8th Pay Commission: શું આ કર્મચારીઓને નહીં મળે DA અને 8મા પગાર પંચનો લાભ? સરકારે દૂર કર્યું કન્ફ્યુઝન

8th Pay Commission: સરકારે સ્પષ્ટતા કરી છે કે, ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ પેન્શનરોની સુવિધાઓ પાછી ખેંચવામાં આવી નથી અને ન તો 8મા પગાર પંચ કે મોંઘવારી ભથ્થા (DA) સાથે સંકળાયેલો કોઈ લાભ સમાપ્ત કરવામાં આવ્યા છે.

8th Pay Commission: શું આ કર્મચારીઓને નહીં મળે DA અને 8મા પગાર પંચનો લાભ? સરકારે દૂર કર્યું કન્ફ્યુઝન

8th Pay Commission Updates: સોશિયલ મીડિયા પર હાલમાં એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકારના પેન્શનરોને ન તો આઠમા પગાર પંચનો લાભ મળશે અને ન તો મોંઘવારી ભથ્થા (DA)માં કોઈપણ પ્રકારના વધારાનો ફાયદો આપવામાં આવશે. આ દાવા પછી લાખો પેન્શનરો અને કર્મચારીઓમાં ભ્રમ અને ચિંતાની સ્થિતિ ઊભી થઈ છે. જો કે, કેન્દ્ર સરકારે આ સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ કરતા આવા તમામ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ પેન્શનરોની સુવિધાઓ પાછી ખેંચવામાં આવી નથી અને ન તો આઠમા પગાર પંચ કે મોંઘવારી ભથ્થા (DA) સાથે સંકળાયેલો કોઈ લાભ સમાપ્ત કરવામાં આવ્યા છે.

Add Zee News as a Preferred Source

શું સમાપ્ત થઈ જશે રિટાયરમેન્ટ બેનિફિટ્સ?
સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, પેન્શન નિયમોમાં જે સુધારા કરવામાં આવ્યા છે, તેનો ઉદ્દેશ સામાન્ય પેન્શનરોને અસર કરવાનો નથી. આ ફેરફારો ફક્ત કેટલાક ખાસ અને અપવાદરૂપ કિસ્સાઓમાં જ લાગુ થાય છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ દાવાઓનું ફેક્ટ ચેક કરતાં સ્પષ્ટ કર્યું છે કે, કેન્દ્ર સરકારે એવી કોઈ નવી નીતિ નથી બનાવી, જેના હેઠળ નિવૃત્તિ પછી કર્મચારીઓના રિટાયરમેન્ટ બેનિફિટ્સ રોકવામાં આવે.

PIBની ફેક્ટ ચેક યુનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, વોટ્સએપ અને અન્ય મેસેજિંગ એપ પર વાયરલ થયેલા આ સંદેશ સંપૂર્ણપણે નકલી છે અને તેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી.

A message circulating on #WhatsApp claims that the Central Government has withdrawn post-retirement benefits like DA hikes and Pay Commission revisions for retired… pic.twitter.com/E2mCRMPObO

— PIB Fact Check (@PIBFactCheck) November 13, 2025

PIB મુજબ, સીસીએસ (પેન્શન) રૂલ્સ 2021માં જે સુધારો કરવામાં આવ્યો છે, તે નિયમ 37 (29C) સાથે સંકળાયેલો છે. આ સંશોધિત જોગવાઈ હેઠળ ફક્ત તે જ પીએસયુ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ)ના નિવૃત્ત કર્મચારીઓ પર કાર્યવાહી કરી શકાય છે, જેમને ગંભીર ગેરવર્તણૂક કે ખોટા વ્યવહારને કારણે સેવામાંથી દૂર કરવામાં આવ્યા હોય. આવા કિસ્સાઓમાં જ રિટાયરમેન્ટ બેનિફિટ્સ રોકવાની જોગવાઈ છે.

શું ફેરફારો થયા છે?
આનો સામાન્ય કર્મચારીઓ કે ઈમાનદારીથી સેવા પૂરી કરનારા પેન્શનરો સાથે કોઈ સંબંધ નથી. તેમ છતાં સોશિયલ મીડિયા પર આ નિયમનો ખોટો અર્થઘટન કરીને તેને તમામ પેન્શનરો પર લાગુ કરવામાં આવી રહ્યો છે, જે સંપૂર્ણપણે ભ્રામક છે.

નોંધનીય છે કે, તાજેતરમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, તેની ઔપચારિક સમિતિની રચનામાં થોડો સમય લાગ્યો, પરંતુ ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં તેના ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દેવામાં આવી છે. કમિશનને તેની ભલામણો સરકાર સમક્ષ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

8મા પગાર પંચથી લગભગ 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોને સીધો લાભ મળવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં સરકારનો આ સ્પષ્ટ સંદેશ છે કે પેન્શન અને પગાર સાથે સંકળાયેલા લાભો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news