લાગશે ચાર્જ
બેંક ઓફ બરોડા  (BoB) ના ખાતાધારકો માટે ખરાબ સમાચાર છે. 1 નવેમ્બરથી બેંક ઓફ બરોડા ગ્રાહકોને એક નક્કી સીમાથી વધુ પૈસા જમા કરાવવા અને ઉપાડવા બંને પર ચાર્જ વસૂલશે. બેંક ઓફ બરોડાએ ચાલુ એકાઉન્ટ, કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટથી ડિપોઝિટ ઉપાડના અલગ અને બચત ખાતાના જમા ઉપાડના ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. લોન એકાઉન્ટ માટે મહિનામાં ત્રણવાર પછી જેટલી વાર પૈસા કાઢશો, 150 રૂપિયા દર વખતે ચાર્જ ચૂકવવો પડશે. બચત ખાતામાં ત્રણવાર સુધી જમા કરવાવું મફત રહેશે. પરંતુ ત્યારબાદ ચોથી વાર જમા કરાવવા પર 40 રૂપિયા ચૂકવવા પડશે. બાકી બેંક્સ જેમ કે બેંક ઓફ ઇન્ડિયા, પીએનબી, એક્સિસ અને સેંટ્રલ બેંક પણ જલદી આ પ્રકારે ચાર્જ લગાવવાનો નિર્ણય લેશે. 

4. SBI બચત એકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે
1 નવેમ્બરથી એસબીઆઇના કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર થવા જઇ રહ્યા છે. એસબીઆઇના બેંક એકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે. હવે 1 નવેમ્બરથી જે સેવિંગ બેંક એકાઉન્ટમાં 1 લાખ સુધીની જમા રકમ છે તેના પર વ્યાજ દર 0.25 ટકા ઘટીને 3.25 ટકા રહેશે. જ્યારે 1 લાખ રૂપિયાથી વધુ જમા પર હવે રેપો રેટના અનુસાર વ્યાજ મળશે. 

5. ડિજિટલ પેમેન્ટ પર કોઇ ચાર્જ નહી
એક નવેમ્બરથી હવે પચાસ કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવરવાળા બિઝનેસમેનો માટે ડિજિટલ પેમેન્ટ લેવું અનિવાર્ય થશે. આરબીઆઇનો આ નિયમ પણ એક નવેમ્બરથી લાગૂ થઇ જશે. નવી વ્યવસ્થા અનુસાર ગ્રાહક અથવા મર્ચન્ટ ડિજિટલ પેમેન્ટ માટે કોઇપણ ચાર્જ અથવ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલી શકશે નહી. આ નિયમ ફક્ત 50 કરોડ રૂપિયાથી વધુ લેનાર ટર્નઓવર પર લાગૂ થશે. 

6 મહારાષ્ટ્રમાં બેંકનું ટાઇમ ટેબલ બદલાશે
એક નવેમ્બરથી મહારાશ્ટ્રમાં બેંકમાં નવું ટાઇમ ટેબલ લાગૂ થશે. હવે રાજ્યના તમામ બેંક એક જ સમય પર ખુલશે અને એક જ સમય પર બંધ થશે. મહરાષ્ટ્રમાં તમામ બેંકસ સવારે 9 વાગે ખુલીને સાંજે 4 વાગે બંધ થશે. આ નિયમ તમામ પબ્લિક સેક્ટર બેંક્સ પર લાગૂ થશે.  

7. રેલવે બદલશે ટ્રેનોનું ટાઇમ ટેબલ
ટ્રેન દ્રારા મુસાફરી કરનારાઓ માટે જરૂરી સમાચાર છે. 1 નવેમ્બરથી ભારતીય રેલ આખા દેશની ટ્રેનોના ટાઇમ ટેબલને બદલવા જઇ રહી છે. પહેલાં ટ્રેનોનું ટાઇમ ટેબલ 1 ઓક્ટોબરથી બદલાવવાનું હતું, પરંતુ આ તારીખને આગળ વધારવામાં આવી. 1 નવેમ્બરથે ટ્રેનોનું નવું ટાઇમ ટેબલ જાહેર થઇ જશે. દેશની 30 રાજધાની ટ્રેનોના ટાઇમ ટેબલ પણ 1 નવેમ્બરથી બદલાઇ જશે. 

8. ચંદીગઢથી ન્યૂ દિલ્હી વચ્ચે દોડશે તેજસ એક્સપ્રેસ
1 નવેમ્બરથી બુધવારને છોડીને ચંદીગઢથી ન્યૂ દિલ્હીની વચ્ચે તેજસ એક્સપ્રેસ દોડશે. ગાડી નંબર 22425 ન્યૂ દિલ્હી-ચંદીગઢ તેજસ એક્સપ્રેસ ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન પરથી દર સોમવાર,મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર, રવિવારે સવારે 9.40 પર દોડશે અને બપોરે 12.40 પર ચંદીગઢ રેલવે સ્ટેશન પહોંચશે. એટલે કે તમે 3 કલાકમાં ચંદીગઢ પહોંચી જશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news